આવકવેરા વિભાગે PAN કાર્ડ ધારકોને એક તાકીદની નોટિસ જારી કરીને કહ્યું છે કે PAN આધાર લિંક ફરજિયાત કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે 1 એપ્રિલથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, તેથી જો PAN ધારકો તેને નિર્ધારિત સમયમાં લિંક નહીં કરે તો તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. નિષ્ક્રિય PANનો ઉપયોગ કરવા પર 10,000 રૂપિયાની પેનલટી થઈ શકે છે.
તમારું પાનકાર્ડ લિંક છે કે નહીં તે જુઓ
ઇનકમ ટેક્સની વેબસાઇટ incometaxindiaefiling.gov.in દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારા પેન સાથે આધાર લિંક થયું છે કે નહી. હોમ પેજ પર તમને ‘Link Aadhar’નું ટેબ જોવા મળશે. તેના પર ક્લિક કર્યા બાદ નવા પેજમાં જરૂરી વિગતો આપો. પેનની કોલમમાં પેન નંબર અને આધારની કોલમમાં આધાર નંબર નાંખો. જો નંબર અટેચ નહી થાય તો એક મેસેજ ખુલશે જેમાં તેના લિંકિંગને લઇને પુષ્ટિ થશે. જો તમારુ પેન પહેલાથી જ લિંક થયેલુ હશે તો વેબસાઇટ તમને લોગઇન કરવાનું કહેશે.
લિન્ક ન કરેલ પાનકાર્ડ થસે બંધ
આવકવેરા વિભાગે કહ્યું છે કે જો PAN કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી, તો 1 એપ્રિલ, 2023 થી, તમારું PAN આવકવેરા કાયદાની કલમ-139AA હેઠળ રદ કરવામાં આવશે. આ પછી પાન કાર્ડનો ઉપયોગ કરી શકાતો નથી.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2023 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. બાયોમેટ્રિક આધાર સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે આવતીકાલ સુધીમાં લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ થઈ જશે.
SMS થી કરો આ રીતે લિન્ક
- જો પાન અને આધાર લિંક નથી તો તમે તેને ફરીથી લિંક કરવાની રિકવેસ્ટ નાંખી શકો છો. તેના માટે તમારે ઇન્કટેક્સની વૅબસાઇટ પર જઇને પણ લિંક કરી શકો છો. SMSથી PAN અને આધાર લિંક કરવા માટે UIDPAN <12 ડિજીટ આધઆર નંબર> <10 digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મોકલી દો
- જે લોકોએ પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યુ તે લોકો 31 માર્ચ પછી લિંક કરાવશે તો તેમને 1000રૂપિયા સુધી લેટ ફાઇન ભરવો પડી શકે છે. તે સિવાય PAN ડિએક્ટિવેટ પણ થઇ શકે છે અને બેન્કના કામ અટકી શકે છે.
સરળતાથી કરો આ રીતે લિન્ક
- સૌથી પહેલાં જો તમારું એકાઉન્ટ બનાવેલું નથી તો પહેલાં તમે રજીસ્ટ્રેશન કરાવો.
- ઇનકમ ટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવ.
- વેબસાઇટ પર એક ઓપ્શન જોવા મળશે ‘લિંક આધાર’, અહીંયા ક્લિક કરો.
- લોગઇન કર્યા બાદ પોતાના એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાવ.
- પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનું ઓપ્શન જોવા મળશે, તેને સિલેક્ટ કરો.
- અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કૈપ્ચા કોડ ભરો.
- જાણકારી ભર્યા બાદ નીચે દેખાઇ રહેલા ‘લિંક આધાર’ ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમારું આધાર લિંક થઇ જશે
ખાસ જુઓ
જ્યારે તમે તમારી જાતને પાન કાર્ડ આધાર કાર્ડ લિંક પ્રક્રિયા માટે તૈયાર કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે જો તમે ઓનલાઈન પદ્ધતિ પસંદ કરી રહ્યા હોવ તો તમને રજિસ્ટર્ડ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. જો સૉર્ટ કરવાની જરૂર હોય તેવી કોઈપણ વિગતોમાં મેળ ખાતો નથી, તો તમારે ઑફલાઇન પદ્ધતિ સાથે જવું જોઈએ.
ઉપયોગી લિન્ક
લિન્ક કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |