વિદ્યાર્થીઑ થી લઈ દરેક વ્યક્તિ ને ઘણા સમયે વિભિન્ન દાખલાઓ ની આવશ્યકતા પડતી હોય છે. એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ ને કેટલાય પ્રકાર ના દાખલાઓ ની આવશ્યકતા પડતી હોય છે જેમ કે જાતિ નો દાખલો, જન્મ નો દાખલો, સ્કૂલ છોડ્યા નો દાખલો વગેરે…
જાતિનો દાખલો ઘરે બેઠા
સરકાર દ્વારા આપવામાં આવતો એક દાખલો છે. આ દાખલો જે તે વ્યક્તિ ની જાતિ(જ્ઞાતિ) ને દર્શાવે છે. વિવિધ કેટેગરી પ્રમાણે આ દાખલાને આપવામાં આવે છે. વિદ્યાર્થીઑ ને આ દાખલા ની ખાસ જરૂર પડતી હોય છે.ગુજરાત માં ઘણી સ્કૂલ એવી છે જે જાતિના દાખલા ની પ્રોસેસ ને જાતે જ કરી અને વિદ્યાર્થીઑ ને આપે છે. આ દાખલા ને કઢાવવા માટે વિવિધ ડોકયુમેંટ ની આવશ્યકતા હોય છે.
શાના માટે ઉપયોગી છે આ દાખલો
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ શ્રેણી હેઠળ અનામત કોઈપણ વ્યક્તિ જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે અને વિવિધ હેતુઓ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવું જોઈએ. કેટલાક હેતુઓ નીચે મુજબ છે.
- અમુક શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં અનામત ક્વોટા હેઠળ બેઠકો મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે જાતિ પ્રમાણપત્ર મહત્વપૂર્ણ છે.
- શાળા/કોલેજોમાં ફીમાં રાહત માટે જાતિ પ્રમાણપત્ર જરૂરી છે.
- સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ મેળવવો.
- વિશેષ આરક્ષણો માટે સબસિડીનું વિતરણ કરવા માટે સરકારને જાતિ પ્રમાણપત્રની જરૂર છે.
- રોજગારના સંદર્ભમાં, નોકરી શોધનારાઓ માટે જાતિ પ્રમાણપત્ર ફરજિયાત છે, જેઓ અનામત ક્વોટા હેઠળ નિમણૂક તરીકે સરકારી નોકરીઓ માટે અરજી કરે છે.
- સરકાર દ્વારા માત્ર વંચિતો માટે અમલમાં મૂકાયેલી યોજનાઓ માટે અરજી કરવા માટે, જાતિ પ્રમાણપત્ર આવશ્યક છે.
- વિધાનસભાઓમાં અનામત બેઠકો માટે જાતિ પ્રમાણપત્ર પ્રદાન કરવું આવશ્યક છે
દાખલો કાઢવા માટેના જરૂરી દસ્તાવેજો
- ફોર્મ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ/પાન કાર્ડ/ચુટણી કાર્ડ/ડ્રાવિંગ લાઇસન્સ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી.)
- છેલ્લું લાઇટબીલ
- બક્ષિપંચ માટે 01/04/78 પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમોસાઈલ પ્રમાણપત્ર
- OBC માટે પિતા/ પિતાના ભાઈનું સ્કૂલ લિવિંગ સર્ટિ (પિતા અભણ હોય તો પેઢીનામું દાદાના સમયથી ) તથા વયા પત્રકનો ઉતારો
ઓફલાઈન કઢાવવાની પ્રક્રિયા
આપેલ ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ને સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે ભરી નજીક ની સામાજિક કલ્યાણ વિભાગ ની કચેરી એ તેને જમા કરવવામાં આવે છે. ત્યાર બાદ બે થી ત્રણ દિવસ માં ત્યાથી આપને જાતિ નો દાખલો મળશે.
ઓનલાઇન કઢાવવા માટે ની પ્રક્રિયા
- ઓનલાઇન Jati no Dakhlo કઢાવવા માટે digilocker.gov.in પર આપના ઉપર આપવામાં આવેલ તમામ ડોકયુમેંટ હોવા જરૂરી છે.
- સૌ પ્રથમ ગુજરાત સરકાર ની “Digital Gujarat” વેબસાઇટ પર જાઓ. અહી આપ 100 થી પણ વધારે ડિજિટલ સર્વિસ નો લાભ લઈ શકો છો.
- ત્યાં આપ જે પણ ડોકયુમેંટ કે દાખલો કઢાવવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
- જો આપ આ વેબસાઇટ પર પ્રથમ વખત આવ્યા છો અને ક્યારેય રજિસ્ટ્રેશન ના કારયું હોય તો આપના મોબાઇલ નંબર અને આધારકાર્ડ દ્વારા રજિસ્ટ્રેશન કરો.
- ત્યાર બાદ આપ જે પણ ભાષા માં ડોકયુમેંટ કઢાવવા માંગતા હોય તેને પસંદ કરો.
- ત્યાર બાદ જરૂરી વિગતો ભરો અને ડોકયુમેંટ ને અપલોડ કરો.
- 20 Rs ફી ઓનલાઇન ભર્યા બાદ આપ જાતિ નો દાખલો ડાઉનલોડ કરી શકશો.
નોંધ: આ પ્રમાણપત્ર માત્ર 3 વર્ષ માટે જ માન્ય ગણાશે
જાતિના દાખલાના લાભ
જાતિ નો દાખલો એ ખુબજ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. વિવિધ સરકારી અને બંધારણીય લાભો માટે જાતિના દાખલા ની આવશ્યકતા હોય છે. જેંક કેટલીક જગ્યાઓ પર પ્રવેશ કે નૌકરી માટે વિવિધ જ્ઞાતિ ને એક સ્પેશિયલ રિજર્વેશન આપવામાં આવ્યું છે. આ રિજર્વેશન નો લાભ લેવા માટે જાતિ ના દાખલા ની આવશ્યકતા પડે છે