Advertisements

ઉનાળાની શરૂઆતમાં જ માવઠાની શક્યતા : જુઓ તમારા વિસ્તારમાં થશે કે નહીં

Advertisements

ઉનાળાની શરૂઆતમાં જ માવઠું, ક્યાં વિસ્તારમાં વરસાદ થશે જુઓ :- તારીખ 5 માર્ચ થી લઈને 9 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે, માવઠાની આગાહીના કારણે ખેડુતોની ચિંતા વધારો થયો છે.થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવે તો વધુ નુકસાન થાય કારણ કે થંડર સ્ટોમમાં પવનની ગતી તેજ હોય છે. ભારે પવનના કારણે કેરીનો પાક ખરી પડે છે. આર્થિક રીતે નુકસાન થાય તેમ છે.

માવઠાની શક્યતા

રાજ્યમાં ઉનાળાની શરુઆત થય ગઈ છે. રાજ્યમાં ઉતર ઉતરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. બપોર થતા ગરમીનો અહેસાસ થય રહ્યો છે. ઉનાળાની શરુઆત જ આકરી ગરમીથી થઇ છે. મહત્તમ તાપમાન 38 ડીગ્રી આસપાસ પહોંચી ગયુ છે. હજુ પણ 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. અને 48 કલાક તાપમાન યથાવત રહેશે. પરંતુ ચાર માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે થંડર સ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.

કેરીના પાક ને પણ થશે નુકશાન

માવઠાની આગાહીના કારણે ખેડુતોની ચિંતા વધારો થયો છે. કારણ કે, શિયાળુ પાક તૈયાર થઇ ગયો છે. માવઠું થાય તો પાકને નુકાસાન થાય. તેમજ બાગાયતી પાકને પણ નુકસાન થવાની ચિંતા છે.કેરીનો પાક પણ તૈયાર થઇ ગયો છે. માર્કેટમાં કેરીની આવક શરું થઇ ગઇ છે. થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવે તો વધુ નુકસાન થાય કારણ કે થંડર સ્ટોમમાં પવનની ગતી તેજ હોય છે. ભારે પવનના કારણે કેરીનો પાક ખરી પડે છે.હવામાન વિભાગના ડાયરેકટ મનોરમા મહોન્તિએ જણાવ્યુ છે કે, રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે. અને અમુક વિસ્તારમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ થશે.

જામનગર જીલ્લા માટે અપાઈ આગાહી

ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં વીજળી પણ થઇ છે. શનિવારે અમરેલી, ભાવનગર, તાપી, વ્યારા અને બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વાતાવરણના પલટા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જે બાદ મધરાતે જામનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અમદાવાદ સહિતના અનેક શહેરોમાં વીજળીઓ પણ થઇ હતી. ત્યારે ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી સાતમી તારીખ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

માર્ચ માં તાપમાન માં થશે વધારો

હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં રાજ્યમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોને આગામી દિવસોમાં ભારે હીટવેવનો સામનો કરવો પડશે. તેથી, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં 14 થી 19 માર્ચ દરમિયાન હવામાનમાં પણ પલટો આવી શકે છે.

ગુજરાતમાં આ સ્થળો એ થશે વરસાદ

હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરતમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગીરસોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલીના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધાનિય છે કે, 5 થી 7 માર્ચ વચ્ચે વરસાદ પડી શકે છે.

તંત્ર ને કરાયું એલર્ટ

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દેશભરમાં વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ આકરી ગરમી પડી રહી છે, જ્યારે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેથી અરવલ્લી પઠાણામાં કમોસમી વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા રજીસ્ટ્રારે તમામ ખેત પેદાશ બજાર સમિતિઓના સેક્રેટરી અને પ્રમુખને સતર્ક રહેવા સૂચના આપી છે. બજાર પરિસરમાં પાકને સલામત સ્થળે લઈ જવા સૂચનાઓ આપવામાં આવી છે.

ઉપયોગી લીંક

હવામાન જોવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો