વરસાદમાં ગીરનાર પર્વતનો અદ્ભુત નજારો

ગીરનાર પર્વત : ગીરનાર પર્વત ગુજરાત રાજ્યના જુનાગઢ જીલ્લામાં આવેલ છે. તાજેતરમાં જ હમણાં એશિયાનો સૌથી લાંબો રોપ-વે આ પર્વત પર બનાવવામાં આવ્યો છે. આમ તો આ રોપ-વે નું કામ ચાલુ કરવા તથા રોપ-વે બનાવવાની મંજુરી માટે છેક ઇ.સ. ૧૯૮૩ માં અરજી કરવામાં આવી હતી; પરંતુ ભારત સરકાર તથા હાઇકોર્ટ તરફથી મંજુરી ન મળતા આ કામ તે સમયમાં થઇ શક્યું નહિ. અને આખરે સપ્ટેમ્બર ૨૦૧૮ માં ભારત સરકારે આ કામ શરુ કરવા માટે મંજુરી મળી અને આ કામ Usha Barco Ltd. નામની કંપની ને સોપવામાં આવ્યું અને આ કામ આખરે 24 ઓક્ટોબર 2020 ના રોજ આ કામ સંપૂર્ણપણે પૂરું થયુ.

આ રોપ-વે ની સુવિધા હવે ગીરનાર પર્યટન ને વધુ આકર્ષિત બનાવશે અને ત્યાના લોકો માટે નવી રોજગારની તકો પણ ઉભી કરશે. અને આ રીતે ગીરનાર એક એડવેન્ચર હબ બનશે અને વધુ પર્યટકો, પ્રવાસીઓને આ સ્થળ પર આવવા આકર્ષિત કરશે.

આ પર્વત પર અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર અને ઘણા હિંદુ મંદિરો તેમજ અનેક જૈન મંદિરોની હાજરીને કારણે ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક અતિ મહત્વનું યાત્રાધામ બન્યું છે.

ગીરનાર પર્વતનો ઈતિહાસ

અંદાજે 9.1 હેક્ટર (22 એકર) જંગલની જમીનને સામાન્ય જમીનમાં રૂપાંતરિત કરવાની દરખાસ્ત ઇ.સ. ૧૯૮૩ માં ટુરીસમ કોર્પોરેશન ઓફ ગુજરાત લીમીટેડ (TCGL) દ્વારા આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ઇ.સ. ૧૯૯૪ માં ગુજરાત સરકારે કુલ 7.29 હેક્ટર જંગલની જમીનને સામાન્ય જમીનમાં રૂપાંતરિત કરવાની મંજુરી આપી અને તેની સાથે તોરણીયા ગામ પાસે નવી જંગલની જમીન ને મંજુરી આપી. ભારત સરકારે પણ 1995 મા આ કામ ને મંજુરી આપી.

ગીરનાર રોપ-વે

આ રોપ-વેનું ઉદઘાટન મે ૨૦૨૨ માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા જ દિવસે માનનીય પ્રધાનમંત્રી સાહેબ તથા ત્યાં આવેલ તમામ પ્રવાસીઓએ આ રોપ-વે નો આનંદ માણ્યો હતો. ટૂંક સમય પહેલા જ કેટલાક પ્રવાસીઓ તથા TCGL દ્વારા આ રોપ-વે ની ટીકીટ નો દર ઘટાડવા માટે આવેદન કરવામાં આવ્યું હતું અને બધા જ લોકોની આશા છે કે આ કામ ખુબ જ ઝડપી થઇ જાય.

જમીનથી 900 મીટરની ઉંચાઈએ 2.૩ કિલોમીટર લાંબો ગીરનાર રોપ-વે અંબાજી પહોંચવામાં માત્ર 8 થી ૧૦ મીનીટનો સમય લે છે. તે યાત્રાળુઓનો સમય અને શક્તિ બચાવશે, જુનાગઢ ગીરનાર રોપ-વે ટૂંક સમયમાં વિશ્વના પ્રવાસન નકશામાં આકર્ષણનું સ્થળ બની જશે.

વરસાદમાં ગીરનાર પર્વતનો અદ્ભુત નજારો

ચોમાસાની સિઝનમાં આ પર્વત પર કૈક અલગ જ નજરો જોવા મળે છે. જયારે સીઝનનો પહેલો વરસાદ થાય છે ત્યારે આ પર્વતની તમામ ગંદકી તથા ધૂળ ધોવરાઈ જાય છે. ત્યારબાદ જયારે બીજો વરસાદ થાય છે અને વરસાદના ધીમા છાંટણા ચાલુ હોય, ઘમઘોર વાદળો છવાયેલા હોય ધીમી ધીમી પવનની લહેરખીઓ વાતી હોય, પર્વત પરથી નાના-નાના ઝરણાઓ પડતા હોય અને આ ઝરણાઓનો ખળ-ખળ અવાજ આવતો હોય અને પર્વત પરનું જંગલ એકદમ ચોખ્ખું અને લીલુછમ હોય અને એ જંગલમાં રહેલો મોરલો મીઠો ટહુકાર કરતો હોય પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. અને ચોમાસામાં જયારે આવું વાતાવરણ બન્યું હોય અને આપણે આ પર્વત તથા પર્યટક સ્થળની મુલાકાત લઈએ ત્યારે એક અલગ જ આણંદ આવે છે.

આવા વાતાવરણની અંદર જયારે આપણે પર્વત પર ચડતા હોઈએ ત્યારે પગથીયા પરથી વરસાદનું ઠંડુ પાણી આપણા પગને સ્પર્શ કરે ત્યારે અનેરો આનંદ મળે છે. ટૂંકમાં કહીએ તો સ્વર્ગ જેવો આનંદ માણવો હોય તો ચોમાસાની સિઝનમાં ગિરનારની મુલાકાત જરૂર લેવી જોઈએ..