આજના વ્યસ્ત જીવનમાં લોકો માટે સુરક્ષા વીમો ખૂબ જ જરૂરી બની ગયો છે. દરેક વર્ગના લોકો તેમના જીવનને સુરક્ષિત રાખવા માટે વીમો મેળવે છે. વીમાના મહત્વને સમજીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી, જેના દ્વારા લાખો લોકો વીમા મેળવીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ PM સુરક્ષા યોજના હેઠળ વીમો મેળવવા પર, વીમા ધારકને જોખમ કવરેજ, અકસ્માત મૃત્યુ અને સંપૂર્ણ અપંગતા માટે 2 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય છે.
2 લાખ સુધી નો મળશે વીમો
ભારત સરકાર દ્વારા એકદમ મામૂલી પ્રીમિયમમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના” (PMBSY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અમલીમાં મૂકવામાં આવેલ છે. PMBSY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. જે પ્રીમિયમ બેંક અને પોસ્ટ ખાતામાં ભરી શકાય છે. આ યોજનાનો લાભ અકસ્માતમાં મૃત્યુ અને વિકલાંગતાના કિસ્સામાં મળવાપાત્ર છે. વીમા લેનારનું અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા અને વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા વીમા કવચ મળવાપાત્ર થશે.
લાભ મેળવવા પ્રધાનમંત્રી જન ધન યોજનામાં બેંક એકાઉન્ટ જરૂરી
Pradhan Mantri Suraksha Bima Yojana 2023 યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 31 May માસના અંત સુધીમાં ભરવાનું હોય છે. જો અગાઉ પ્રીમિયમ કપાવેલ હશે તો આપના બેંક અથવા પોસ્ટ ખાતામાંથી Auto-Debit થઈ જશે. આ યોજનાનો લાભ ચાલુ રાખવો હોય તો આપના બેંક અથવા પોસ્ટ ખાતામાં બેલેન્સ રાખવું જરૂરી છે. આ યોજના કોઈપણ એક જ એકાઉન્ટમાં લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ પ્રધાનમંત્રી જન ધન યોજના ના બેંક એકાઉન્ટમાં લાભ મળે છે.
અરજી કરવા માટે ઉપયોગી દસ્તાવેજ
- અરજીપત્રક
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- ઓળખપત્ર
- આવકનો દાખલો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- મોબાઈન નંબર
યોજનામાં મળવાપાત્ર લાભ
- જો અરજદારના અન્ય કોઈ ખાતામાંથી પ્રીમિયમની રકમ બે વાર કાપવામાં આવે છે, તો તે બેંકમાં જઈને ખાતામાં રૂપિયા પરત મેળવી શકે છે.
- બેંક અને વીમા કંપની દ્વારા દર વર્ષે 1 જૂને પોલિસી રિન્યૂ કરવામાં આવે છે.
- પ્રીમિયમ બેંકમાંથી ઓટો-ડેબિટ દ્વારા ચૂકવવામાં આવે છે.
- અરજદાર પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી ઓનલાઈન પોર્ટલ પર જઈને પીએમ સુરક્ષા યોજના માટે સરળતાથી અરજી કરી શકે છે.
- જો પોલિસી ધારકનું મૃત્યુ થાય છે અને 45 દિવસ સુધી દાવો કરવામાં આવ્યો નથી, તો 45 દિવસ પછી ફોર્મ ભર્યા પછી, વીમા કંપની નોમિનીને 2 લાખ સુધીનું વીમા કવચ આપે છે.
- દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રહેતા લોકો સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે.
ફોર્મ કેવી રીતે ભરવું
- પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના (PMSBY)નું ફોર્મ તમે ઓનલાઇન અથવા તો બેન્કમાં જઈને ભરી શકો છો.
- કોઈ પણ બેન્કમાંથી તમે આ વીમો લઇ શકો છો. પબ્લિક સેકટરની સાથે પ્રાઇવેટ બેન્કો પણ વેબસાઈટ પર યોજના સંબંધિત જાણકારી આપે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે. બેન્ક એકાઉન્ટમાંથી સીધા પૈસા ડેબિટ થઇ શકે છે.
- આ ફોર્મ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બાંગ્લા, કન્નડ, ઓડિયા, મરાઠી, તેલુગૂ અને તમિલ ભાષામાં છે. જે બેન્કમાં તમારું સેવિંગ એકાઉન્ટ હોય ત્યાં જઈને તમે આ ફોર્મ જમા કરાવી શકો છો.
ઉપયોગી લીંક
PDF ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
Pingback: કાયમી વસવાટ કરતા ગુજરાતીઓ ને સરકાર આપશે મફત પ્લોટ : મફત પ્લોટ યોજના ગુજરાત 2023 - Class 3 exam
Pingback: નોકરી કરતા પણ સારું : તમારા જ ગામમાં માત્ર 5 હજાર માં પોસ્ટ ફ્રેન્ચાઈજી લો અને મહિને કમાઓ 25,000 રૂપિયા