વ્હાલી દીકરી યોજના ગુજરાત ૨૦૨૨, જાણો લાભ કઈ રીતે લેવો

ગુજરાત સરકાર એ સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના ગુજરાત ૨૦૨૨

વ્હાલી દીકરી યોજના નો લાભ કઈ રીતે લેવો : વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા, દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.

વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ

 1. દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
 2. દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
 3. દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
 4. બાળલગ્ન અટકાવવા.

આ પણ વાંચો : ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મેગા ભરતી, 98083 જગ્યાઓ ઉપર ભરતી

વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક કયાંથી મેળવવું?

‘વ્હાલી દિકરી યોજના’ નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, સીડીપીઓ (ICDS) કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળશે.

વ્હાલી દીકરી યોજનામાં અરજી કરવાની સમય મર્યાદા

તા.૦૨-૦૮-૨૦૧૯ બાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને મળે?

 1. તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 2. એક દંપતિની વધુમાં વધુ બે દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 3. દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 4. પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 5. પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ નો લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 6. દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.

વ્હાલી દિકરી યોજનામાં આવક મર્યાદા

‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્નિની સંયુકત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન બે લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત પ્રથમ હપ્તો દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪,૦૦૦/- વ્હાલી દીકરી યોજનાનો બીજો હપ્તો નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૬,૦૦૦/- અને વ્હાલી દીકરી યોજનાનો ત્રીજો અને છેલ્લો હપ્તો ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂા. ૧,૦૦,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે પરંતુ દિકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઇએ.

વ્હાલી દીકરી યોજનાની અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા

 1. દિકરીનું જન્મનું પ્રમાણપત્ર
 2. માતા-પિતાના આધારકાર્ડ
 3. માતાના જન્મનું પ્રમાણપત્ર
 4. માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
 5. કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
 6. સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)
 7. નિયત નમૂનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામુ
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
અન્ય યોજનાઓ માટે અહી ક્લિક કરો