Advertisements

PM Awas Yojna 2023: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 સરકાર આપશે મકાન બનાવવા સહાય

Advertisements

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. Pradhan Mantri Awas Yojna In Gujarati, પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી આવાસ હેઠળ શહેરના નાગરિકો માટે મકાનો બનાવવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2023-24

યોજના નું નામપ્રધાનમંત્રી આવાસ યોજના 2023
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો પોતનું પાક્કું મકાન બનાવી શકે છે.
અરજી નો પ્રકારઓનલાઈન
લાભાર્થી દેશ નાં તમામ નાગરિકો

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 કોને લાભ મળી શકે

નરેન્દ્ર મોદી સરકારના વર્ષ 2023 સુધી બધાને પાકું મકાન મળે તે હેતુથી વડાપ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં રહેતા લોકો માટે બનાવાઈ છે. તેમાં ઓછી આવક ધરાવતા લોકોને ગામોમાં પોતાનું મકાન બનાવવા માટે મદદ મળે છે. સાથે જ હોમ લોન પર વ્યાજ દરોમાં સબસિડી પણ મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન 25મી જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું જે વર્ષ ૨૦૨૩ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે.આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે 50,000 રૂપિયા, પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં 1 લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના પાત્રતા

  • જમીન ના માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
  • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
  • કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવા જોઈએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ

  • જમીન માલિકી ના પુરાવા(પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ)
  • લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો આવકનો દાખલો(૩ લાખ થી ઓછી આવક મર્યાદા)
  • લાભાર્થી ના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર સોગંધનામું.
  • આધારકાર્ડ ની નકલ(કુટુંબ ના તમામ સભ્યની)
  • ચુંટણીકાર્ડ ની નકલ
  • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  • રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો
  • લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • સંયુક્ત માલિકી ના કિસ્સા માં નમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર સંમતિપત્ર.

પ્રધાનમંત્રી આવાસ યોજના અરજી કયાં કરવી

  • મહાનગર પાલિકા વિસ્તારના લોકો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
  • જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના લોકો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

પીએમ આવાસ યોજના 2023 લાભાર્થીની યાદી કેવી રીતે જોવી

  • જ્યારે તમે PMAY માટે અરજી કરો છો, ત્યારપછી તમે ચકાસી શકો છો કે તમે આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં આવ્યા છો કે નહીં. PMAY યાદીમાં નામ જોવા માટે, તમારે પહેલા pmaymis.gov.in ની વેબસાઇટ પર જવું પડશે.
  • આ પછી Beneficiary પર માઉસ રાખો ત્યાં તમને સર્ચ બાય નેમ દેખાશે.
  • સર્ચ બાય નામ પર ક્લિક કરો અને પેજ ઓપન કર્યા પછી તમને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરીને show પર ક્લિક કરો.
  • આ પછી તમે જોઈ શકશો કે તમે લાભાર્થી છો કે નહીં. તમારી સામે બધી માહિતી ઉપલબ્ધ થશે.

ઉપયોગી લિન્ક

સત્તાવાર સાઇટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

1 thought on “PM Awas Yojna 2023: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 સરકાર આપશે મકાન બનાવવા સહાય”

  1. Pingback: આયુષ્માન ભારત યોજના 2023/24, હવે 5 લાખ થી વધારી સહાય 10 લાખ કરવામાં આવી - Class 3 exam

Comments are closed.