કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, 5 દિવસ સમગ્ર ગુજરાતને ધમરોળશે વરસાદ

મિત્રો હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગાહીમાં જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે.

તો બીજી તરફ આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, 26 અને 27 જૂન પછી વડોદરા આણંદ-ખેડામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડના ઉમરગામ વાપી પારડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ ઉમરગામમાં 5.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

નદીઓના જળસ્તર વધશે: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ: ગુજરાત રાજ્યમાં ૨૬ અને ૨૭ જૂન પછી વડોદરા આણંદ અને ખેડામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. જુલાઈથી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરી છે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદ ઘટશે. નદીઓના જળ સ્તરમાં વધારો જોવા મળે છે. અને મિત્રો આંબાલાલ પટેલ દ્વારા આંધળા નક્ષત્રમાં ખેડૂતોને વાવણી કરવાની સલાહ આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા વિસ્તારમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસવાની વન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. નવસારી સુરત દમણ દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

સમગ્ર ગુજરાતને ધમરોળશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે ચોમાસુ સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત પહોચી ગયુ છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે આગામી દિવસોમાં ચોમાસુ સમગ્ર ગુજરાતમાં પહોંચશે. આગામી તારીખ 26 અને 27 જૂન સારા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. તેમજ અમદાવાદમાં શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે.