Advertisements
હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસશે.છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. પરંતુ મેઘરાજાએ ફરીવાર રાજ્યમાં એન્ટ્રી મારી દીધી છે. એટલે કે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે.
હવામાન વિભાગ ની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી તારીખ 13 સુધી તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે.
એમાંય આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની થવાની સંભાવના છે.
અંબાલાલ ની આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
આવનારા ૨૪ કલાક માં ક્યાં ક્યાં થશે વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગતરોજ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપીમાં સવા 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ચિખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ ખાબકતા લોકોને ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી રાહત મળી છે.
દક્ષીણ ગુજરાત માં આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો