Advertisements

સોલાર રૂફટોપ યોજના 2023 | લાઈટબીલ ની જંજટ માંથી મેળવો છુટકારો જાણો સરકારની આ યોજના વિશે

Advertisements

પ્રધાનમંત્રી સોલાર યોજના | સોલાર રૂફટોપ યોજના 2023| સોલાર પેનલ કિંમત ગુજરાત । સોલાર પેનલ યોજના | solar system subsidy in Gujarat 2023 | સૂર્ય ઉર્જા રૂફટોપ સહાય । સોલાર રૂફટોપ યોજના 2023| પ્રધાનમંત્રી સોલાર યોજના | સોલાર યોજના 2021-22 | સૌર રૂફટોપ યોજના | Solar Rooftop Yojana 2023| Surya Gujarat Solar Rooftop Sahay Yojana | Solar Rooftop Online Application | Solar Panel Subsidy | Solar Panel Gujarat 2023

આ યોજનાનું નામ છે ‘સોલર રૂફટોપ સબસિડી યોજના’ (Solar Rooftop Yojana). દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની તરફથી આ યોજના ચલાવવામાં આવી રહી છે. સોલર રૂફટોપ યોજનાથી કેન્દ્ર સરકાર દેશમાં ક્યારેય પૂર્ણ ન થનાર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. કેન્દ્ર સરકાર તેના માટે ઉપભોક્તાઓને સોલર રૂફટોપ ઈન્સ્ટોલેશન પર સબસિડી આપે છે.

સોલાર રૂફટોપ યોજના

યોજનાનું નામ સોલાર રૂફ ટોપ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીMinistry of New & Renewable Energy (MNRE) Government of India
મળવાપાત્ર સબસીડી20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
લાભાર્થીઓ ભારતના નાગરિકો
ઓફિશિયલ વેબસાઈટ solarrooftop.gov.in
સોલાર રૂફટોપ યોજના

સૌર ઊર્જા યોજના 2023 નો ઉદ્દેશ્ય

  • રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું
  • કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું
  • અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી
  • સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા
  • ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવું
  • પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે પ્રયત્ન
  • કાર્બન ડાયોક્સાઇડ (CO2) ડિપેન્ડન્સી ઓછી કરવી

યોજના માટે પાત્રતા માપદંડ

  • સોલાર રૂફ્ટોપ સિસ્ટમ વપરાયેલ સોલાર સેલ અને સોલાર મોડયુલ ભારતમાં ઉત્પાદિત થયેલ હોવા જોઈએ.
  • કોમન સુવિધાઓ માટેના વીજ જોડાણો માટેના સોલાર સિસ્ટમ સ્થાપવા માટે તે જગ્યાની માલકી તે ગ્રૂપ હાઉસિંગ સોસાયટી / રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિયેશન(RWA)ની હોવી જોઈએ.
  • જે ફીડર પર દિવસ દરમ્યાન કાયમી 3- ફેઝ વીજ પુરવઠો મળતો હોય, માત્ર તે ફીડરના જ રહેણાંક હેતુના વીજ જોડાણને 3-ફેઝ સોલાર સિસ્ટમની મંજૂરી મળી શકશે.

સોલર રૂફટોપ યોજનાનો સમયગાળોઃ

  • આ નીતિ અમલીકરણ સમયગાળો નાણાંકીય વર્ષ 2023-24 સુધીનો રહેશે.
  • ખાનગી રહેણાંક મકાનો ઉપર સ્થાપિત અને કાર્યાન્વિત થયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ પર નીચે મુજબ સબસિડી મળવા પાત્ર રહેશે:
  • અગાઉ સ્થાપિત કરેલ સોલર રૂફ ટોપ યોજના માટે સબસિડી મેળવવા જરૂરી શરતોઃ
  • અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા 10 કિ.વો. કરતા ઓછી હોવી જોઇએ,
  • અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કિ.વો. સુધી હોય તો માત્ર વધતી સોલાર ક્ષમતા પર 40% સબસીડી મળવા પાત્ર રહેશે
  • જો વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કી.વો થી વધુ અને 10 કિ.વો કે તેથી ઓછી હોય તો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર 20% સબસીડી મળવા પાત્ર રહેશે. 10 કિ.વો.થી વધુ કુલ સોલાર સિસ્ટમની ક્ષમતા પર સબસીડી મળવાપાત્ર રહેશે નહી.

ઉપયોગી દસ્તાવેજ

  • નવીનતમ વીજ બિલની નકલ.
  • નવીનતમ મ્યુનિસિપાલિટી ટેક્સ અથવા ઇન્ડેક્સ-2 ની નકલ.
  • આધાર કાર્ડની નકલ.
  • પાન કાર્ડની નકલ.
  • પાસપોર્ટ સાઈઝ ફોટો-3 નકલ.
  • સંપર્ક નંબર.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 ના લાભ

  • મફત વીજળી : સદર સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં વસુલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
  • વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને
  • આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.
  • 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.

અગત્યની લિંક

ઓફિશિયલ પરિપત્રઅહીં ક્લિક કરો
હેલ્પલાઇન નંબર: 1800 180 3333
હોમપેજ અહીં ક્લિક કરો

1 thought on “સોલાર રૂફટોપ યોજના 2023 | લાઈટબીલ ની જંજટ માંથી મેળવો છુટકારો જાણો સરકારની આ યોજના વિશે”

  1. Pingback: રાજ્ય સરકાર સારવાર માટે આપશે 5 લાખ સુધીની સહાય :આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલથી - Class 3 exam

Comments are closed.