શ્રી વાજપેયી બેંકેબલ યોજના 2023 | સરકાર આપશે 8 લાખ સુધીની જામીન વગર લોન

વાજપાઇ બેન્‍કેબલ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? । Vajpayee Bankable Yojana Gujarat Form pdf | Vajpayee Bankable Yojana Bank list | જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર યોજના । Subsidy Yojana Gujarat

ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા શ્રી વાજપેયી બેંકેબલ યોજના (Yojana) શરૂ કરવામાં આવી છે. અરજદારોએ હવેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની અરજીની સમય મર્યાદામાં નિકાલ અને લાભની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. બેરોજગાર યુવાનોને સ્વરોજગાર મળી રહે તેવા ઉમદા આશયથી આ યોજના (Yojana) ચલાવવામાં આવશે.વાજપેયી બેંકેબલ યોજના દ્વારા ગુજરાતમાં આર્થિક કટોકટીથી પીડિત પરિવારોને રૂ.8 લાખ સુધી ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે . અમે આ Vajpayee Bankable Yojana (Loan Yojana In gujarat) ગુજરાતની સંપૂર્ણ વિગતો શેર કરીશું જેમ કે વાજપેયી બેંકેબલ યોજનાની ઓનલાઈન અરજી, દસ્તાવેજો, પાત્રતા, ફોર્મ પીડીએફ અને બેંક સૂચિ સંબંધિત માહિતી આ લેખમાં જાણવા મળશે.

વાજપેયી બેંકેબલ યોજના હાઇલાઇટ્સ

યોજના નું નામ શ્રી વાજપેયી બેંકેબલ યોજના
વિભાગ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનર
યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર મળવાપાત્ર સબસીડી આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/-સુધી સબસીડી મળવાપાત્ર થશે.
સતાવાર વેબસાઇટhttps://blp.gujarat.gov.in
શ્રી વાજપેયી બેંકેબલ યોજના

વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બે‍ન્‍કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર vajpayee bankable yojana કાર્યરત કરેલ છે. VBY યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.

વાજપાઇ બેન્કેબલ યોજનાની પાત્રતા માપદંડ

  • ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ.
  • અરજી કરનાર લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
  • લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
  • લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે.
  • અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે.
  • લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
  • આ યોજના હેઠળ અરજદારને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
  • Vajpayee bankable yojana Gujarat લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
  • સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને Vajpayee bankable Loan Yojana નો લાભ મળવાપાત્ર થશે.
  • અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.

વાજપાઇ બેન્કેબલ યોજના લોન માટેની મહત્તમ મર્યાદા:

  • ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.
  • સેવા ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.
  • વ્યવસાય ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.

લોનની રકમ પર સબસિડીનો દર:

  • ઇન્ડસ્ટ્રીઝ, સર્વિસ અને બિઝનેસ સેક્ટર માટે નીચે જણાવ્યા મુજબ સબસિડી ઉપલબ્ધ થશે.
  • વિસ્તાર સામાન્ય શ્રેણી અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/ભૂતપૂર્વ સૈનિક/મહિલા/અંધ અથવા વિકલાંગ 40% અથવા વધુ વિકલાંગતા ધરાવતા
  • ગ્રામીણ 25% 40%
  • શહેરી 20% 30%

સબસિડીની મહત્તમ મર્યાદા:

  • ઔદ્યોગિક ક્ષેત્ર: – 1, 25,000/- રૂ.
  • સેવા ક્ષેત્ર: – 1, 00,000/- રૂ.
  • શહેરી/ગ્રામ્ય :- 80,000/- રૂપિયા

વાજપેયી બેંકેબલ યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડની નકલ.
  • વ્યવસાયિક તાલીમ પ્રમાણપત્ર.
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર.
  • જાતિ પ્રમાણપત્ર.
  • સરનામાનો પુરાવો.
  • પાસપોર્ટ સાઈઝની ફોટોકોપી.
  • અરજદારની વિગતોનો પુરાવો.
  • બેંક ખાતાની પાસબુક.
  • શાળા કે કોલેજનું ઓળખ પત્ર.
  • વ્યવસાયનું સ્થળ.

વાજપેયી બેંકેબલ યોજના માટે આ રીતે કરો ઓનલાઇન અરજી ?

  • સૌપ્રથમ google માં તમે સર્ચ કરશો ત્યારે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઈટ https://blp.gujarat.gov.in/header_home.php જોવા મળે છે.
  • ઓફિશિયલ વેબસાઈટ ના હોમ પેજ પર “Bankable Loan Registration” વિક્લ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • જો આપે અગાઉ આ પોર્ટલ પર Registration કરેલ ના હોય તો “Registration” પર ક્લિક કરો.
  • રજીસ્ટર પર ક્લિક કરશો ત્યારે તમારો Mobile Number અને Captcha Code દાખલ કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન કરતી વખતે લાભાર્થી પોતાનું Name, Email id, Password , Captcha Code નાખીને રજીસ્ટ્રેશન પૂરું કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન ની પ્રોસેસ પૂરી થયા બાદ હવે Citizen Login પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશનમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા Log in કરો.
  • Log in કર્યા બાદ “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરી Online Application કરાવી.
  • ઓનલાઇન અરજીમાં દર્શાવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવી.
  • લાભાર્થી જે ધંધા માટે અરજી કરતા હોય તેની Scheme Details માં Business Details, Project Details, Finance Required ની માહીતી ભરવી.
  • લાભાર્થીએ Details of Experience/ Training ની તમામ માહિતી વિગતવાર ભરવાની રહેશે.
  • ત્યાર બાદ છેલ્લે Save & Next પર ક્લિક કરવાનું રેહશે.
  • લાભાર્થી અરજીમાં માગેલ પુરાવાઓની PDF ફાઈલ ફોર્મેટમાં અપલોડ કરી
  • છેલ્લી Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આમ તમારી અરજી ઓનલાઈન સબમીટ થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવાર વેબસાઇટhttps://blp.gujarat.gov.in
Helpline number૯૯૦૯૯૨૬૨૮૦ / ૯૯૦૯૯૨૬૧૮૦
હોમપેજ અહી ક્લિક કરો