Advertisements
ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરેલી છે. જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે. તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજના ચાલુ કર્યો છે. જે મહિલાઓને આપવામાં આવે છે. આજે આપણે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના યોજના વિશે વાત કરીશું.
આ યોજના રૂપિયા 6000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અન્વયે, પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ લેખ દ્વારા, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. જેવી કે આ યોજનાના લાભો, પસંદગીની પાત્રતા, વગેરે નીચે સંપૂર્ણ વિગતવાર સમજાવવામાં આવી છે, અને મહિલા અને બાળ વિકાસની યોજના માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. માટે લેખને અંત સુધી વાંચો.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના
ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી. માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો, નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી. એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં થઈ શકતો નથી અને ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. ગરીબી અને કુટુંબની આર્થિક અવદશાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના- હાઇલાઇટ્સ
યોજના નું નામ | Pradhanmantri Matru Vandana Yojna |
યોજના નો પ્રકાર | કેન્દ્ર સરકારની યોજના |
છેલ્લી તારીખ | NOT DECLARED |
લાભાર્થી | ગર્ભવતી મહિલા |
મળવાપાત્ર લાભ | 6000/- |
પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો હેતુ
- પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય તે મુખ્ય હેતુ છે.
- આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં આપવા.
- સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓમે
પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ
- 2017 ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી, પરિવારમાં પહેલાં બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ અપાશે.
- લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે.
- ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં-
- યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે.
- ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.
- લાભાર્થીને આર્થીક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય, ત્યારબાદ ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે.
- એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તાની સહાય મળી શકશે.
- યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય.
- જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહી મળે પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે.
- આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ મળી શકશે.
આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
પ્રથમ હપ્તા માટેના ડોક્યુમેન્ટ
- અરજી ફોર્મ A,
- બાળક ની મમતાકાર્ડ ખરી નકલ.
- માતા નાં આધાર કાર્ડ ની ખરી નકલ.
- બેંક અથવા પોસ્ટ ઓફિસ નાં ખાતા ની પાસબુક ની ખરી નકલ.
- BPL લાભાર્થી ને BPL નો તલાટી નો દાખલો.
- શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકા માંથી BPL નો દાખલો રજૂ કરવો
બીજા હપ્તા માટેના ડોક્યુમેન્ટ
- અરજી ફોર્મ B.
- બાળક નું મમતા કાર્ડ ની ખરી નકલ.
ત્રીજા હપ્તા માટેના ડોક્યુમેન્ટ
- અરજી ફોર્મ C.
- બાળક નું મમતાકાર્ડ ની ખરી નકલ.
- માતા નું આધાર કાર્ડ અને પિતા નું આધાર કાર્ડ ની ખરી નકલ.
- બાળક નાં જન્મ નાં પ્રમાણપત્ર ની ખરી નકલ.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |