Advertisements
આજેના સમયમાં કોઈ પણ માણસ પાસે સમય નથી એવામાં દરેક માણસ ને દર મહીને રીચાર્જ કરવા માટે ની સમસ્યા હોય છે તેવા માં દરેક માણસ આ સમસ્યા માંથી નીકળી શકતો નથી અને દર મહીને આ સમસ્યા તેને નડે છે આ સમસ્યા ની નિવારણ માટે આજે અમે તમારા માટે એક વર્ષ નો પ્લાન ની માહિતી લઈને આવ્યા છીએ. માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનંતી છે જેથી તમારી દર મહીને રીચાર્જ કરાવવાની ચિંન્તા દુર થઇ જશે.
રીચાર્જ ના શાનદાર પ્લાન્સ
પોસ્ટ નું નામ | રીચાર્જ ના શાનદાર પ્લાન્સ |
રીચાર્જ નો સમય | એક વર્ષ |
ઉપયોગકર્તા | તમામ સીમ ધારક |
વર્ષ | 2023 |
Jioના શાનદાર પ્લાન્સ
Jio પાસે તેના પોર્ટફોલિયોમાં એક વર્ષની વેલિડિટી સાથેના પ્લાન પણ છે. આ માટે તમારે 2879 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. આમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. એટલે કે આખા પ્લાનમાં તમને કુલ 730GB ડેટા મળશે. ઉપરાંત, તમે અનલિમિટેડ કૉલિંગ અને ડેઇલી 100 SMSનો લાભ લઈ શકો છો. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને Jio TV, Jio Cinema, Jio Cloud અને Jio સિક્યુરિટીની ઍક્સેસ મળે છે.
વોડાફોન નો વર્ષનો પ્લાન
વોડાફોન આઇડિયાનો 1197 રૂપિયાનું પ્રીપેડ પેકેજ ખૂબ રસપ્રદ છે. આ પ્લાનમાં અનલિમિટેડ ફોન કોલ્સ સાથે-સથે દરરોજ 100 એસએમએસ પણ સામેલ છે. યોજનામાં દરરોજ 1.5GB ડેટા પણ સામેલ છે. તેમાં ZEE5 પ્રીમિયમનું એક વર્ષનું મફત એક્સેસ સાથે-સાથે વીઆઇ મૂવીઝ અને ટીવી ક્લાસિકનું સબ્સક્રિપ્શન પણ સામેલ છે.
Airtel નો છે આ જબરદસ્ત પ્લાન
Airtel નો છે આ જબરદસ્ત પ્લાન 2999 રૂપિયાનો પ્લાન: એરટેલના 2999 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. તેની વેલિડિટી 365 દિવસની છે. જો તમે તેને મંથલી રિચાર્જ તરીકે જુઓ, તો એક રીતે તમે દર મહિને 250 રૂપિયા ખર્ચ કરશો. હાઈ સ્પીડ ડેટા ખતમ થઈ ગયા પછી મોબાઈલ ડેટાની સ્પીડ 64kbps થઈ જાય છે.આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ ઉપલબ્ધ છે. તેમજ દરરોજ 100 SMS પણ મળશે. એરટેલના પ્લાનમાં એક્સસ્ટ્રીમ એપ પ્રીમિયમ, ફ્રી હેલો ટ્યુન, અનલિમિટેડ ડાઉનલોડ સાથે વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન મળશે.
Vodafone Idea માં આ પ્લાન થી મળશે આખું વર્ષ મફત
Vodafone Idea માં આ પ્લાન થી મળશે આખું વર્ષ મફત Vodafone Ideaના 3099 રૂપિયાના પ્લાનમાં ડેઇલી 2GB ડેટા મળે છે. તેની વેલિડિટી 365 દિવસની છે. જો મન્થલી રિચાર્જ તરીકે જુઓ, તો એક રીતે તમે દર મહિને લગભગ 258 રૂપિયા ખર્ચ કરશો. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. તેમજ દરરોજ 100 SMS પણ મળશે. ગ્રાહકોને તેમાં Hotstar સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ સિવાય Vi Movies અને TV Basicની ફ્રી એક્સેસ મળશે.
BSNL ના ગ્રાહકો ની બમ્પર લોટરી છે આ પ્લાન
BSNL ના ગ્રાહકો ની બમ્પર લોટરી છે આ પ્લાનની કિંમત 1,999 રૂપિયા છે. તેની સૌથી મહત્વની વાત કરીએ તો તેને રિચાર્જ કર્યા બાદ ગ્રાહકોને આખા વર્ષ સુધીની પરેશાનીમાંથી મુક્તિ મળશે. હા, વાસ્તવમાં આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.એટલે કે પ્લાનમાં તમને આખા વર્ષ માટે ડેટા, કોલિંગ, SMS સહિત અન્ય ઘણા ફાયદાઓનો લાભ આપવામાં આવશે.લાભોની વાત કરીએ તો, તમને આ પ્લાનમાં કુલ 600 GB હાઇ-સ્પીડ ડેટા મળે છે. કુલ ક્વોટા ખતમ કર્યા પછી, સ્પીડ ઘટીને 80kbps થઈ જાય છે. એટલે કે, જો તમે ઇચ્છો, તો તમે એક દિવસમાં આ ડેટાનો ઉપયોગ કરી શકો છો.કોલિંગના રૂપમાં ગ્રાહકોને આમાં અનલિમિટેડ કોલિંગનો લાભ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, યુઝર્સને 30 દિવસ માટે PRBT, Eros Now અને લોકધૂનનું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.
Pingback: આધારકાર્ડ ધારકો માટે સારા સમાચાર : કાયમી સચવાય એવું ATM જેવું આધારકાર્ડ મેળવો ઘરેબેઠા - Class 3 exam