વેલ્ડીંગ મશીન લોન યોજના 2022 : વેલ્ડીંગ મશીન માટે કુલ રૂપિયા 1 લાખની લોન મળશે

Welding Machine Loan Yojana 2022 | વેલ્ડીંગ મશીન માટે લોન યોજના 2022 : આજે યુવાનો ભણી-ગણીને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ બધાને નોકરી મળી જાય તે શક્ય છે ખરૂ ! આજે બધાને રોજગાર ન મળતાં બેકારી વધી રહી છે. સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી. ત્યારે જો તમને વેલ્ડીંગ મશીનનો અનુભવ છે. Loan Information માં વેલ્ડીંગ મશીન માટે લોન યોજનાનો લાભ લઈ તમે Welding Machine Loan Yojana નો લાભ લઈ તેને લગતા સાધનો વસાવીને વેલ્ડીંગનું કામ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને લોન બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી.

વેલ્ડીંગ મશીન લોન યોજના 2022

વેલ્ડીંગ મશીન માટે લોન યોજના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમ કે તબેલા લોન યોજના, ઘડિયાળ રીપેરીંગ માટે લોન યોજના, દરજી કામ માટે લોન યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકારના આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ વેલ્ડીંગ મશીન કામ માટે લોન આપવાની યોજના આપવામાં આવે છે. આ યોજનાના માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે. પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુંદર બનાવી શકે છે.

વેલ્ડીંગ મશીન લોન યોજના 2022- હાઇલાઇટ્સ

યોજનાનું નામ વેલ્ડીંગ મશીન લોન યોજના
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના લોકો
યોજનાનો ઉદેશ Welding Machine માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર માત્ર 4% ના વ્યાજદરે લોન સહાય આપવામાં આવશે
લોનની રકમ આ યોજના હેઠળ વેલ્ડીંગ મશીન માટે રૂપિયા 1 લાખની સુધીની લોન મળશે
સત્તાવાર સાઈટ https://adijatinigam.gujarat.gov.in/

વેલ્ડીંગ મશીન યોજના હેઠળ મળવાપાત્ર લાભ

 • Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Welding Machine માટે કુલ રૂપિયા 1,00,000/- સુધી લોન આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

Tribal Development Department Gujarat નિગમ દ્વારા Welding Machine માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

 • અરજદાર આદિજાતિના છે તે હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
 • અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
 • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
 • અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
 • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
 • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
 • લાભાર્થીએ Diploma કે ITI માં Welder કે તેના લગતો નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
 • લાભાર્થીએ જે વેલ્ડીંગ મશીનના હેતુના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
 • લાભાર્થીએ Welding ની દુકાનમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
 • લાભાર્થી પાસે વેલ્ડીંગ મશીનનો અનુભવ હોવો જોઇએ.

વેલ્ડીંગ મશીન માટે લોન યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો

વેલ્ડીંગ મશીનના હેતુ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

 • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે.
 • લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 7,500/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

યોજના હેઠળ લીધેલ લોન પરત કરવાનો સમય

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે

 • અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
 • અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
 • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

વેલ્ડીંગ મશીન યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • લાભાર્થીનું આધારકાર્ડ
 • રેશનિંગ કાર્ડ
 • લાભાર્થીનું જાતિ નું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
 • તાલીમનું Certificate
 • લાભાર્થીનાં બેંક ખાતા ની Passbook
 • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
 • લાભાર્થી એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )
 • લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
 • લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
 • બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
 • જામીનદાર-1 નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report
 • જામીનદાર-2 નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here