Advertisements
પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપવામાં આવી રહી છે. 1- ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને 2- પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઈઝી.
હાલ મોંઘવારીના જમાનામાં નોકરીથી થતી કમાણી કદાચ દરેક માટે પૂરતી થઈ રહેતી નથી. આવામાં જો તમારે તમારું પોતાનું કઈ કામ ઓછા રોકાણે કરવું હોય તો આ કામ વિશે તમારે વિચારવા જેવું છે. પોસ્ટ ઓફિસનો પ્રચાર-પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે. હાલ દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. જેની સર્વિસનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. સરકારનું ફોક્સ નેટવર્કની સાથે સાથે ટેક્નોલોજી અપગ્રેડેશન ઉપર પણ છે. પોસ્ટ ઓફિસ (Post office) દ્વારા તમને એક શાનદાર ઑફર આપવામાં આવી રહી છે. તમે માત્ર રૂ. 5,000થી એક નવો બિઝનેસ કરીને દર વર્ષે અઢળક કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈને તમે લાખોની કમાણી કરી શકો છો. સમગ્ર દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે, પરંતુ તમામ સ્થળ પર પોસ્ટ ઓફિસ નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી (Post Office franchise) આપવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપવામાં આવી રહી છે. 1- ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને 2- પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઈઝી. તમે આ બેમાંથી કોઈપણ એક ફ્રેન્ચાઈઝીની પસંદગી કરી શકો છો. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ (Postal stamps) અને સ્ટેશનરી ઘર ઘર સુધી પહોંચાડતા એજન્ટને પોસ્ટલ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી સ્કીમ માહિતી
સ્કીમ નું નામ | પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી સ્કીમ |
કેટલી થશે કમાણી | 25,000 સુધી |
જાહેરાત કરનાર વિભાગ | પોસ્ટ વિભાગ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી સ્કીમ ઉદેશ્ય
પોસ્ટ ઓફિસનો પ્રચાર-પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે. હાલ દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. જેની સર્વિસનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. સરકારનું ફોક્સ નેટવર્કની સાથે સાથે ટેક્નોલોજી અપગ્રેડેશન ઉપર પણ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના સેક્રેટરી અમન શર્માએ તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે આવનારા દિવસોમાં 10 હજાર નવી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવશે. ટેક્નોલોજીની મદદથી અહીં તમામ પ્રકારની સરકારી યોજનાઓ અને ફાઈનાન્શિયલ કામ પૂરા કરી શકાય છે. સરકારનો લક્ષ્ય દર પાંચ કિલોમીટરની અંદર બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સપનું પોસ્ટ ઓફિસની મદદથી પૂરું થશે.
અરજી કરવા માટે પાત્રતા
18 વર્ષની ઉપર કોઈપણ વ્યક્તિ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી શકે છે. અરજી કરનાર વ્યક્તિનો કોઈપણ પરિવારજન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી ન હોવો જોઈએ. તો કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત સ્કૂલમાંથી 8 ધોરણ પાસ હોવા જોઈએ.
આ લાયકાત અને પાત્રતાના માપદંડોને પૂર્ણ કરીને, તમે પોસ્ટ ઓફિસ મિની સેન્ટર માટે અરજી કરી શકો છો અને ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય સ્વતંત્રતા તરફ તમારી મુસાફરી શરૂ કરી શકો છો. અમે તમામ રસ ધરાવતી વ્યક્તિઓને સફળ અરજી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે અરજી કરતા પહેલા સંપૂર્ણ સંશોધન અને તૈયારી કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.
મહિલાઓ ને મળશે સમ્માન સરકાર આપશે મફત ગેસ કનેક્શન : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2023
જરૂરી દસ્તાવેજ
- અરજદારનું આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- વર્તમાન મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રહેઠાણ પ્રમાણપત્ર, વગેરે.
કેવી રીતે કરશો અરજી
- જો તમે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છો છો, તો તમારે આ માટે એક ફોર્મ ભરવું પડશે. ફોર્મ ભરવા માટે આ લિંક https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf પર ક્લિક કરો. આ પછી એક PDF ખુલશે.
- જેમાં તમામ શરતો લખવામાં આવશે અને એક ફોર્મ પણ આપવામાં આવશે. ફોર્મ ભર્યાના થોડા દિવસો બાદ પોસ્ટ ઓફિસમાંથી જવાબ મળશે. જો તમારું ફોર્મ સ્વીકારવામાં આવે તો તમારે એમઓયુ પર સહી કરવી પડશે. બધી શરતોનું પાલન કર્યા પછી, તમે ફ્રેન્ચાઇઝી શરૂ કરી શકો છો.
- ફ્રેન્ચાઈઝી ખોલવા માટે ડિવિઝનલ હેડને અરજી કરવાની રહેશે. અરજી મળ્યાના 14 દિવસની અંદર જવાબ મળી જશે. તેમાં પગારની સુવિધા નથી. સર્વિસના આધારે કમિશનની મદદથી કમાણી થાય છે.
કેટલી થશે કમાણી
- રજિસ્ટર્ડ આર્ટિકલના બુકિંગ પર રૂ. 3 આપવામાં આવશે.
- સ્પીડ પોસ્ટ આર્ટિકલના બુકિંગ પર રૂ. 5 આપવામાં આવશે.
- રૂ. 100થી રૂ. 200ના મની ઓર્ડરના બુકિંગ પર રૂ. 3.5 આપવામાં આવશે.
- રૂ. 200થી વધુના મની ઓર્ડરના બુકિંગ પર રૂ. 5 આપવામાં આવશે.
- દર મહિને રજિસ્ટ્રી અને સ્પીડ પોસ્ટના 1000થી વધુ બુકિંગ પર 20 ટકાનું એક્સ્ટ્રા કમિશન આપવામાં આવશે.
- પોસ્ટલ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મનીઓર્ડરના ફોર્મનું વેચાણ થાય તો તે વેચાણ કિંમતની 5 ટકા રકમ આપવામાં આવશે.
- રેવન્યૂ સ્ટેમ્પ, સેન્ટ્રલ રિક્રુટમેન્ટ ફી સ્ટેમ્પ સહિત રિટેઈલ સેવાઓ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ આવક પ્રાપ્ત થાય તેની 40 ટકા રકમ આપવામાં આવશે.
ઉપયોગી લીંક
સતાવાર PDF | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
Pingback: જો તમે કોલેજ કરો છો,તો જુઓ ઓનલાઇન પૈસા કમાવવાની આ પાંચ રીતો । How to Earn Money in mobile - Class 3 exam