Advertisements

ખેડૂતો ને નીલગાયો થી પાક ને બચાવવા કાંટાળી તારની વાડ બનાવવા સરકાર આપશે સહાય : તાર ફેન્સીંગ યોજના 2023

Advertisements

કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના – Tar Fencing Yojana Gujarat 2023 | કાંટાળા તારની વાડ માટેની યોજના || યોજનાનો લાભ કોને મળશે? || તારની વાડ માટેના સ્પેસિફિકેશન શું છે? ||તાર ફેન્સીંગ યોજના 2023 | Tar Fencing Yojana Gujarat | કાંટાળી તારની વાડ બનાવવાની યોજના | કાંટાળી તારની વાડ બનાવવાની યોજના 2023 | Tar Fencing Yojana 2023 | ikhedut Portal | ગુજરાત તાર ફેન્સીંગ યોજના | i ખેડૂત યોજના | ikhedut.gujarat.gov.in જાણો સંપૂર્ણ માહિતી

જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat) ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૦૮/૧૨/૨૦૨૦ના રોજ ઠરાવ બહાર પાડી અમલમાં મુકવામાં આવી છે.આમ તો આ યોજના વર્ષ ૨૦૦૫થી અમલમાં છે ૫રંતુ રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં યોજનાને વઘુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા તેમજ વઘુમાં વઘુ ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તેમાં અવાર-નવાર સુઘારાઓ કરવામાં આવેલ છે.

કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના 2023
લાભાર્થી ગુજરાતના તમામ જમીન ધારક ખેડૂતોને
લાભાર્થી ગુજરાતના તમામ જમીન ધારક ખેડૂતોને
સહાય રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે
અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના

કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની શરૂઆત

ગુજરાત સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ વારંવાર લાવતી રહી છે. આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ની વાત કરીએ તો આ યોજના તારીખ: 20/05/2005 થી અમલમાં છે. આ યોજનાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા માટે તેમાં સુધારા વધારા કરી ક્લસ્ટર આધારીત યોજનાનો ઠરાવ કરેલ છે.
આ યોજનાનો પ્રારંભ આપણાં ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ સાહેબ છે,તેમના દ્વારા વડોદરામાં વરણામાંના ત્રિમંદિર ખાતેના એક કાર્યક્રમમાં ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારે આ યોજનામાં ટોટલ 250 કરોડની ફાળવણી કરેલ હતી. આટલી ફાળવણીમાં સરકારની માહિતી મુજબ 2015 સુધીમાં માત્ર 30 કરોડની ફાળવણી કરવામાં આવેલી અને તેમાં 13160 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો. જ્યારે આ યોજના બહાર પાડવામાં આવેલી ત્યારે 2017 સુધીમાં માત્ર આ યોજના માટે 250 કરોડ રૂપિયા ફાળવેલા હતા.

આ યોજના અંતર્ગત કેટલા પ્રમાણમાં મળશે સહાય

  • આ યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે. તમામ સમજોના ખેડૂતોએ ઓછામાં ઓછી 5 હેક્ટર જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહશે.( જે પહેલા 15 થી 20 હેક્ટર હતી. )
  • પોતાના ખેતરની ચારેબાજુના ખેડૂતો ભેગા થઈ તેમાં એક ગ્રૂપ લીડર નિમવાનો રહેશે.
  • જે ક્લસ્ટર થાય તે પ્રમાણે લાભાર્થી જુથની અરજીઓ કરવાની છે. અરજી મુજબ રનિંગ મીટર દિઢ 200/- રૂપિયા અથવા થનાર ખર્ચના 50 % જે બંનેમાથી ઓછું હશે તે મુજબ સહાય મંજૂર થશે.
  • i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.જીલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે. તેમાં વધુ અરજીઓ આવે તો ઓનલાઇન ડ્રો પધ્ધતિથી મંજૂરી આપવાની રહેશે.
  • તે ડ્રોમાં પણ પસંદગી ન પામે તો તે અરજી પછીના વર્ષમાં કેરી ફોરવોર્ડ કરવામાં આવશે. જેથી લાભાર્થીએ ફરી અરજી કરવાની ન રહે.
  • અરજીને મંજૂરી આપતા પહેલા થર્ડ પાર્ટી દ્વ્રારાહકીકતમાં તાર ફેન્સીંગ થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. કામગીરી પૂર્ણ થઈ ગયું છે કે નહીં તેપણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા ચકાસણી થશે.
  • તેના મારફત રિપોર્ટ બનશે અને તે મુજબ ચુકવણી કરવાની રહેશે. તેની ચકાસણી સમયે gps લોકેશન ટેગિંગ કરવાનું રહેશે.
  • નક્કી કરાયેલ ગુણવત્તા કે ડીઝાંઇન મુજબ કામગીરી થયેલ નહીં હોય તો, અથવા ઓછા માલ સામાન વાળી કામગીરી કરશે તો, કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ મળી શકશે નહીં.
  • ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવ્યા પછી તેની નિભાવણીનો ખર્ચ જાતેજ કરવાનો રહેશે.
  • આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એકવાર જ મળશે. અને અગાઉ યોજનાનો લાભ મળી ગયેલ હોય તો ફરીવાર મળવાપાત્ર થશે નહીં.
  • આ યોજનાનો અમલ સમગ્ર ગુજરાત રાજયમાં કરવાનો રહેશે.

સોલાર ફેન્સીંગ સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજ

  • અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
  • S.C જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • S.T જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

ફોર્મ ક્યાં ભરવું ?

  • ગ્રામ પંચાયત ખાતે વિસીઈ ઓપરેટર
  • ઓનલાઇન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર ઓપરેટર
  • CSC સેન્ટર વગેરે જગ્યા એ થી ફોર્મ ભરી શકશો.

કેટલી મળશે સહાય

  • આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.
  • પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) ૫૦% સહાયની ચુકવણી કરવામાં આવશે.
  • બીજા તબકકાની ચુકવવાપાત્ર ૫૦% સહાય (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.

ઉપયોગી લિન્ક

અરજી કરવા માટે ની સાઇટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો