જીઓ ના આ પ્લાનમાં મળશે 499 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે 84 GB થી વધુ ડેટા એકદમ મફત

Jio Best Plans: જિયો પોતાના ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન આપવા માટે જાણીતું છે. આજે અમે તમને જિયોના સૌથી સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ જેની વેલિડિટી 56 દિવસની છે. આ જાણીએ આ પ્લાનની વિગત.

મુંબઈ: આજના સમયમાં દેશમાં ત્રણ ટેલીકોમ કંપનીનો દબદબો જોવા મળી રહ્યો છે. જે જિયો, એરટેલ અને વીઆઈ છે. તેમાં સૌથી નવી કંપની જિયો છે અને તે દેશની નંબર વન કંપની પણ છે. જિયો પોતાના યૂઝર્સને સૌથી સસ્તા અને કમાલના બેનિફિટ્સવાળા પ્લાન ઓફર કરે છે. આજે અમે તમને જિયોના એક એવા પ્રીપેડ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે 500 રૂપિયાથી ઓછી કિંમતમાં દમદાર બેનિફિટ્સ આપી રહ્યાં છે.

જિયો ઓછી કિંમતમાં આપી રહ્યું છે 84 જીબી ડેટા

જિયો 56 દિવસની વેલિડિટી સાથે ઘણા પ્લાન ઓફર કરે છે. આજે અમે જિયોના જે પ્લાનની વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 479 રૂપિયા છે અને આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં કંપની તમને દરરોજ 1.5જીબી ડેટા આપશે એટલે કે કુલ મળીને ગ્રાહકોને 84જીબી ડેટા મળશે. 

 આ પ્લાનમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય દરરોજ 100 એસએમએસનો ફાયદો મળે છે. ઓટીટી બેનિફિટની વાત કરીએ તો પ્લાનમાં તમને જિયો ક્લાઉડ, જિયો સિનેમા અને જિયો ટીવી જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

કેવી રીતે મળશે આ ડેટા પ્લાન

જિયોના 56 દિવસની વેલિડિટીવાળા બીજા પ્લાનની વાત કરીએ તો કંપનીનો એક પ્લાન 533 રૂપિયાનો છે, જેમાં દરરોજ બે જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનમાં પણ યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

જિયોના ત્રીજા 56 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં કંપની ગ્રાહકને દરરોજ 2 જીબી ઈન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું એક વર્ષનું સબ્સક્રિપ્શન આપે છે. આ પ્લાનની કિંમત 799 રૂપિયા છે.

Read Also:-   મકાન સહાય યોજના 2022: ઘર બનાવવવા માટે 1 લાખ 20 હજારની સહાય

આ છે જિયોના સૌથી શાનદાર પ્રીપેડ પ્લાન્સ જેની વેલિડિટી 56 દિવસની છે. હવે તમે તમારી જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી શકો છો.

Leave a Comment