Advertisements

ક્રિકેટ રસિકો માટે આવ્યા મહત્વના સમાચાર : IPL 2023નું ટાઈમ ટેબલ જાહેર

Advertisements

મુંબઈ સહિત કુલ 12 શહેરોમાં IPL 2023નું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. IPL 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. ફાઈનલ 28 મેના રોજ રમાશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ 2 એપ્રિલે બેંગ્લોરમાં આમને-સામને થશે.

અહી રમાશે પ્રથમ મેચ

IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 16મી સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. ટૂર્નામેન્ટની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે અને છેલ્લી લીગ મેચ 21 મેના રોજ રમાશે. જોકે, BCCIએ હજુ સુધી IPL 2023ની પ્લેઓફ મેચોની તારીખો જાહેર કરી નથી. ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે. જ્યારે ટાઇટલ માટેની મેચ 28 મેના રોજ રમાશે. આ દરમિયાન ચાહકોને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે. સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યાથી રમાશે.

સૌથી મોઘા ખેલાડી છે આ

આગામી સિઝન માટે મિની ઓક્શનમાં સૌથી મોંઘી બોલી ઈંગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર સેમ કરન માટે લગાવવામાં આવી હતી. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 18.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

બે ગ્રુપ માં છે ટીમ ની ફાળવણી

A ગ્રુપ

  • મુંબઈ ઈન્ડિયન્સ (MI)
  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
  • રાજસ્થાન રોયલ્સ (RR)
  • દિલ્હી કેપિટલ્સ (DC)
  • લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)

B ગ્રુપ

  • ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
  • સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
  • પંજાબ કિંગ્સ (PBKS)
  • ગુજરાત ટાઇટન્સ (GT)

જુઓ IPL 2023નું ટાઈમ ટેબલ

જુઓ IPL 2023નું ટાઈમ ટેબલ

અહી રમાશે ફાઈનલ

IPLની નવી સિઝનની ફાઇનલ મેચ 28 મેના રોજ રમાશે. ફાઈનલ પણ અમદાવાદમાં જ રમાશે. લીગ રાઉન્ડ 21 મેના રોજ સમાપ્ત થશે. 23 થી પ્લેઓફ મેચો રમાશે. આ ટુર્નામેન્ટ કુલ 12 મેદાનો પર રમાશે. જેમાં અમદાવાદ, મોહાલી, લખનૌ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળાનો સમાવેશ થાય છે. જયપુરની સાથે ગુવાહાટી પણ રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ હશે. જ્યારે મોહાલી અને ધર્મશાલા પંજાબ કિંગ્સના હોમ ગ્રાઉન્ડ હશે.

પ્રથમ પાંચ મેચો પર નજર

ચેન્નાઈ સુપર કિંગ્સ vs ગુજરાત ટાઇટન્સ – 31મી માર્ચ.
પંજાબ કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ – 1લી એપ્રિલ.
લખનૌ સુપર જાયન્ટ્સ વિ દિલ્હી કેપિટલ્સ – 1લી એપ્રિલ.
સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રાજસ્થાન રોયલ્સ – 2જી એપ્રિલ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ મુંબઈ ઈન્ડિયન્સ – 2જી એપ્રિલ