Advertisements
PM Kusum Yojana 2022 દેશના અને રાજ્યના ખેડૂતો માટે નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સૌર ઊર્જા દ્વારા ચાલતા સોલાર પંપની ખરીદી અને ઉપયોગ વધે તે અંત્યત જરૂરી છે. વધુમાં ડીઝલ દ્વારા ચાલતા પંપનો વપરાશ ઘટે તેવા વિશે ઉદ્દેશ્ય સાથે પીએમ કુસુમ યોજના દાખલ કરેલી છે. આ યોજના હેઠળ કિસાનો પોતાની જમીન પર સોલાર પેનલ લગાવી શકે છે. પ્રિય વાંચકો, આજે આર્ટિકલ દ્વારા આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.
પ્રધાનમંત્રી કુસુમ યોજના
કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત કાર્યરત છે. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાની શરૂઆત અનેક રાજ્યોમાં કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના ખેતરોમાં સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે અને જો વધારે વીજળીનું ઉત્પાદન થાય તો તેને ગ્રીડ સપ્લાય કરીને આવક પણ મેળવી શકે છે. ખેતરમાં સિંચાઈ માટે વીજળીની સમસ્યાનો સામનો કરતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ ઉઠાવીને સોલાર પમ્પ વસાવી શકે છે. આ યોજના અંતર્ગત સરકારે 27 લાખ ખેડૂતોને સોલાર પમ્પ વિતરિત કરવાનો નિર્ણય કર્યો છે, જેથી સિંચાઈના સંકટનો સામનો કરતાં ખેડૂતોને રાહત પ્રાપ્ત થાય.
પ્રધાનમંત્રી કુસુમ યોજના- હાઇલાઇટ્સ
આર્ટિકલનું નામ | પ્રધાનમંત્રી કુસુમ યોજના |
યોજના ચાલુ થયાનું વર્ષ | 2022 |
યોજનાનો ઉદ્દેશ્ય | સૌર ઉર્જા પેદા કરીને ખેડૂતોને આવકમાં વધારો કરવાનો. |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા ખેડૂતો |
શરૂઆત કોના દ્વારા થશે. | જે તે રાજ્ય સરકાર |
વિભાગ | કૃષિ અને ઉર્જા વિભાગ |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
PM કુસુમ યોજનાના ૩ ભાગો
કુસુમ યોજનાના ત્રણ ભાગ છે, કમ્પોનન્ટ-એ, બી, અને સી. ઘટક-એમાં ખેડૂતોને તેમની જમીન પર પોતાનો સોલર પ્લાન્ટ લગાવો પડશે. ઘટક બી અને સીમાં, ખેડૂતોના ઘરો અને તેમના ખેતરોમાં પમ્પ લગાવવાના હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો છે.
પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો ઉદેશ્ય
- દેશના ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવી.
- ખેડૂતોને ઓછા ખર્ચે સૌર ઉર્જાથી ચાલતા પંપ ઉપલબ્ધ કરાવવા.
- દેશમાં નાના પાયા પર વીજળી ઉત્પન્ન કરવી.
પ્રધાનમંત્રી કુસુમ યોજનાના લાભો
આ યોજના અતંર્ગત ખેડૂતો સોલાર પમ્પની કિંમતના ફક્ત 10 ટકા રકમ જ પોતાના તરફથી ખર્ચ કરવાની રહેશે. જ્યારે બાકીની 60 રકમનો ખર્ચ સરકાર વહન કરશે તો 30 ટકા રકમ બેંકમાંથી લોન તરીકે મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતની પાસે પોતાનું આધારકાર્ડ અને પોતાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. જો કોઈ ખેડૂત પાસે પણ બંજર જમીન હોય તો તે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે..
PM Solar Panel પર 90 ટકા સુધી વળતર
આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર Solar Panel લગાવવા માટે ફક્ત 10 ટકા રકમ ભરવાની રહેશે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 60 % સુધી સબસીડીની રકમ આપે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સમાન યોગદાન આપવાની શરત સામેલ છે. વધુમાં, બેંક તરફથી 30 ટકા ફી લોનની જોગવાઈ છે. આ લોનને ખેડૂતો તેમની આવકમાંથી સરળતાથી ભરી શકે છે.
PM કુસુમ યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- આવકનું પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- સરનામાનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
પીએમ કુસુમ હેલ્પલાઈન નંબર
આ યોજના વિશે વધુ માહિતી માટે, તમે વ્યક્તિગત રીતે નજીકની વીજ કંપનીની ઓફિસની મુલાકાત લઈ શકો છો અને મદદ મેળવી શકો છો. તમે હજુ પણ નીચેની હેલ્પલાઈન પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.
અધિકૃત વેબસાઈટ | Click Here |
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |