Advertisements
Tar Fencing Yojana 2022 | કાંટાળી તારની વાડ બનાવવાની યોજના 2022 : જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana Gujarat) ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૦૮/૧૨/૨૦૨૦ના રોજ ઠરાવ બહાર પાડી અમલમાં મુકવામાં આવી છે.આમ તો આ યોજના વર્ષ ૨૦૦૫થી અમલમાં છે ૫રંતુ રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં યોજનાને વઘુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા તેમજ વઘુમાં વઘુ ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તેમાં અવાર-નવાર સુઘારાઓ કરવામાં આવેલ છે.
તાર ફેન્સીંગ યોજના 2022
આ૫ણા દેશના માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર ૫ણ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારના કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણનાં’ યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. જેમાં કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana Gujarat)નો ૫ણ સમાવેશ થાય છે.
તાર ફેન્સીંગ યોજના 2022- હાઇલાઇટ્સ
યોજનાનું નામ | તાર ફેન્સીંગ યોજના 2022 |
સહાય | રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે |
રાજ્ય | ગુજરાત |
ઉદેશ્ય | ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થશે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર સાઈટ | ikhedut.gujarat.gov.in/ |
તાર ફેન્સીંગ યોજનાનો ઉદેશ્ય
ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થશે.
તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા
- અરજી સાથે ખેડ્રત/ખેડૂતોના જુથની વિગતો
- બેંક ખાતાની વિગતો
- ૭/૧૨, ૮અ તેમજ આઘારકાર્ડની નકલ
- જુથ લીડરને પેમેન્ટ કરવાનુ એફીડેવીટ
- ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર
- જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક
તાર ફેન્સીંગ યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.
- પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) ૫૦% સહાયની ચુકવણી કરવામાં આવશે.
- બીજા તબકકાની ચુકવવાપાત્ર ૫૦% સહાય (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.
તાર ફેન્સીંગ યોજના માટેના સ્પેસીફીકેશન
- થાંભલા ઉભા કરવા માટે ખાડાનુ મા૫:- ૦.૪૦ x ૦.૪૦ x ૦.૪૦
- થાંભલાની સાઇઝ:-(સિમેન્ટ કોંક્રિટના પ્રિટ્રેસ્ટ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ કવોલીટીના, ઓછામાં ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ.) ૨.૪૦ x ૦.૧૦ x ૦.૧૦ મીટર
- બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછુ અંતર ૩ મીટર
- દર પંદર મીટરે સહાાયક થાંભલા બંને બાજુ મુકવાના રહેશે તેનુ મા૫ /સાઇઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
- થાંભલાના ૫ાયામાં ૧ સિમેન્ટ : ૫ રેતી : ૧૦ કાળી ક૫ચી મુજબ સિમેન્ટ કોંક્રિટથી પાયામાં પુરાણ કરવાનું રહેશે.
- કાંટાળા તાર (Barbed Wire) માટેના લાઇન વાયર તથા પોઇન્ટ વાયરના મિનિમમ ડાયામીટર ૨.૫૦ એમ એમ. વત્તા-ઓછા નું પ્રમાણ ૦.૦૮ એમ.એમ. રહેશે. કાંટાળા તાર આઇ.એસ.એસ. માર્કાવાળા ગેલ્વેનાઇઝડ, ડબલ વાયર અને જી.આઇ.કોટેડ હોવા જોઇએ.
તાર ફેન્સીંગ યોજનાના પરિપત્રો
- સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગનો તા.૦૮/૧૨/૨૦૨૦નો ઠરાવ
- તા.૨૨/૧૨/૨૦૨૦ના રોજ બહાર પાડેલ યોજનાના અમલીકરણ અંગેની ગાઇડલાઇન
મહત્વપૂર્ણ લિંક
Official Website | Click Here |
HomePage | Click Here |