રેશનકાર્ડ ધારકોને મળશે આ મહિનામાં આટલું અનાજ, તમને કેટલું મળશે જાણો અહીં ક્લિક કરીને

તમે રેશનકાર્ડ ધારક છો? તમને ખબર નથી કે આ મહિને તમને કેટલું અનાજ મળવા પાત્ર છે? કયા અનાજ માટે કેટલા રૂપિયા આપવા પડશે અને કયું અનાજ મફત મળશે? રેશનકાર્ડ ધારકોને વિવિધ યોજનાઓ હેઠળ મળતા અનાજ વિશેની સંપૂર્ણ જાણકારી આ પોસ્ટમાં આપેલ છે. ગુજરાતના રેશનકાર્ડ ધારકોને અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા મુખ્યત્વે નિયમિત વિતરણ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ આપવામાં આવે છે.

PMKGY – પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

આ યોજના પ્રધાનમંત્રી દ્વારા કોરોના કાળમાં લોકોને મફતમાં અનાજ મળી રહે તે માટે એપ્રિલ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ૮૦ કરોડ લોકોને મફત અનાજનો લાભ મળ્યો છે. આમ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 1 વર્ષમાં પૂર્ણ થવાની હતી, પરંતુ આ યોજનાને મુદત લંબાવીને સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી કરવામાં આવી છે.

રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ તથા અમદાવાદ શહેરમાં NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વ્યક્તિદીઠ ૧ કિ.ગ્રા. ઘઉં અને ૪ કિગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તા.૧૬.૦૭.૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવશે.

આ મહીને મળનાર અનાજનો જથ્થો

રાજ્યના ૭૧ લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોની ૩.૪૪ કરોડ જનસંખ્યાને જુલાઈ-૨૦૨૨ મહિનાના રાહતદરના નિયમિત વિતરણ સબંધિત અગત્યની જાણકારી અહી આપેલ છે.

જુલાઈ મહિનાના અનાજ વિતરણ અંગેની માહિતી

  • જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જુલાઈ મહિનાનું નિયમિત વિતરણ તા.૦૧.૦૭.૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે.
  • NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ અને કેરોસીનના મળવાપાત્ર જથ્થાની વિગત ઉપર મુજબ છે.
  • રાજ્યના ૫૦ વિકાસશીલ તાલુકામાં આવેલા NFSA હેઠળ સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને જુલાઈ-૨૦૨૨થી પ્રતિકુટુંબ ૧ કિ.ગ્રા. ચણા રૂ.૩૦/-ના રાહત ભાવથી મળવાપાત્ર થશે જેનું વિતરણ તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવશે.