Advertisements

LRD રીઝલ્ટ 2022 : કોન્સ્ટેબલ કટ ઓફ અને મેરીટ લીસ્ટ જાહેર

Advertisements

ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) એ 10 એપ્રિલ, 2022 ના રોજ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજી હતી. તેના પગલે, બોર્ડ આગામી દિવસોમાં સત્તાવાર વેબસાઇટ પર LRD પરિણામ 2022 ગુજરાત પ્રકાશિત કરશે. લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારો ફક્ત સત્તાવાર વેબસાઇટ પર LRB પરિણામ 2022 જોઈ શકે છે. પીડીએફ ફોર્મેટમાં ઉમેદવારોની યાદી હશે. આ ઉમેદવારોને વધારાના દસ્તાવેજ ચકાસણી માટે પાછા બોલાવવામાં આવશે.

LRD પરિણામ 2022 ગુજરાત

લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત કસોટીમાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે.

માજી સૈનિકના કિસ્સામાં જે તે કેટેગીરીના કટ-ઓફમાં ૨૦%નો ઘટાડો કરી દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી કરવામાં આવેલ છે.

અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

સરખા ગુણવાળા ઉમેદવારોના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

જે કિસ્સામાં ગુણ અને ઉંમર બન્ને સરખા થતા હોય તો વધુ ઉંચાઇવાળા ઉમેદવારને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

રમતવીરોના કિસ્સામાં તેમના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

વિધવા ઉમેદવારના કિસ્સામાં તેમના શારીરીક કસોટીના માર્કસ તથા લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઇપણ રીતે ગેરરીતી કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાં માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલ છે. જો આવા કોઇપણ ઉમેદવારનો દસ્તાવેજ ચકાસણીની યાદીમાં સમાવેશ થયેલ હશે તો તેને કોઇપણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવશે.

LRD પરિણામ 2022 ગુજરાત- હાઇલાઇટ્સ

ભરતી સંસ્થાલોકરક્ષક ભરતી બોર્ડ
દેશ ઇન્ડિયા
જોબ લોકેશન ગુજરાત
કુલ જગ્યાઓ 10,449
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ
ઓનલાઈન ભરતી પ્રક્રિયાની તારીખો23મી ઓક્ટોબર 2021 – 09મી નવેમ્બર 2021
શારીરિક કાર્યક્ષમતા કસોટી અને શારીરિક ધોરણ કસોટી માટેની તારીખો03મી ડિસેમ્બર 2021 – 29મી જાન્યુઆરી 2022
શારીરિક કાર્યક્ષમતા કસોટી અને શારીરિક ધોરણ કસોટીનું પરિણામ જાહેર કરો21મી ફેબ્રુઆરી 2022
લેખિત પરીક્ષાની તારીખ10મી એપ્રિલ 2022
લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થવાની તારીખ07મી મે 2022
LRD પરિણામ સ્થિતિજાહેર કર્યું
સત્તાવાર વેબસાઇટwww.lrbgujarat2021.in

કોન્સ્ટેબલ કટ ઓફ અને મેરીટ લીસ્ટ

Document Verification List: Click Here
Written Result, Cut off marks and Other Details: Click Here

દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો…

તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો…

તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોને જુલાઇ, ર૦રર માસમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ પોતાનું ઓળખ અંગેનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણ૫ત્રો, જાતિ અંગેના પ્રમાણ૫ત્રો તેમજ વઘારાના ગુણ માટે રમતગમત, વિઘવા, રક્ષા શકિત યુનિવર્સિટી, એન.સી.સી. વગેરે પ્રમાણ૫ત્રો તૈયાર રાખવા. દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર અલગથી બહાર પાડવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પી.એસ.આઇ. ભરતીની મેઇન ૫રીક્ષા આપેલ છે, તે ઉમેદવારોના કિસ્સામાં પી.એસ.આઇ. ભરતીનું ૫રિણામ જાહેર થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું આયોજન છે. જો કે, આ બાબતમાં ફેરફાર થઇ શકે. યોગ્ય સમયે ઉમેદવારોને તે અંગેની જાણ કરવામાં આવશે.

લોકરક્ષક કેડરની ભરતી માટે તા.૨૩.૧૦.૨૦૨૧ની જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે જો કોઇ ઉમેદવાર NCCનું “C” સર્ટીફીકેટ, સરકારશ્રીના નિયમોનુસાર માન્ય રમતગમતનું પ્રમાણપત્ર, વિધવા તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીનું માન્ય ડીગ્રી/ડીપ્લોમાં પ્રમાણપત્ર ધરાવતા હોય અને શરતચૂકથી અરજીમાં દર્શાવવાનું રહી ગયેલ હોય તો તેવા ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી સમયે આવા પ્રમાણપત્રો રજૂ કરી શકશે. આવા પ્રમાણપત્રો તા.૦૯.૧૧.૨૦૨૧ અથવા તેના પહેલા ઇશ્યુ કરેલ હોવા જોઇએ.

લેખિત પરીક્ષામાં ગેરરીતી કરતાં ઉમેદવારોની સૂનાવણી કાર્યવાહી પૂર્ણ કરી તેઓને આ ભરતીમાં ગેરલાયક ઠરાવવામાં આવેલ છે તથા રાજય સરકારશ્રીની આગામી ભરતીમાં ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવનાર છે.

ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહિં કલીંક કરો…

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઈટ Click Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *