તમારા ગામ કે શહેરની બુથ મુજબની મતદાર યાદીની PDF ડાઉનલોડ કરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જયારે જે લોકોને ૧૮ વર્ષ થઇ ગયા છે કે તેનાથી વધુ પુખ્તવયના લોકો અત્યારે ચૂંટણીની ચર્ચા કરી રહ્યા હોય છે. અત્યારે લગભગ ગામેગામ એક જ ચર્ચા થઇ રહી છે કે બસ ચૂંટણીમાં આ વર્ષે કોણ જીતશે અને આ જ અંદાજ કાઢવા માટે લોકો અત્યારે મતદાર યાદી ચકાશતા હોય છે અને એ મતદાર યાદી તમને સરળતાથી પ્રાપ્ત થાય એ માટે તમારા માટે આ લેખ લઇ આવ્યા છીએ. તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022

ગુજરાત ગામ શહેર મતદાર યાદી

  • તમારા ગામની મતદાર યાદી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
  • ઉપરની લિંક પર ક્લિક કરવાથી એક નવી સાઇટ ખૂલશે જેમાં search Type નામની એક કોલમ ખુલશે
  • ત્યારબાદ Assembly (વિધાનસભા) સામેના ખાનામાં વિધાનસભાનો વિભાગ Select કરવાનો રહેશે.દા.ત. અહીં 33-Prantij વિધાનસભાનો વિભાગ પસંદ કરેલ છે.
    તમારા ગામની કે બૂથની મતદાર યાદીના Show પર ક્લિક કરતાં પહેલાં Captcha ની આગળ દર્શાવેલ અંગ્રેજી અંકો અને અક્ષરો તેની સામે આપેલ કોલમમાં દાખલ કરવાના રહેશે. જ્યાં સુધી આ અક્ષરો અને અંકો કોલમમાં સાચા લખાશે નહિ ત્યાં સુધી યાદી ડાઉનલોડ થશે નહિ.
    આમ બન્ને કોલમ સિલેક્ટ કરવાથી આખા વિધાનસભાના તમામ વિસ્તારો (બૂથો) ની નીચેના કોલમ અનુસારની યાદી (લીસ્ટ) જોવા મળશે.તે લીસ્ટમાંથી તમે જે ગામ કે બૂથની યાદી ડાઉનલોડ કરવા માંગતા હો ત્યાં જાઓ
Read Also:-   GSECL 2022: 800 જગ્યાઓ માટે ITI પાસ પર ભરતી

ઉપરની કોલમો મુજબ જોઇએ તો Polling Station ના પ્રથમ ખાનામાં તમારું ગામ અને બુથોની યાદી જોવા મળશે. દા.ત. અહીં હું આ ખાનામાં મારા ગામ 277 – Aniyod-1 ની યાદી પર પહોંંચી ગયો છું. વચ્ચેના Polling Area ના બીજા ખાનામાં જે તે બુથની યાદીમાં કયા ક્યા વિસ્તારના મતદારોનો સમાવેશ થાય છે. તે દર્શાવેલ છે.ત્યારબાદ Draft Roll ના ત્રીજા ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી આપણે પસંદ કરેલ જે તે ગામ કે બૂથના તમામ મતદરોની યાદી (pdf) પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઇ જશે.જ્યારે છેલ્લા Sup Roll ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી પસંદ કરેલ જે તે ગામ કે બૂથની સુધારા-વધારાની યાદી ડાઉનલોડ થાય છે.

જુનું EPIC ખોવાઈ ગયું હોય તો નવું કઈ રીતે મેળવવું

EPIC ખોવાઈ જવાને લગતી પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદની નકલ સાથે રૂા૨૫/- ની ફી ભરવાથી મતદારને ખોવાયેલા EPIC ને બદલે નવું EPIC ઈસ્યુ કરી શકાય છે. જો કે, પૂર, આગ અન્ય કુદરતી આપત્તિ વગેરે જેવા મતદારના કાબુ બહારના સંજોગોમાં જો EPIC ખોવાયું હોય તો નવું EPIC ઈસ્યુ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહિ.

ફોર્મ 6-ક ક્યાંથી પ્રાપ્ત કરવું?

તે સંબંધિત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ અથવા ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ૬-ક વિદેશમાં આવેલા ભારતીય મિશનમાં વિના મૂલ્ય ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ભારતના દરેક મતદાન મથક વિસ્તારમાં બૂથ કક્ષાના અધિકારીઓને વિદેશમાં વસતા ભારતીય લોકોને મોકલવા માટે કોરાં ફોર્મ ૬-ક તેઓના કુંટુંબોનેવિતરણ કરવા કહેવામાં આવ્યું છે.

મતદાર યાદી જોવા માટેની મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here

Leave a Comment