Advertisements

PM મુદ્રા લોન યોજના 2023 : આ યોજના હેઠળ મળશે 50000 થી 1 લાખ સુધીની લોન ઓછા વ્યાજે

Advertisements

PM મુદ્રા લોન યોજના 2023 : કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને નવા ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ આપે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તથા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે ચલાવવામાં આવે છે. મિત્રો, આજે આ આર્ટિકલના માધ્યમ દ્વારા નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી PM Mudra Loan Yojana 2023 વિગતવાર માહિતી મેળવીશું.

PM મુદ્રા લોન યોજના 2023

આપણો દેશ ખેતી પ્રધાન છે. પરંતુ દેશમાં નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નવા ધંધા ચાલુ કરવા માટે જરૂરી ઈન્‍ફ્રાસ્ટ્રકચર મળે તે ખૂબ જરૂરી છે. જેમાં લોન ખૂબ જ અગત્યની બાબત છે. ભારત સરકારે આવા સાહસિકોને લોન સહાયથી સરળ મળી રહે તે હેતુથી PM Mudra Loan Yojana નામની યોજના ચાલુ કરી છે. આ યોજના હેઠળ નવીન કંપનીઓ મુદ્રા લોનના રૂપમાં નાણાંકીય સહાય મેળવી શકે છે. PM Mudra Loan Yojana નો લાભ કોણ-કોણ લઈ શકે, તેના માટે શું-શું ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે તમામ માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું.

PM મુદ્રા લોન યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામપ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજના કોણે ચાલુ કરીભારત સરકાર દ્વારા
યોજનાનો ઉદ્દેશદેશના નાગરિકોને નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવા માટે આ ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ
યોજના હેઠળ લોનની રકમપીએમ મુદ્રા લોન યોજના હેઠળ રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.
Pm Mudra Yojana Helpline Number1800 180 1111 / 1800 11 0001
સત્તાવાર વેબસાઇટ https://mudra.org.in/

મુદ્રા લોન યોજનાનો હેતુ

સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ ઉદ્યોગો (MSME’s) દેશના અથતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. પીએમ મુદ્રા યોજના હેઠળ દેશના નાગરિકો પોતાના નવા ધંધા, ઉદ્યોગ કે વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય, તો તેમને સરળતા લોન તેવી વ્યવસ્થા પૂરી પાડે છે. આ યોજના હેઠળ દેશની અધિકૃત બેંકો દ્વારા લોન ગ્રાહકોને લોન મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ યોજના અમલી બનાવેલ છે.

PM Mudra Loan નીચે મુજબના ઉલ્લેખિત હેતુઓને પરિપૂર્ણ કરીને MSME’s ને મદદ કરે છે.

  • નાગરિકોને નવો ધંધો શરૂ કરવો
  • હાલના વ્યવસાયનું વિસ્તરણ અને વૃધ્ધિ
  • તાલીમ પામેલા તેમજ સક્ષમ કર્મચારીઓની ભરતી
  • નવા મશીનરીની ખરીદી
  • વ્યવસાય માટે કાર્યકારી મૂડી મેળવવી
  • કોમર્શિયલ સાધનોની ખરીદી

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

પીએમ મુદ્રા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ભારતીય નાગરિક આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
  • લાભાર્થીનો ક્રેડીટ સ્કોર સારો હોવો જોઈએ.
  • લોન લેનાર અન્ય બેંકોમાંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ
  • મુદ્રા લોન હેઠળ લોન મેળવતા પહેલા રોકાણ કઈ જગ્યાએ કરશો અને કેટલું કરશો તે બેંકે લેખિતમાં બતાવવું પડશે.
  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
  • પાનકાર્ડ
  • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • છેલ્લા 3 વર્ષનું Income Tax Returns

મુદ્રા લોન યોજનાના વ્યાજદરો

Mudra Loan Interest Rate બેંક દીઠ અલગ અલગ હોય શકે છે. લાભાર્થીઓને આ લોન યોજના હેઠળ અંદાજિત 7.30 ની આસપાસ કે વધુ હોય શકે છે.

બેંકનું નામવ્યાજદરો
SBILinked to MCLR
ICICI BankICICI bank ની માર્ગદર્શિકા મુજબ
IDBI BankIDBI ની માર્ગદર્શિકા મુજબ
UCO Bankઅંદાજિત 8.85% p.a.
Bank of Barodaઅંદાજિત 9.65% p.a.
Indian Overseas BankIndian Overseas bank ની માર્ગદર્શિકા મુજબ
Union Bank of Indiaઅંદાજીત 7.30% p.a.
Canara BankCanara bank ની માર્ગદર્શિકા મુજબ
Central BankCentral bank ની માર્ગદર્શિકા મુજબ
Bank of Maharashtraઅંદાજિત 9.25% p.a.
Oriental Bank of CommerceOriental bank ની માર્ગદર્શિકા મુજબ

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

Pradhan Mantri Mudra Loan Yojana માટે Application કરતી વખતે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જરૂરિયાત હોય છે.

  1. આધારકાર્ડ
  2. અરજદારનું પાનકાર્ડ
  3. સરનામું દર્શાવતો દસ્તાવેજ
  4. પાસપોર્ટ સાઇઝના ફોટા
  5. ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
  6. ધંધાના લાયસન્સના પુરાવા
  7. મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના Quotation
  8. ઈન્‍કમ ટેક્ષ રિર્ટનના દસ્તાવેજો

યોજનાનો લાભ લાભ લેવા માટે અરજી પ્રક્રિયા

પી.એમ મુદ્રા લોન યોજના ઓનલાઈન પણ કરી શકાય છે. નીચે આપેલા પગલાંને અનુસરીને પીએમ મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી કરી શકાય.

  • સૌપ્રથમ Google માં જઈને PM Mudra Loan યોજના ટાઈપ કરવું.
  • જેમાં સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
  • How to Online Apply PM Mudra Loan Yojana
  • આ અધિકૃત વેબસાઈટ પરથી https://www.mudra.org.in/ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
  • નામ, સરનામુ, મોબાઈલ નંબર,KYC વિગતો ચોક્કસ વિગતો સાથે આ ફોર્મ ભરો.
  • જરૂરી Documents લગાવી કે અપલોડ કરી અરજીફોર્મ સબમિટ કરવાની જરૂર છે.
  • બેંક દ્વારા વધારાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે.(બેંકવાઈઝ અલગ અલગ હોઈ શકે છે.
  • ત્યારબાદપસંદ કરેલ બેંક ડોક્યુમેન્‍ટની ચકાસણી કરશે.
  • Mudra Loan yojana Login
  • છેલ્લે, વેરિફિકેશન થઈ ગયા બાદ લોનની રકમ આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here