વાવણીની તારીખ જાહેર, 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની મોટી આગાહી

૩૦ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતભર ની અંદર વાવણીલાયક વરસાદ શરૂ થશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ઘણા બધા ભાગો ની અંદર છૂટો છવાયો અને ભારે પવનની સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે. મારી મળી રહી છે કે 19 તારીખ ની આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને આથી ભારે અને ભારે વરસાદ વરસવાની સંભાવના સેવાઈ રહી છે

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આવતા અઠવાડિયાની આસપાસ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે તેને કારણે આ રાઉન્ડ લાંબો રાખી શકે તેવું હોવાની વાત દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જાણવા મળ્યું છે કે બપોર બાદ પવન ફૂંકાવાની પણ આશંકા સેવાઈ રહી છે અને 19 તારીખ બાદ સમગ્ર રાજ્યની અંદર વાવણીલાયક વરસાદ થઇ શકે છે. તેને કારણે ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે કે જૂન મહિના સુધીમાં સાર્વત્રિક રીતે વરસાદ જોવા મળશે.

હજુ 4 દિવસ વરસાદી માહોલ

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની જો વિગતે વાત કરીએ તો આજ રોજ રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે.

વરસાદના કારણે ગરમીમાં પણ થશે ફેરફાર

ઉત્તર ગુજરાતમાં વરસાદના માહોલ વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૨.૬ ડીગ્રી, પાલનપુરમાં ૩૨.૦ ડીગ્રી, વાવમાં ૩૨.૦ ડીગ્રી, થરાદમાં ૩૨.૦ ડીગ્રી, ભાભરમાં ૨૯.૦ ડીગ્રી, અમીરગઢમાં ૩૧.૦ ડીગ્રી, અંબાજીમાં ૩૦.૦ ડીગ્રી, આબુરોડ ૩૧.૦ ડીગ્રી, ઈડરમાં ૩૧.૦ ડીગ્રી, મહેસાણામાં ૩૨.૦ ડીગ્રી, ઊઝામાં ૩૨.૦ ડીગ્રી, સિધ્ધપુરમાં ૩૨.૦ ડીગ્રી, પાટણમાં ૩૨.૦ ડીગ્રી, મોડાસામાં ૩૨.૦ ડીગ્રી, હિંમતનગરમાં ૩૧.૦ ડીગ્રી, ખેડબ્રહ્મામાં ૩૧.૦ ડીગ્રી મહત્તમ તાપમાન નોધાવા પામ્યું હતું.

Read Also:-   ICICI Recruitment 2022: Apply For Office Executive Job

ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ અગાઉ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું આગમન થયું હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં જોઈએ તેવો વરસાદ પડવા પામ્યો નથી. જેને લઈ પ્રજાજનો સહિત ખેડૂત પુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ૧૪ ઓગષ્ટથી ૧૬ ઓગષ્ટ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે હાલમાં ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લેતા ભેજના લીધે તાપમાનમાં પણ વધારો નોધાયો છે.

HomePageClick Here

Leave a Comment