Advertisements

માત્ર આટલા રોકાણમાં મળશે 16 લાખનો લાભ જાણો પોસ્ટ ઓફિસ ની આ સ્કીમ વિશે

Advertisements

Post Office Scheme 2023: જો તમે એવી સ્કીમ શોધી રહ્યા છો જે તમને ટૂંકા ગાળામાં સારું રિટર્ન આપે, તો તમારી શોધ અહીં સમાપ્ત થાય છે. કારણ કે પોસ્ટ ઓફિસ (Post Office) ની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ (recurring deposit scheme) માં જોડાયા બાદ તમે માત્ર 10 વર્ષમાં 16 લાખ રૂપિયાનું મોટું ફંડ બનાવી શકો છો. આટલું જ નહીં, આ યોજનામાં જોડાયા પછી, પોસ્ટ ઓફિસ દ્વારા તમને અન્ય ઘણા લાભો પણ આપવામાં આવે છે. ઉપરાંત, તમારું રોકાણ સંપૂર્ણપણે જોખમ મુક્ત હોય છે. કારણ કે, પોસ્ટ ઓફિસ એ શેર બજાર (Share Market) પર આધારિત સંસ્થા નથી.

રિકરિંગ ડિપોઝિટ યોજના

રિકરિંગ ડિપોઝિટ (RD) એ ભારતમાં ઘણા લોકો માટે ખૂબ જાણીતી બચત યોજના (Savings Scheme) છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેંક, ICICI બેંક અને અન્ય સહિતના ટોચની બેંકો તમને RD ખાતું ખોલવાનો વિકલ્પ આપે છે. તમે બેંક અને પોસ્ટ ઓફિસ (Post Office) સિવાય સ્મોલ ફાઇનાન્સ બેંક્સમાં પણ આરડી એકાઉન્ટ ખોલાવી શકો. આ દરેક બેંકમાં અલગ-અલગ સમય ગાળા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ 5 વર્ષ કે 5થી વધુ વર્ષ માટે આરડી એકાઉન્ટમાં મળતા વ્યાજનો દર (Interest rates on RD) પણ અલગ અલગ હોય છે. તમારી સરળતા માટે અમે અહીં વિવિધ બેંકના રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજદર રજૂ કરી રહ્યા છીએ.

પોસ્ટ ઓફિસ માં મળશે લાભ

બેંકોની સાથે પોસ્ટ ઓફિસ પણ રિકરીંગ એકાઉન્ટની સુવિધા આપે છે. જેમાં રિકરીંગ એકાઉન્ટ ધારકોને 1 વર્ષની શરતે 5.5 ટકા, 2 વર્ષની શરતે 5.50 ટકા, 3 વર્ષની શરતે 5.50 ટકા, 5 વર્ષની શરતે 6.7 ટકા સુધી વ્યાજ મળે છે.
આપને જણાવી દઇએ કે લક્ષ્મી વિલાસ બેંક 2 વર્ષ માટે સૌથી વધુ 7.50 ટકા અને યસ બેંક પણ 7.50 ટકા વ્યાજદર સાથે દેશમાં સૌથી વધુ ઇન્ટરસ્ટ રેટ આપતી બેંકો છે. જ્યારે 3 વર્ષ અને 4 વર્ષના સમયગાળા માટે લક્ષ્મી વિલાસ બેંક 7.50 ટકા પ્રતિ વર્ષ વ્યાજ દર આપે છે.

માત્ર 100 રૂપિયા થી પણ થશે રોકાણ

પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમની મદદથી તમે ઓછા ખર્ચમાં રોકાણની શરૂઆત કરી શકો છો. આ સિવાય આ સ્કીમમાં તમે રૂપિયાને સુરક્ષિત રાખી શકો છો. તેમાંતમે 100 રૂપિયા મહિનાથી રોકાણ શરૂ કરી શકો છો. રોકાણની વધારે રાશિની કોઈ સીમા નથી. તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ આરડી ડિપોઝિટ એકાઉન્ટ સારા વ્યાજ સાથે નાની રકમ જમા કરવાની સરકારની ગેરેંટી યોજના છે.

જુઓ કેવી રીતે મળશે 16 લાખ રૂપિયા

જો તમે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 10 વર્ષ માટે દર મહિને 10 હજારનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી સમયે તમને 16,26,476 લાખ રૂપિયા મળે છે. આ સમયે તમે આરડીની રકમ ભરતા નથી તો તમને દંડ પણ લાગે છે. હપ્તો મોડો થવા માટે દર મહિને 1 ટકા દંડ ભરવાનો રહેશે. આ સિવાય જો તમે સતત 4 હપ્તા ભર્યા નથી તો તમારું એકાઉન્ટ બંધ થશે. તેને 2 મહિના બાદ ફરીથી ચાલુ કરાવી શકાશે.