Advertisements
હાલના સમયમાં ભારતીય રોડ પર બાઈક, ફોર વીલર, કે હેવી વાહન ચલાવવા માટે લાઈસન્સ જરૂરી છે. ડ્રાઈવિંગ લાઇસન્સ કાઢવો ત્યારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવી ફરજીયાત છે. દમણ અને દીવ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ , તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ આ રીતે બધા રાજ્યો માં ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા ઉપયોગી બૂક
પોસ્ટ નું નામ | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા ઉપયોગી બૂક |
વિષય | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ની બુક |
ફાયદો | પરીક્ષા આપવામાં સરતા રહે |
સત્તાવાર વેબસાઈટ | https://parivahan.gov.in/ |
RTO વિશેની માહિતી
વાહનવ્યવહાર વિભાગ સંચાલન મોટર વાહન ધારો, 1988ની કલમ 213ની જોગવાઈ અંતર્ગત થાય છે. વાહનવ્યવહાર વિભાગની રચના મોટર વાહન ધારો 1988, ગુજરાત મોટર વાહન ધારો, 1989 એ બંને ધારા હેઠળ નિયત કરાયેલ નિયમોની જોગવાઈઓના અમલીકરણ માટે કરાઈ છે.
વાહન વિભાગના વડા ટ્રાન્સપોર્ટ કમિશ્નર (TC) હોય છે. મુખ્યાલયમાં અમલીકરણ, વહીવટ અને ફાયનાન્સમાં નિષ્ણાંત સંયુક્ત નિયામક અને ઓએસડી પણ તેમને મદદ કરે છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રોસેસ
- ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર વાહન, જો તમારે રોડ પર ચલાવવું હોય તો તમારી પાસે લાઈસન્સ હોવું જોઈએ.
- તમારે લાઇસન્સ કાઢવા માટે બે ચરણોમાંથી પસાર થવાનું રહેશે
- પ્રથમ તો તમારે Learning Licence કાઢવાનું હોય છે. જેમાં કોમ્પ્યૂટર પર પરીક્ષા પાસ કરવાની હોય છે.
- બીજું ચરણ તમારે લર્નિંગ લાઈસન્સ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે.
- License કઢાવવા માટે તમારે તમારા નજીકના RTO સેન્ટર પર જવાનું રહેશે.
- Driving License માટે તમારે ઓનલાઇન કોમ્પ્યૂટર માં પરીક્ષા આપવાની હોય છે.
- આરટીઓ ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો ઓનલાઇન મુકાશે, જેમાંથી તમારે પાસ થવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે.
- પરીક્ષા આપનાર પરિક્ષાર્થીએ એક પ્રશ્નનો જવાબ આપવા માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે, જો 45 સેકન્ડ કરતાં વધુ સમય લાગશે તો પ્રશ્ન ખોટો ગણાશે.
- ઓનલાઈન આરટીઓ પરીક્ષા તેના માટે સવાલોની પુસ્તિકા આપવામાં આવેલી છે. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
- છેલ્લે, તમારે RTO ની પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન હોય તો RTO ની અધિકૃત વેબસાઈટ Parivahan Sewa પરથી મેળવી શકો છો.
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પૂછાતા પ્રશ્નો
- ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? : વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે
- તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજુક આવી ગી હોય ત્યારે : ડ્રાઈવર પોતાના વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરશે
- ટ્રાફિક સિંગલમાં લાલ લાઈટ શું દર્શાવે છે? : વાહન થોભાવો
- જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાઈ ત્યારે ડ્રાઈવર : ગીયર બદલીને ગતિ ધીમી કરશે.
- ક્યાં સંજોગોમાં ઓવર ટેકિંગ કરવાની મનાઈ છે? : અન્ય ટ્રાફિકને જયારે ભય ઉભો થાય તેવી શક્યતા હોય ત્યારે
- PUC સર્ટીફીકેટની મુદ્દત કેટલી છે? : 6 મહિના
- વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેકિંગ કરવું? : માન્ય નથી
- નશો કરીને ડ્રાઈવિંગ કરવું? : કોઈપણ વાહનમાં મનાઈ છે
- પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વયારાય છે? : પાછળથી આવતા વાહનો જોવા
- વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચઢવું : ના
- જયારે વાહનમાં બળતણ (પેટ્રોલ / ડીઝલ / ગેસ) ભરતા હોય ત્યારે : ધુમ્રપાન કરવું નહી
ઉપયોગી લીંક
ડાઉનલોડ PDF | અહી ક્લિક કરો |
ડાઉનલોડ એપ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
