Advertisements
સરકારી કામકાજ સહિત તમામ યોજનાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ ની જરૂરિયાત રહે છે. ખાસ કરીને કેવાયસી ડિટેઈલ્સ માટે પાન કાર્ડમાં આપવામાં આવેલ જાણકારી સાચી હોવી અત્યંત જરૂરી છે. પરંતુ જો તેમાં નામ કે જન્મતારીખ ખોટી છે. અને તમે તેને સુધારવા માગો છો તો તમારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. તમે આધાર કાર્ડ ની જેમ ઘરે બેઠા પાન કાર્ડમાં પણ ઓનલાઈન ફેરફાર કરી શકો છો. તેના માટે તમારે કેટલીક પ્રક્રિયાઓને ફોલો કરવી પડશે.
પાનકાર્ડ
PAN Card નું પૂરું નામ પરમેનન્ટ એકાઉન્ટ નંબર છે. આ એક યુનિક ઓળખ Card છે અને તેને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.PAN Card માં 10-અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર હોય છે, જે આવકવેરા વિભાગ પાસેથી ઉપલબ્ધ હોય છે. PAN Card ભારતમાં આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ લેમિનેટ Card તરીકે બનાવવામાં આવે છે, જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તમારી આવકમાંથી આવકવેરો ભરવા માટે PAN Card ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઘરેબેઠા પાનકાર્ડ મંગાવો
હવે તમે પાન કાર્ડ ઓનલાઇન તેમજ ઓફલાઇન પણ નવા પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. જે લોકોએ પોતાનું પાનકાર્ડ ગુમાવ્યું છે તે પણ કાર્ડ ફરીથી Reprint માટે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા NSDL અથવા UTIITSL પાસેથી E-Pan મેળવી શકો છો.
પાનકાર્ડ ઉપયોગ
- PAN Card માં ફોટો, નામ અને હસ્તાક્ષર હોય છે, તેથી તેનો ઉપયોગ ઓળખ Card તરીકે પણ થઈ શકે છે.
- તેનો મુખ્ય ઉપયોગ કર ચૂકવવાનો છે. PAN Card વગર તમારે વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે. PAN Card ના અનન્ય નંબરની મદદથી, આવકવેરા વિભાગ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા તમામ વ્યવહારોને લિંક કરે છે અને તેની દેખરેખ રાખે છે જેથી કરચોરી અટકાવી શકાય.
- તે માત્ર કર ચૂકવવા માટે જ નહીં પરંતુ કોઈપણ ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે પણ જરૂરી છે. જોબ કરનાર વ્યક્તિને PAN Card ની સૌથી વધુ જરૂર હોય છે, જે તેમને પેમેન્ટ ભરવાનું સરળ બનાવે છે.
- આજકાલ તમામ બેંકોમાં ખાતું ખોલાવવા માટે PAN Card જરૂરી છે.
- PAN Card તમને આવકવેરામાં બધી પ્રકારની ભૂલો અથવા સમસ્યાઓથી બચાવે છે.
- ઘર બનાવવા માટે પ્રોપર્ટી ખરીદતી વખતે કે વેચતી વખતે પણ PAN Card જરૂરી છે. વાહન ખરીદતી વખતે પણ તેની જરૂર પડે છે.
- જો તમે NRI છો તો તમે સરળતાથી PAN Card ની મદદથી પ્રોપર્ટી ખરીદી શકો છો અને આ દેશમાં તમારો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.
પાનકાર્ડ કેવી રીતે મંગાવવું
- પાન કાર્ડમાં તમે NSDL કે UTI ની વેબસાઈટ https://tin.tin.nsdl.com/pan/correction.html પર વિઝિટ કરી શકો છો.
- અહીંયા “Application Type’’ ઓપ્શનમાં “Changes or correction in existing PAN Data’’ના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે એપ્લિકેશન ફોર્મ પર માહિતી દાખલ કરો અને “Submit” પર ક્લિક કરો. આ દરમિયાન ટોકન નંબર આવશે. તેના દ્વારા PAN એપ્લિકેશનને આગળ વધારો.
- KYC માટે EID/આધાર અને અન્ય વિગત જેવી ફરજિયાત માહિતી ભરો.
- જો પાન કાર્ડમાં ફોટો નથી તો ’Photo mismatch’ અને હસ્તાક્ષર બદલવા માટે ‘Signature Mismatch’નો વિકલ્પ પસંદ કરો અને તેના પછી માતા-પિતાની વિગત ભરો. તેના પછી “Next’’ બટન પર ક્લિક કરો.
- તેના પછી ‘Address and Contact’ સેક્શન અંતર્ગત તમારો ફોન નંબર અને સરનામું જેવી વ્યક્તિગત જાણકારી દાખલ કરો.
- વ્યક્તિગત માહિતી ભર્યા પછી અરજદારે ઓળખ પ્રમાણપત્ર, એડ્રેસ પ્રૂફ અને ડેથ ઓફ બર્થ પ્રૂફને અટેચ કરવાનું રહેશે. તે સિવાય અરજદારે પોતાના પાન અલોટમેન્ટ લેટર કે પાન કાર્ડની એક કોપી પણ અટેચ કરવી પડશે.
- હવે સબમિટ બટન પર ક્લિક કરો અને વેરિફિકેશન માટે બધા પ્રૂફ ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપીને અપલોડ કરો.
- ફોટોગ્રાફ અને હસ્તાક્ષરમાં ફેરફાર કરવા માટે અરજદારે ફી ચૂકવવી પડશે. જો તમે તેને ઘરે મંગાવવા ઈચ્છો છો તો તમારે જીએસટી સહિત 101 રૂપિયા ચૂકવવા પડશે.
હેલ્પ લાઈન નંબર
પાન કાર્ડમાં ફેરફાર માટે વધારે જાણકારી માટે ટોલ ફ્રી નંબર 020-2721 8080 પર ફોન કરી શકો છો. જો ઈચ્છો તો [email protected] પર ઈમેલ પણ મોકલી શકો છો. પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે SMS પણ કરી શકો છો. તેના માટે NSDL PAN<સ્પેસ> 15 આંકડાનો પ્રાપ્ત માહિતી નંબર ટાઈપ કરો અને 57575 નંબર પર મોકલી આપો.