જો તમે વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને હજુ સુધી પાસપોર્ટ નથી બનાવ્યો તો તમે ખૂબ જ સહેલાઈથી પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ઘરે બેઠા બેઠા જ 15 થી 20 દિવસમાં તમારો પાસપોર્ટ બનીને આવી જશે. ઉપરના વીડિયોમાં તમને પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લાયથી ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયા વિશે સમજાવવામાં આવ્યું છે. જેનાથી તમારો સમય અને એજંટનો ખર્ચો પણ બચી જશે.તો પાસપોર્ટ માટે ઘરે બેઠા કેવી રીતે એપ્લાય કરી શકશો, આ પ્રોસેસ માટે શુ ડીટેઈલ્સ આપવી પડશે આ તમામ વિગતો જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો
પાસપોર્ટ કઢાવો ઓનલાઈન ઘરે બેઠા
ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે mPassportSeva મોબાઇલ એપ લોન્ચ કરી છે. જેનાથી કોઇપણ વ્યક્તિ કોઇપણ સ્થળે બેસીને પોતાના મોબાઇલથી જ પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. આ એપ એન્ડ્રોઇડ અને આઈઓએસ બંન્નેમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપના લોન્ચિંગ પછી હવે અરજીકર્તાને કોમ્પ્યુટર અને પ્રિન્ટરની જરૂર નહીં પડે. તે સીધા પોતાના મોબાઇલથી જ પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.
ભારતની જનતાને કચેરીના ધક્કા ખાધા વગર પાસપોર્ટ ઘરે બેઠા બનાવવા માટે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે mPassportSeva નામની એક નવી એપ લોન્ચ કરી છે જેના વિશેની તમામ પ્રકારની માહિતી નીચે આપ્યા મુજબ છે…
શું છે આ mPassportSeva એપ
નવી એપમાં તમે ન્યૂ યૂઝર રજિસ્ટ્રેશન કર્યા પછી તમારા નવા એકાઉન્ટમાં સાઇન ઇન કરશો અને એપ્લીકેશન ફોર્મ ભરતા તમે પાસપોર્ટ માટે અને પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ માટે પણ અરજી કરશો.
સાથે જ તમે આ દરમિયાન પાસપોર્ટ સર્વિસ માટે જરૂરી એકવારમાં આપવામાં આવતી રકમની ઓનલાઇન ચૂકવણી કરી શકશો અને અહીંથી જ તમારી અપોઇમેન્ટ નક્કી થઇ જશે. જો તમે પાસપોર્ટ માટે પોતાના મોબાઇલમાંથી જ અરજી કરવા માંગો છો તો સૌથી પહેલા Passport Seva app એપને ખોલો અને New User Registration વિકલ્પ પર ક્લિક કરો. જે પછી પોતાની પાસપોર્ટ ઓફિસની પસંદગી કરો. જે પછી પોતાનું નામ, જન્મની તારીખ, ઇમેલ આઇડી નાંખો. ઇમેલ આઇડી અને લોગઓન આઇડીની સુવિધાઓ ચેક કરો. જ્યારે તમારી ઇમેલ આઈડી અને લોગઇન આઈડી સુવિધાની પુષ્ટિ થઇ જાય છે પછી તમારો પાસવર્ડ સેટ કરો અને સવાલની હિંટ આપી દો. આ પછી કેપ્ચા કોડ નાંખતા સબમિટ ઓપશન પર ક્લિક કરો. આ રીતે તમારી નોંધણીની પ્રોસેસ પુરી થઇ જશે.
તમે ફોર્મ સબમિટ કરી દેશો, પાસપોર્ટ ઓફિસ તમારી રજિસ્ટર્ડ ઇમેલ આઇડી પર લિંક મોકલશે, જેની પર ક્લિક કરીને તમે પોતાનું એકાઉન્ટ એક્ટિવેટ કરી શકશો. સાથે જ તમારે થોડી બીજી વસ્તુઓ પણ ભરવાની રહેશે. તમારૂં એકાઉન્ટ એક્ટિવેટ થશે ત્યારે તમે તમારી અરજીનું સ્ટેટસ જોઇ શકશો. અપોઇમેન્ટ તારીખ જોઇ શકશો. સાથે જ વેરિફીકેશન માટે કયા દસ્તાવેજની જરૂર પડે તે પણ જોઇ શકશો. અહીંથી તમારે કેટલી ફીસ ભરવાની છે તે પણ જોઇ શકશો. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, જો કોઇ ખાસ પાસપોર્ટ માટે પોલીસ વેરિફીકેશનની જરૂર પડશે તો એપ્લિકેશન ફોર્મમાં આપેલા પાન પર જ આ વેરિફિકેશન કરવામાં આવશે. જે RPOને અરજીકર્તાના ફોર્મને સિલેક્ટ કર્યું હશે ત્યાં પ્રિન્ટ કરીને પાસપોર્ટ મોકલી આપવામાં આવશે.
સુષ્મા સ્વરાજે આ એપને પાસપોર્ટ ક્રાંતિ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘મેં બે વસ્તુઓ જોઇ છે જે ભારતીય નાગરિકો સાથે સીધી જોડાયેલી છે. આ છે પાસપોર્ટ અને વીઝા જેની જરૂર હજ જવા માટે પડે છે.’
કેવી રીતે કરશો પાસપોર્ટ માટે ઓનલાઈન આવેદન
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં google નું કોઈ પણ બ્રાઉઝર ખોલો.
- ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ https://passportindia.gov.in
- તમારું user id તથા પાસવર્ડ નાખો
- પોર્ટલ માં લોગીન કરો
- ફરી એકવાર તમારું user idપાસવર્ડ દાખલ કરી કેપ્ચા વેરીફાય કરો
- પછી પાસપોર્ટ સર્વિસ પસંદ કરી ઈ-ફોર્મ ભરો
- હવે આ ઓનલાઈન ભરેલું ફોર્મ સબમિટ કરો
- હવે તમે પાસપોર્ટ માટે પેમેન્ટ કરી અપોઇન્ત્મેત નક્કી કરો
- હવે તમે સબમિટ કરેલ ફોર્મ ની એક પ્રિન્ટ ડાઉનલોડ કરી લો
- ત્યારબાદ તમારી અપોઇન્ત્મેન્ત તારીખ પર જવાનું થશે અને ઈ પ્રક્રિયા પછી લગભગ 18 થી 20 દિવસના સમયગાળામાં તમને તમારો પાસપોર્ટ ઘરે બેઠા મળી જશે
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઈટ | Click Here |
HomePage | Click Here |