Your are blocked from seeing ads.

તાડપત્રી સહાય યોજના : તાડપત્રીની ખરીદી પર મળશે સબસીડી

Your are blocked from seeing ads.

Tadpatri Sahay Yojana 2022 | તાડપત્રી સહાય યોજના 2022 : ગુજરાત રાજ્ય નાં ખેડૂતો માટે રાજ્ય સરકાર ખેતી લક્ષી વિવિધ યોજના ઓ અવાર-નવાર લાવે જ છે. જેનાથી રાજ્યના નાના ખેડૂતો અને મોટા ખેડૂતો તમામને તેમની ખેતીમાં ખૂબ જ ફાયદો થાય છે. આજ આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જેનું નામ છે તાડપત્રી સહાય યોજના.

સરકાર માં ikhedut portal પર ખેડૂત લક્ષી તમામ યોજનાઓની ઓનલાઈન અરજી કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. જ્યા સરકાર દ્વારા નવી નવી ખેડૂતલક્ષી યોજનાઓ મૂકવામાં આવે છે. આ યોજના પણ હાલ રાજ્ય સરકારે અમલ કરેલ છે જેનાથી ખેડુતોને તાડપત્રી લેવા માટે સહાય આપવામાં આવશે. તો ચાલો જાણીએ Tadpatri Sahay Yojana 2022 ikhedut વિશે વિગતવાર માહિતી.

તાડપત્રી સહાય યોજના

રાજ્ય સરકાર ખેડૂતોના વિકાસ માટે હંમેશાં આગળ રહેશે. તેથી જ ખેડૂતો માટેની યોજનાઓ અમલમાં મૂકે છે. Agriculture Corporation Department દ્વારા સરકાર ની Official Website પર જઈ ને અરજી કરી શકાય છે.
આ સહાય માં ગુજરાત રાજ્ય નાં ખેડૂતો તેમના ખેતી કામ માં અલગ અલગ પ્રકારે કામ આવે તે તેવી તાડપત્રી સહાય આપવામાં આવે છે.જે લોકલ બજાર માં ખરીદવા જાવ તો તેની કિંમત ઘણી વધારે હોઈ છે પરંતુ આ સહાય થી આપને એકદમ ઓછી કિંમતે ખેડૂતો ને તાડપત્રી દેવામાં આવશે.

Your are blocked from seeing ads.

તાડપત્રી સહાય યોજના- હાઇલાઇટ્સ

યોજનાનું નામ તાડપત્રી સહાય યોજના
સહાયકુલ ખર્ચ નાં 50% જનરલ વર્ગ માટે અને કુલ ખર્ચ નાં 75% અનામત વર્ગ માટે.અથવા રૂ. 1,250/- જનરલ વર્ગ માટે અને અનામત વર્ગ માટે બંને માંથી જે ઓછું હોઈ તે.તાડપત્રીની ખરીદી પાર મળશે 1,875/- રૂપિયાની સબસીડી
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં નાના ખેડૂતો ને તાડપત્રી ની ખરીદી પર સબસિડી મળવાથી તેઓ તેમની ખેતીવાડી માં ઘણા કામ કરી શકે તે હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં તમામ નાના અને સીમાંત ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર સાઈટ https://ikhedut.gujarat.gov.in/

તાડપત્રી સહાય યોજનાની પાત્રતા

Government of Gujarat ના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
  • Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ

ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ છે. આ યોજના હેઠળ ikhedut portal subsidy નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2022 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે. જેમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14)  આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3)  આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4)  આ સ્કીમ અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
સામાન્ય ખેડૂતો માટે(AGR-2)આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
NFSM (Oilseeds and Oil Palm)આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.

તાડપત્રી સહાય યોજના– આધાર પુરાવા

રાજ્ય નાં ખેતીવાડી વિભાગ ગુજરાત દ્વારા આ સહાય આપવામાં આવે છે.જેમાં નાના અને સીમાંત ખેડૂતો ને તાડપત્રી ની ખરીદી પર સબસિડી આપવામા આવે છે.આ યોજના માટે ખેડૂતો એ નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

  • ખેડૂતો નાં આધારકાર્ડ ની નકલ.
  • ખેડૂતો ની જાતિ નું પ્રમાણપત્ર ( અનુસૂચિત જાતિ/જનજાતિ)
  • 7/12 ઉતારા ikhedut Portal.
  • ખેડૂતો નું રેશનિંગ કાર્ડ ની નકલ.
  • ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
  • ખેડૂત નું જો Aatma Registration ધરવતા હોઈ તો તેની વિગતો.
  • ખેડૂત જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
  • ખેડૂત જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
  • ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.

તાડપત્રી સહાય યોજના- અરજી કઈ રીતે કરવી ?

રાજ્ય નાં ખેડૂતો ને ખેતીવિષયક તમામ યોજનાઓ સરકાર નાં કૃષી વિભાગ ની સરકારી Website ikhedut Portal દ્વારા સંચાલિત છે.જેમાં તમામ યોજનાઓ નાં ફોર્મ ઓનલાઇન ભરવાના હોઈ છે.આ Tadpatri Sahay Yojana 2022 ની માટે ખેડૂતો એ Online અરજી કરવાની રહેશે.જેની વિગતો નીચે દર્શાવવા માં આવેલ છે.

  • સૌપ્રથમ “Google Chrome” મા જઈ ને “ikhedut portal” સર્ચ કરવાનુ રહેશે.જ્યા ikhedut portal ની Website ખુલી જશે.
  • જ્યાં Menu મા જઈ ને યોજનાં પર જઈ ને ક્રમાંક 1 માં આવેલી યોજનાઓ માં ખેતીવાડી ની યોજનાઓ માં ક્લિક કરવાનું રહેશે. જ્યા ખેતીવાડી ની તમામ યોજના જોવા મળશે.
  • જ્યાં આપને ખેતીવાડી ની ટોટલ 49 યોજના બતાવવા મા આવશે.જ્યા ક્રમાંક નંબર -11 પર “ Tadpatri Sahay Yojana” હશે.જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ત્યાં આ યોજના વિશે તમામ માહિતી ધ્યાન પૂર્વક વાંચ્યા બાદ તમારે જમણી બાજુ “અરજી કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવાની રહેશે.
  • હવે તમને પૂછવામાં આવશે કે તમે પેલે થી Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને “ના” કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ હવે તમારે Registration કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં ikhedut Portal પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને Application Save કરવાની રહેશે.
  • હવે ખેડૂતો એ Online Application ભર્યા બાદ Application Conform કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.
  • Application ભર્યા બાદ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે આપને સાચવીને રાખવાની હોઈ છે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર પોર્ટલ Click Here
HomePage Click Here

Leave a Comment

Your are blocked from seeing ads.