Sovereign Gold Bond Scheme 2022 | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022 : તમે બહુ બધા લોકો પાસેથી Sovereign Gold Bonds Scheme વિશે માહિતી મેળવી હશે. તમે પણ તમારા મોબાઈલ અથવા લેપટોપ પર Sovereign Gold Bonds રોકાણને લગતી ઘણા બધા આર્ટિકલ વાંચ્યા હશે. પરંતુ જો Sovereign Gold Bonds Scheme વિશે જાણતા ન હોય, તો અમારી આ પોસ્ટ તમને ખૂબ ઉપયોગી થશે, અમે તમને સોવરેઈન ગોલ્ડ બોન્ડ સ્કીમ વિશે તમામ માહિતી આપીશું. જેથી તમે પણ નાની બચત કરીને તમારુ ભવિષ્ય ઉજ્જવળ કરી શકશો.
બચત કરવાની ઘણી રીતો છે, પરંતુ બચતની સાથે, બચતની રકમ વધારવી એ જ સાચા અર્થમાં બચત કરવાનો એકમાત્ર રસ્તો છે. આપણે બચત કરેલી રકમનું રોકાણ ઘણી જગ્યાએ કરી શકીએ છીએ અને નફો મેળવી શકીએ છીએ. પરંતુ જો આપણે નિયમિત અને સંતુલિત નાણાં મેળવવા માંગતા હોય, તો આપણે સોવરેઈન ગોલ્ડ બોન્ડ દ્વારા બચત કરેલી રકમનું રોકાણ કરવું જોઈએ.
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ
ભારતીય લોકોમાં સોના પ્રત્યે એક અલગ જ આકર્ષણ હોય છે. આપણા દેશમાં સદીઓથી સોનાને રોકાણ (Investment in Gold) કરવા માટે સુરક્ષિત અને ભવિષ્ય માટે સૌથી સારો બચત વિકલ્પ માનવામાં આવે છે. લોકોની આ માનસિકતાને ધ્યાનમાં સરકાર પણ લોકોને સસ્તું સોનું ખરીદવાના (Buy Gold) અનેક અવસરો આપતી રહે છે. ત્યારે સોનાના ભાવોમાં થઇ રહેલા રોકેટગતિના વધારા વચ્ચે ફરી સરકાર જનતાને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે.
વાસ્તવમાં ફરી એક વાર સોવરેઈન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની (Sovereign Gold Bonds Scheme) તક સામે આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ માહિતી આપી છે કે સોવરેઈન ગોલ્ડ બોન્ડ સ્કીમ 20 જૂન, 2022 થી પાંચ દિવસ માટે 2022-23ની પ્રથમ સીરીઝની ખરીદી (First series) ખુલવા જઈ રહી છે. આ સમય દરમિયાન રોકાણકારોને બજારથી નીચા દરે સોનું ખરીદવાની સોનેરી તક મળશે.
આરબીઆઈએ કહ્યું કે, Sovereign Gold Bonds Scheme 22થી 26 ઓગસ્ટ દરમિયાન 2022-23 માટે અરજીઓની બીજી સીરીઝ માટે ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ જાહેર કરે છે. તેને માત્ર નિવાસી વ્યક્તિઓ, અવિભાજિત હિન્દુ પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને સખાવતી સંસ્થાઓને જ વેચી શકાય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ- હાઇલાઇટ્સ
યોજનાનું નામ | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ |
યોજનાની શરૂઆત કરનાર | Reserve Bank Of India & Government of India |
યોજનાનો ઉદેશ | આ બોન્ડને સરકાર દ્વારા નિર્ધારિત કરેલા સ્થાનો પરથી આસાનીથી ખરીદી શકો છો. યોજનાઓની આ શ્રેણી અંતર્ગત લોકોને સમય સમય પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે. |
લાભ | 2.5 % વાર્ષિક વ્યાજ 50 રૂ.ઓનલાઈન ડિસ્કાઉન્ટ Zero Storage Cost Capital Gain Exempt |
ઓફલાઈન ભાવ | Rs.5,091/gram |
ઓનલાઈન ભાવ | Rs.5,041/gram |
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ખરીદી કેવી રીતે કરશો ?
સોવરેઈન ગોલ્ડ બોન્ડ નીચે જણાવ્યા મુજબના સ્થાનો પરથી ખરીદી શકાય છે
- સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક,
- સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL),
- નિર્ધારિત પોસ્ટ ઓફિસ (India Post),
- માન્ય સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges), નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) પરથી ખરીદી શકાય છે
આ સ્કીમની ખાસ વિશેષતાઓ
આ બોન્ડ સાથે તમે સોનાની કિંમતોમાં થતાં ભાવવધારાનો તો લાભ મેળવી જ શકો છો પરંતુ સાથે સાથે તમે દર વર્ષે તમે કરેલા રોકાણ ઉપર નિશ્ચિત વ્યાજ પણ મેળવી શકો છો. વધુમાં આ બોન્ડ સ્વયં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં હોવાથી તે ભૌતિક સોના સાથે સંકળાયેલા અનેક જોખમો નાબૂદ કરે છે.
આ બોન્ડને તમે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા સ્થાનો પરથી આસાનીથી ખરીદી શકો છો. યોજનાઓની આ શ્રેણી અંતર્ગત લોકોને સમય સમય પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે ગોલ્ડ બોન્ડની કિંમત બજારના રેટ કરતા ઓછી છે.
આ બોન્ડ સ્કીમની પરિપક્વતા મુદત
સોવરેઈન ગોલ્ડ બોન્ડની પરિપક્વતા મુદત 8 વર્ષ છે. પરંતુ પાંચ વર્ષ પછી તમે આગામી વ્યાજ ચુકવણીની તારીખ બાદ આ યોજનામાંથી બહાર નીકળી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારે ઓછામાં ઓછું એક ગ્રામ સોનાનું રોકાણ કરવું જરૂરી છે. જો જરૂરી હોય તો રોકાણકાર સોવરેન ગોલ્ડ બોન્ડ પર લોન પણ લઈ શકો છે, પરંતુ ગોલ્ડ બોન્ડ ગીરવે રાખવાનું રહેશે.
સોવરેન ગોલ્ડ બોન્ડના ફાયદા
- સોવરેઈન ગોલ્ડ બોન્ડ નીચે જણાવ્યા મુજબના ફાયદાઓ છે:આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વધે છે, તેમ સોનાના બોન્ડના રોકાણકારોને ફાયદો પણ થાય છે.
- આ બોન્ડ પેપર અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોવાથી તેને ભૌતિક સોનાની જેમ લૉકરમાં સાચવવાનો ખર્ચ ઉઠાવવો પડતો નથી.
- સોવરેઈન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે. તે ઉપરાંત ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી.
- આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ GST અને મેકિંગ ચાર્જ લાગતો નથી.
- NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેની ઉપર કોઈ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી.
- બેંકો પાસેથી લોન મેળવવા માટે બોન્ડનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડના રોકાણકારો માટે અગત્યની સૂચના
- અરજી તમામ બાબતોમાં પૂર્ણ હોવી જોઈએ.
- સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ ન થાય તેવી અધૂરી અરજીઓ નકારી શકે છે અથવા વિલંબિત થઈ શકે છે.
- જો અરજી પાવર ઓફ એટર્ની (POA) ધારક દ્વારા સબમિટ કરવામાં આવી હોય, તો કૃપા કરીને અસલ POA પ્રમાણિત નકલ સાથે ચકાસણી માટે સબમિટ કરો.
- જો અરજી સગીર વતી હોય, તો કૃપા કરીને પ્રમાણિત નકલ સાથે, ચકાસણી માટે શાળા અથવા મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી અસલ જન્મ પ્રમાણપત્ર સબમિટ કરો.
- મહેરબાની કરીને નોંધ કરો કે નામાંકન સુવિધા એકમાત્ર ધારક અથવા SGB ના તમામ સંયુક્ત ધારકો (રોકાણકારો) માટે ઉપલબ્ધ છે.
- જો નોમિની સગીર હોય, તો કૃપા કરીને સગીરની જન્મ તારીખ સૂચવો અને વાલીની નિમણૂક કરી શકાય.
- જો નોમિની સગીર હોય, તો કૃપા કરીને સગીરની જન્મ તારીખ સૂચવો અને વાલીની નિમણૂક કરી શકાય.
- કૃપા કરીને ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા ચુકવણી પ્રાપ્ત કરવા માટે બેંક ખાતાની વિગતો આપો.
- બેંક ખાતામાં જો કોઈ ફેરફાર હોય તો કૃપા કરીને તેની તરત જ જાણ કરો.
- પરિપક્વતા પછીનું વ્યાજ ચૂકવવાપાત્ર નથી.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |