Advertisements
પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ તેમનું Pmkisan.gov.in E KYC અપડેટ પૂર્ણ કરવું જોઈએ અને તેમના લાભાર્થી ખાતાને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું જોઈએ. નવીનતમ વિકાસ મુજબ, PM કિસાન E KYC તમામ લાભાર્થીઓ માટે ફરજિયાત છે અને તેઓએ તેને pmkisan.gov.in પર ઑનલાઇન પૂર્ણ કરવું આવશ્યક છે. તમારું PM કિસાન KYC પૂર્ણ કરવાની બીજી રીત CSC સેન્ટર દ્વારા છે. તમારે તમારું નજીકનું CSC સેન્ટર શોધવાનું રહેશે અને પછી તમારું Pmkisan.gov.in EKYC કરવા માટે ત્યાં જવું પડશે. પીએમ કિસાન એકાઉન્ટ સાથે તમારા આધાર કાર્ડ લિંકને મંજૂરી આપવા માટે તમારે તમારા બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવો પડશે.
હવે ઘરે મોબાઈલ દ્વારા Online e-KYC કરો
હાલ આપડા ભારત દેશ માં આપડા માનીતા PM નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા દેશ ને આગળ લાવવા માટે ઘણા પ્રકાર ની જાહેરાતો કરવામાં આવે છે.અને દેશ નાં ખેડૂતો માટે તો તેમને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ઘણી યોજનાઓ અમલ મા મુકવામાં આવેલ છે.જેમાં આજે આપડે Pm Kisan e-Kyc Online Registration 2022 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.
PM કિસાન ઈ-કેવાયસી – હાઈલાઈટસ
યોજનાનું નામ | PM કિસાન યોજના |
વર્ષ | ૨૦૨૨ |
સહાયની રકમ | રૂ. ૬૦૦૦/- વાર્ષિક |
લાભાર્થી | ભારતના તમામ ખેડૂતો |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
PM કિસાન ઈ-કેવાયસી મોબાઈલ દ્વારા કઈ રીતે કરવું?
આ યોજના માં ભારત સરકાર દ્વારા સંચાલિત કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો ને 6,000/- રૂપિયા આપવામાં આવે છે.જેના માટે હાલ નાં નવા અપડેટ પ્રમાણે જે લાભાર્થી એ જો આ યોજના નો લાભ મળવાનો ચાલુ હોઈ તો તેઓ એ તેમના નજીકના CSC સેન્ટર ખાતે e-KYC કરાવી લેવું જોઈએ અથવા તો લાભાર્થી પોતે જ પોતાના મોબાઈલ દ્વારા પણ e-KYC કરી શકે છે.
આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે EKYC કરો. આપને સૌપ્રથમ જણાવી દઈએ કે જો આપના આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હશે તો જ આપ ઘરે બેઠા બેઠા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ e-KYC apdate કરાવી શકો છો.માટે આપને આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.
આ પણ વાંચો : BPL ની નવી યાદીમાં તમારું નામ ચકાસો |
- આ માટે આપને સૌપ્રથમ “ Google” માં ભારત સરકાર ની PM Kisan Portal સરકારી વેબસાઇટ પર જાવ.
- હવે આપ “PM Kisan Portal” ના Home Page પર જમણી બાજુ પર નાં મેનુ પર જ્યા “e-KYC” લખેલ હશે ત્યાં ક્લિક કરો.
- જ્યા ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં આપનો આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.જ્યા આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ આપના મોબાઈલ નંબર પર એક OTP જશે.જે OTP ને અહીંયા નાખવાનું રહેશે.
- હવે “Get Aadhar” નામનું નવું Option દેખાશે ત્યાં ક્લિક કરો. જ્યા હવે છેલ્લે તમારે “Submit For Auth” બટન પર ક્લિક કરી ને વેરિફિકેશન કરવાનું રહેશે.
જો તમારા આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લીંક ન હોય તો આપ આપના શહેરી વિસ્તારમાં નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) જઈને કિસાન સન્માન નિધિ યોજનામાં e-KYC કરી શકો છો.
PM કિસાન લોગીન પેજ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |