Advertisements

પોસ્ટ ઓફિસ એ આપી ખેડૂતો ને ખુશખબર : માત્ર 50 ના રોકાણ પર મળશે 35 લાખ રૂપિયાનું રિટર્ન જુઓ માહિતી

Advertisements

ગ્રામ સુરક્ષા યોજના : પોસ્ટ ઓફિસ ઘણી નવી યોજનાઓ સાથે આવતી રહે છે અને તેની મોટાભાગની યોજનાઓ લોકોને ખૂબ જ પસંદ આવે છે, કારણ કે તે લોકોને સારો નફો આપે છે. આજે અમે તમને આવી પોસ્ટ ઓફિસની એક ખાસ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ યોજના ખાસ કરીને ગ્રામજનો માટે આવી છે. તેનું નામ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે. આ સ્કીમ ખૂબ ફેમસ છે. તેમાં ગ્રામીણ લોકોને આર્થિક અને સામાજિક રીતે મદદ કરવામાં આવે છે. તેની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમાં તમારે દરરોજ માત્ર 50 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને તેના પર તમને શાનદાર રિટર્ન મળશે.ગ્રામ સુરક્ષા યોજના પોસ્ટ ઓફિસની ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ સ્કીમ હેઠળ ચલાવવામાં આવે છે. આ યોજનામાં તમે દર દિવસે 50 રૂપિયાનું રોકાણ કરીને મેચ્યોરિટી પર 35,00,000 રૂપિયાની રકમ મેળવી શકો છો. આ સ્કીમ ખાસ કરીને ગ્રામીણ વસ્તી માટે ડિઝાઈન કરવામાં આવી છે.

ગ્રામ સુરક્ષા યોજના 2023

યોજનાનું નામ ગ્રામ સુરક્ષા યોજના
ભાષા ગુજરાતી
પાત્રતા વ્યક્તિ ભારતની નાગરિક હોવી આવશ્યક છે.
જાહેર કરનાર પોસ્ટ વિભાગ
સતાવાર સાઇટ https://www.indiapost.gov.in/

ગ્રામ સુરક્ષા યોજનાની વિશેષતાઓ

  • આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર 19 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે તમારી પાસે ભારતીય નાગરિકતા હોવી આવશ્યક છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને ઓછામાં ઓછી 10 હજાર રૂપિયાની વીમાની રકમ મળશે. મહત્તમ રૂ.10 લાખની વીમાની રકમ ઉપલબ્ધ થશે.
  • આ યોજના હેઠળ, તમે દર મહિને, ત્રણ મહિના, 6 મહિના અથવા વાર્ષિક રોકાણ કરી શકો છો.
  • જો તમે પ્રીમિયમ ચૂકવવાનું ચૂકી ગયા છો, તો આવી સ્થિતિમાં તમે 30 દિવસની અંદર પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.
  • આ સ્કીમમાં રોકાણકારને લોનની સુવિધા મળે છે. તમે પોલિસી ખરીદ્યા પછી 4 વર્ષ પ્રીમિયમ ચૂકવ્યા પછી લોનની સુવિધા મેળવી શકો છો.

ગ્રામ સુરક્ષા યોજના યોગ્યતા

19થી 55 વર્ષની ઉંમર વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ, ઓછામાં ઓછી વીમા રકમ 10,000 રૂપિયાથી 10 લાખ સુધી થઇ શકે છે. આ યોજનાનાં પ્રીમિયમનું પેમેંટ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક આધાર પર કરી શકાય છે. પ્રીમિયમનાં પેમેંટ માટે તમારે 30 દિવસોની છૂટ પણ મળે છે. તમે આ સ્કીમ સામે લોન પણ લઈ શકો છો. આ યોજનાને લેવા માટે 3 વર્ષ બાદ તમે સરેન્ડર પણ કરી શકો છો, પરંતુ આ કેસમાં તમને કોઈ ફાયદો નહીં થાય. માની લો કે કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરમાં આ યોજનામાં રોકાણ કરે છે અને કમાય છે, જો એ 10 લાખની પોલિસી ખરીદે છે, તો 55 વર્ષ માટે તેનું માસિક પ્રીમિયમ છે રૂપિયા 1515, 58 વર્ષો માટે 1463 અને 60 વર્ષો માટે 1411 રૂપિયા.

ગ્રામ સુરક્ષા યોજના માટેની પાત્રતા

  • ઉંમર: વ્યક્તિની ઉંમર 19 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • નાગરિકતા: વ્યક્તિ ભારતની નાગરિક હોવી આવશ્યક છે.
  • આ યોજનામાં ભાગ લેવા માટે આ મૂળભૂત આવશ્યકતાઓ છે. જો તમે આ માપદંડોને પૂર્ણ કરો છો, તો તમે સુરક્ષિત અને નફાકારક બચત વિકલ્પ માટે ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરવાનું વિચારી શકો છો.

ગ્રામ સુરક્ષા યોજના ખાસિયત

પ્લાનમાં તમે કોઈપણ જોખમ વિના સારો નફો કમાઈ શકો છો. આ યોજનામાં, તમે નાની રકમનું રોકાણ કરીને મોટી રકમ જમા કરી શકો છો. આ યોજનામાં રોકાણની રકમ એટલી ઓછી છે કે ગામડામાં રહેતા ખેડૂત પણ સરળતાથી તેનો લાભ લઈ શકે છે.આ સિવાય ગ્રાહક 3 વર્ષ પછી પોલિસી સરન્ડર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, તે કિસ્સામાં તેનાથી કોઈ ફાયદો થશે નહીં. પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ઓફર કરવામાં આવેલું બોનસ છે.

ગુજરાત ના પશુપાલકો ને સરકારની સહાય,તબેલો બનાવવા માટે આપશે 4 લાખ સુધીની સહાય

યોજનાનો ફાયદો

જો કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરમાં 10 લાખની ગ્રામ સુરક્ષા ખરીદે છે તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1,515 રૂપિયા, 58 વર્ષ માટે 1,463 રૂપિયા અને 60 વર્ષ માટે 1,411 રૂપિયા હશે. પોલિસી ખરીદનારે 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાનો મેચ્યુરિટી લાભ મળશે. 60 વર્ષ માટે મેચ્યુરિટી લાભ 34.60 લાખ રૂપિયા હશે.

વધુ જાણકારી માટે

આ સ્કીમ વિશે વધુ માહિતી માટે તમે તમારા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. ગ્રાહકો ટોલ ફ્રી નંબર 1800 180 5232/155232 અથવા અધિકૃત વેબસાઈટ www.postallifeinsurance.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.

1 thought on “પોસ્ટ ઓફિસ એ આપી ખેડૂતો ને ખુશખબર : માત્ર 50 ના રોકાણ પર મળશે 35 લાખ રૂપિયાનું રિટર્ન જુઓ માહિતી”

  1. Pingback: ગુજરાત માનવ કલ્યાણ યોજના 2023-24 | Manav Kalyan Yojana 2023-24 અરજી કરવા માટે @e-kutir.gujarat.gov.in - Class 3 exam

Comments are closed.