પ્રધાનમંત્રી વય વંદના યોજના : વરિષ્ઠ નાગરિકો બચત કરેલ નાણાંને રોકાણ કરી પોતાની બચત સુરક્ષિત કરી શકે છે

જ્યારથી આપણા ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારથી ભારતમાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો માટે અવાર નવાર નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોએ મહેનત કરીને જીવનભર કમાણી કરી હોય છે, જે તેમને તેમના ઘડપણના સમયમાં ખુબ જ કામ લાગે છે. આથી, વરિષ્ઠ નાગરિકો માટે આ કમાણી એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જ્યાં તેમને ઘડપણમાં સારું વળતર મળી રહે અને તેમની આ કમાણી યોગ્ય જગ્યાએ સુરક્ષિત રહે.

વરિષ્ઠ નાગરિકોની કમાણી સુરક્ષિત રહે અને તેમને સારું વળતર મળી રહે તે માટે, આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana – PMVVY) ની શરૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના યોજના હેતુ શું છે? તેનો લાભ કોણ લઈ શકે? વગેરે વિશે વિગતવાર માહિતી મેળવીએ.

પ્રધાનમંત્રી વય વંદના યોજના

પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધ લોકો પોતાનું જીવન ધોરણ સારી રીતે ગુજારી શકે તે માટે માસિક તથા વાર્ષિક પેન્શન આપવાનો છે. ભારત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે આ યોજનાની શરૂઆત 4 મે, 2017ના રોજ કરવામાં આવી હતી અને આ યોજના ભારતની સૌથી મોટી વીમા કંપની LIC (ભારતીય જીવન વીમા નિગમ – Life Insurance Corporation of India) હેઠળ ચલાવવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો બચત કરેલ નાણાંને આ યોજનામાં રોકાણ કરી પોતાની બચત સુરક્ષિત કરી શકે છે અને તેમને રોકાણ પર સારું વળતર મળી શકે છે. આમ, પ્રધાનમંત્રી વય વંદના યોજના એક પેન્શન યોજના છે, જે વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના – હાઇલાઇટ્સ

યોજનાનું નામપ્રધાનમંત્રી વય વંદના યોજના
હેઠળરાજ્ય સરકાર
યોજનાનો હેતુપ્રધાનમંત્રી વય વંદના યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધ લોકો પોતાનું જીવન ધોરણ સારી રીતે ગુજારી શકે તે માટે માસિક તથા વાર્ષિક પેન્શન આપવાનો છે.
યોજના હેઠળ મળવાપાત્ર લાભઆ યોજનામાં લાભાર્થી પોતાના રોકાણ અનુસાર ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 9,250 સુધીનું માસિક પેન્શન મેળવી શકે છે.
સત્તાવાર સાઈટlicindia.in

પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો હેતુ

પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધ લોકો પોતાનું જીવન ધોરણ સારી રીતે ગુજારી શકે તે માટે માસિક તથા વાર્ષિક પેન્શન આપવાનો છે. ભારત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે આ યોજનાની શરૂઆત 4 મે, 2017ના રોજ કરવામાં આવી હતી અને આ યોજના ભારતની સૌથી મોટી વીમા કંપની LIC (ભારતીય જીવન વીમા નિગમ – Life Insurance Corporation of India) હેઠળ ચલાવવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો બચત કરેલ નાણાંને આ યોજનામાં રોકાણ કરી પોતાની બચત સુરક્ષિત કરી શકે છે અને તેમને રોકાણ પર સારું વળતર મળી શકે છે. આમ, પ્રધાનમંત્રી વય વંદના યોજના એક પેન્શન યોજના છે, જે વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ મળવાપાત્ર લાભ

 • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર માટે કોઈ મર્યાદા નથી. તેમજ આ યોજનામાં કોઈ પણ પ્રકારની તબીબી તપાસ કર્યા વિના પોલિસી ખરીદી શકાય છે.
 • આ યોજનાનો લાભ લેવો માટે લાભાર્થી ભારતીય નાગરિક હોવો જોઈએ.
 • આ યોજના અંતગર્ત લેવામાં આવેલી LIC પોલિસીની મુદત 10 વર્ષની છે. જોકે, પોલિસી ખરીદ્યા પછી લાભાર્થી તેને પોલિસીના નિયમો અનુસાર 10 વર્ષ પહેલા પણ બંધ કરી શકે છે.
 • આ યોજનામાં ઓફલાઈન અને ઓનલાઈન બન્ને રીતે અરજી કરી શકાય છે. જો પોલિસી લીધા બાદ કોઈ કારણસર તેને બંધ કરવા માટે ઓફલાઈન પોલિસી ખરીદી હોય તો 15 દિવસ અને ઓનલાઈન ખરીદી હોય તો 30 દિવસનો સમયગાળો આપવામાં આવે છે.
 • આ યોજનામાં રોકાણ કરવા માટેની છેલ્લી તારીખ 31/03/2020 હતી, જેને વધારીને 31/03/2023 સુધી લંબાવવામાં આવેલ છે, એટલે કે લાભાર્થી આ યોજનાનો લાભ તા. 31/03/2023 સુધી લઈ શકે છે.
 • આ યોજનામાં વધુમાં વધુ રૂ. 7,50,000/- રકમનું રોકાણ થઈ શકતું હતું, પરંતુ હવે તે રકમને વધારીને રૂ. 15,00,000/- કરી દેવામાં આવી છે.
 • આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક પેન્શન મેળવી શકે છે, પોલિસીધારક પોતાની ઈચ્છા અનુસાર માસિક, ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક પેન્શન મેળવી શકે છે. તેમજ લાભાર્થી પોલિસીની માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક ચુકવણી કરી શકે છે અને પેન્શનની ચુકવણી NEFT અથવા આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ દ્વારા કરી શકાય છે.
 • આ યોજનામાં લાભાર્થી પોતાના રોકાણ અનુસાર ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 9,250 સુધીનું માસિક પેન્શન મેળવી શકે છે. તેમજ આ યોજના હેઠળ લાભાર્થીને GST માંથી મુક્તિ મળે છે.
 • આ યોજનામાં પોલિસીની મુદતના 10 વર્ષના સમયગાળા દરમિયાન લેનાર મૃત્યુ પામે તો પોલિસીમાં જમા થયેલી રકમ પોલિસી ધારકના વારસદારને પરત કરવામાં આવશે, તેમજ પોલિસી ધારક આત્મહત્યા કરે તો પણ જમા થયેલ રકમ પરત કરવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ (Passport Photograph)
 • આધાર કાર્ડ (Aadhar Card)
 • પાન કાર્ડ (Pan Card)
 • મોબાઈલ નંબર (Mobile Number)
 • ઉંમરનો પુરાવો (Proof of age)
 • આવકનું પ્રમાણપત્ર (Income Certificate)
 • રહેઠાણનો પુરાવો (Proof of residence)
 • બેંક પાસબુક (Bank Passbook)

આ યોજના માટે અરજી કઈ રીતે કરવી?

પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં ઓફલાઈન અને ઓનલાઈન એમ બન્ને રીતે અરજી કરી શકાય છે. ઓફલાઈન અરજી કરવા માટે અરજદારે પોતાની નજીકની LIC (ભારતીય જીવન વીમા નિગમ) ની શાખા પર જઈ ફોર્મ ભરવાનું રહેશે. ઘરે બેઠાં પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

 • પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા LIC અધિકૃત વેબસાઈટ https://licindia.in/ પર જવું પડશે.
 • LIC અધિકૃત વેબસાઈટ ખોલ્યા પછી, “BUY POLICY ONLINE” ક્લિક કરવાનું રહેશે. “BUY POLICY ONLINE” પર ક્લિક કરશો એટલે તમામ પોલિસી આવી જશે. જેમાં તમારે “Pradhan Mantri Vaya Vandana Yojana” ના બટન પર ક્લિક કરો.
 • તેના પર ક્લિક કરશો એટલે “Online Registration” કરવાનું રહેશે.
 • રજીસ્ટ્રેશન ફોર્મમાં પુછવામાં આવેલ માહિતી ભરી, જરૂરી દસતાવેજો અપલોડ કરી “Submit” બટન પર ક્લિક કરશો એટલે તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટClick Here
HomePageClick Here