Advertisements

સાળંગપુર હનુમાનજી મંદિરની લાઇવ આરતી

Advertisements

ગુજરાતનાં બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપૂર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે ખ્યાતી પામ્યું છે. અહીં આવનાર ભક્તને માત્ર દર્શનથી જ હનુમાનજી તેના જીવનના બધા જ દુખો દૂર કરી દે છે ને સાથે સાથે ક્યારેય કોઈ શત્રુપીડા કે પછી ગ્રહ પીડા નડતી નથી.

આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું, આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ એ આ મંદિરનો પાયો નાખ્યો હતો.

સારંગપૂરનું આ મંદિર ભૂત પ્રેતની બધાના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં વખણાય છે અહી લોકોને બધા જ પ્રકારની સુવિધા મળી રહે છે તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી અ મંદિરના દર્શને આવતા હોય છે.

કષ્ટભંજન દેવની લાઇવ આરતી

મંદિરનો દર્શન કરવાનો સમય સવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9
પ્રસાદનો સમય બપોરે 1 થી ૩ વાગ્યા સુધી
પૂજા નો સમય સવારે 8 થી 9
દર્શન માટે લીધેલો સમય1-2 કલાક
પ્રવેશ ફી મફત
મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય ઓગસ્ટ થી માર્ચ
પહેરવેશ પુરુષ: ધોતી . સ્ત્રી: સાડી
પૂજા અન્ન્દાનામ, વસ્ત્ર સમર્પણ
નજીકનું શહેર બોટાદ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *