ગુજરાતમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગયી છે અને આ વખતે ગત વર્સાહ કરતા વધારે વરસાદ જોવા મળી રહ્યો છે, ચોમાસાની વાત કરીએ તો અષાઢ મહિનામાં શરૂઆત થઇ જાય છે અને આ વર્ષે પણ અષાઢી બીજ ના દિવસે થી જ મેઘરાજાએ ગુજરાતમાં પોતાના પગલા પડી એન્ટ્રી લીધી છે. અને હાલ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ક્યાંક મેઘમહેર થઇ છે તો ક્યાંક મેઘકહેર જોવા મળી રહી છે, ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો ક્યાંક દુખની લાગણી અનુભવી રહ્યા છે.
વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં છેલા ૩ દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તાર જેવા કે વડોદરા, અમદાવાદ, રાજકોટ, વલસાડ, સુરત, નવસારી, બનાસકાંઠા તેમજ ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષીણ ગુજરાતની લગભગ બધી જ નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી લીધી છે જેના લીધે પૂર ની સ્થિતિ સામે આવી રહી છે. ગુજરાતના ઘણા બધા જળાશયો ભરાઈ ગયા છે. હવે વાત કરીએ ગુજરાતમાં કયા વિસ્તારમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ.
ગુજરાત વરસાદ રીપોર્ટ 2022
અમદાવાદ : ગુજરાતમાં કુલ સરેરાશના લગભગ 36% વરસાદ થયો છે. 11 જુલાઈ 2022 ના વરસાદના ઝોન મુજબના અહેવાલ મુજબ શનિવાર સવાર સુધીમાં, રાજ્યમાં સરેરાશ ચોમાસાનો 36.07 % વરસાદ નોંધાયો છે, જેમાં સરેરાશ 850 મીમીની સામે કુલ 306.63 મીમી વરસાદ નોંધાયો છે..
ચોમાસાની સિઝનના સરેરાશ વરસાદની સામે સૌથી વધુ વરસાદ કચ્છ પ્રદેશમાં નોંધાયો છે, જે 65.45% છે,ત્યારબાદ દ્વારકામાં 65.43% અને પોરબંદરમાં 57.80% છે.
અમદાવાદમાં પણ રવિવારની રાત્રે ભારે વરસાદ પડ્યો હતો જેના ભાગરૂપે ભારે પાણી ભરાઈ ગયા હતા. છોટા ઉદેપુરમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ બોડેલીમાં 549 મીમી વરસાદ નોંધાયો છે.
કચ્છ જીલ્લાના લખપતમાં સૌથી વધુ સરેરાશ વરસાદી ટકાવારી 128.11.64% છે, જેમાં કુલ વરસાદ 469 મીમી છે, ત્યારબાદ મુન્દ્રામાં 105.02% છે.
ગુજરાતના તમામ પ્રદેશોમાં પૂર્ણ થયેલ સરેરાશ વરસાદ આ પ્રમાણે છે : કચ્છ 65.45%, સૌરાષ્ટ્ર 39.43%, દક્ષીણ ગુજરાત 41.79%, ઉત્તર ગુજરાત 20.44%, પૂર્વ મધ્ય 30.07% વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં થયેલ વરસાદનો છેલ્લા 24 કલાકનો રીપોર્ટ

