Advertisements
રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે એક ગૂડ ન્યૂઝ આવ્યા છે. કંપનીએ પોતાના યૂઝર્સ માટે 15 રૂપિયાનો નવો પ્લાન રજુ કર્યો છે.
જીઓ નવો પ્લાન
ઓનલાઈન અભ્યાસ અથવા શોપિંગ કરવી હોય તમામ વસ્તુઓ માટે ડેટાની જરૂરિયાત રહે છે. આમ તો ટેલિકોમ કંપનીઓ ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. જે દરરોજ 1 GB, 1.5 GB અને 2 GB સુધી ડેટા સાથે આવે છે. પરંતુ ઇન્ટરનેટની વધતી જરૂરિયાતના કારણે ડેલી ડેટા પૂરો થવામાં વાર નથી લાગતી.તો જીઓ નો નવો પ્લાન ની માહિતી મેળવીશું.
જીઓ 15 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનું 15 રૂપિયાનું 4G ડેટા વાઉચર હાલ બજારમાં ઉપલબ્ધ સૌથી ફાયદાકારક 4G ડેટા વાઉચર છે. આ ડેટા વાઉચરમાં યુઝર્સને 1GB ડેટા મળે છે.
જીઓ 25 રૂપિયાવાળો પ્લાન
જિયોનું 25 રૂપિયાનું 4G ડેટા વાઉચર 2 GB ડેટા સાથે આવે છે. અહીં તમને 2GB ડેટા ઓફર કરે છે.
વર્ષમાં 12 રિચાર્જ મળશે
કંપનીએ કહ્યું કે આ પ્લાનમાં ગ્રાહકોએ વર્ષમાં 12 રિચાર્જ કરાવવાના રહેશે. આ ઉપરાંત, પ્લાન દર મહિને તે જ તારીખે પુનરાવર્તિત થાય છે જે દિવસે પ્રથમ રિચાર્જ કરવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ ટેલિકોમ કંપનીઓને 30 દિવસની માન્યતા સાથે પ્રીપેડ મોબાઈલ રિચાર્જ પ્લાન ઓફર કરવા કહ્યું હતું.