શું તમે પણ ચોમાસામાં થતી શરદી, ખાંસી કે કફથી પીડાઓ છો તો હવે તેની જરૂર નથી માત્ર આ બે વસ્તુઓ મટાડશે…

આજે અમે તમને એક એવી આયુર્વેદિક પોટલી વિષે જણાવીશું રસોડામાં મળી આવતી કેટલીક સામગ્રીથી બનાવવામાં આવશે. જે ખુબ જ શક્તિ શાળી છે, જે શ્વાસ લેવામાં પડતી તકલીફ, કફની સમસ્યા, શરદી, ખાંસી જેવા રોગોમાં થોડા થોડા સમય સુગવાથી દૂર થાય છે. ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હોય તો આ પોટલીને સુગવાથી ઓક્સિજન લેવલને વધારી શકાય છે. ઋતુમાં પરિવર્તન થતા શરદી ખાંસી જેવી બીમારી થતી હોય છે. તેવામાં આ પોટલીને સુગવામાં આવે તો શરદી, ખાંસી અને કફ દૂર થઈ જાય છે.

આપણે બધા જાણતા જ હોઈએ છીએ કે વાતાવરણમાં થોડો પણ બદલાવ આવી જાય છે ત્યારે કેટલીક બીમારીઓ થતી હોય છે. તેવામાં હવે ચોમાસાની ઋતુ પણ સાહરુ થશે જયારે થોડા પણ પલળીશું તો શરદી, ખાંસી, કફ અને તાવની સમસ્યા જોવા મળશે. જેમાં રાહત મેળવવા માટે આ પોટલી ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ પોટલી કેવી રીતે બનાવવી જોઈએ.

પોટલી બનાવવાની સામગ્રી

 • એક ચમચી અજમો
 • બે કપૂર
 • ત્રણ ઈલાયચી
 • 5 લવિંગ

પોટલી બનાવવાની રીત

 •  હવે સૌથી પહેલા એક તાવિને ધીમા ગેસ પર ગરમ કરવા મુકો, ત્યાર પછી અજમો, લવિંગ અને ઇલાયચી ફોલીને ફોતરાં સાથે તવીમાં નાખો અને હલાવતા જાઓ અને 2-3 મિનિટ ધીમા ગેસ પર શેકો.
 • ત્યાર પછી ગેસ પરથી નીચે ઉતારીને એક પારખાણીમાં નાખીને મોટું મોટું પીસી લો અને એક બાઉલમાં નીકાળી લો
 • ત્યાર પછી કપૂરનો ભૂકો કરી બાઉલમાં મિક્સ કરો અને બરાબર હલાવી લો
 • હવે એક કોટનનું કપડું લઈને એમાં બનાવેલ મિશ્રણ નાખીને પોટલી તૈયાર કરો.
 • હવે આ સુગંધીદાર આયુર્વેદિક દેશી પોટલી તૈયાર થઈ ગઈ છે.

આ પોટલીનો ઉપયોગ ઘણા બધા રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. ઘણા લોકોને હાલત ચાલતા શ્વાસ ચડી જતો હોય છે. તેવા દર્દી માટે આ પોટલી એક રામબાણ સાબિત થશે, આ પોટલીને નિયમિત પણે સુગવાથી શ્વાસ લેવામાં પડતી તકલીફ માં રાહત મળે છે.

આ પોટલીના લાભ

 • વાયરલ ઈન્ફેશન જેવા ચેપી રોગોમાં પણ ખુબ જ લાભદાયક છે. આ પોટલીને ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે જે દિવસ દરમિયાન નિયમિત અંતરે સુગવામાં આવે તો શરદી ખાંસીમાં તાત્કાલિક રાહત મેળવી શકાય છે.
 • ઓક્સિજન લેવલને વધારવામાં ખુબ જ ફાયદાકારક છે, ઘણા લોકો કોરોના કાળમાં આ ઔષધીય પોટલીનો ઉપયોગ કરીને ઓક્સિજન ની માત્રાને વધારી શકતા હતા. આ પોટલીને સુગવાથી ગળામાં થયેલ ઈન્ફેક્શનને દૂર કરવા ઉપરાંત ગળા માં જામેલ કફને છૂટો કરવામાં મદદ કરશે.