તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે.ચેક કરો તમારા આધારકાર્ડ પર કેટલા સીમ ચાલુ છે.

ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા આધારકાર્ડ થી કેટલા સિમ રજિસ્ટર્ડ છે?ચાલો વિસ્તૃત રીતે જોઈએ.

નવા પોર્ટલ ની શરૂઆત

તમારા આધારકાર્ડ પર કેટલાં સિમકાર્ડ એટલે કે કેટલાં મોબાઇલ નંબર એક્ટિવ છે તેની જાણકારી મેળવવા માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. એક ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) નામ આપવામાં આવ્યું છે. આ પોર્ટલના આધારે યુઝર્સ પોતાના આધાર નંબર સાથે જોડાયેલા તમામ મોબાઇલ નંબરોની તપાસ કરી શકે છે.

ઉપયોગ

મોટાભાગે તમે જાણતા નથી કે તમારા આધાર કાર્ડમાં કેટલા સિમ કામ કરી રહ્યા છે. ત્યારે કેટલીકવાર અજાણ્યા વ્યક્તિઓ કોઈના આઈડીમાંથી સિમ લઈને ખોટું કામ કરે છે. પરિણામે, એ વ્યક્તિની સમસ્યા વધે છે કે જેના નામ પર સિમ છે. ત્યારે તમારા આધારમાંથી ખોટી રીતે લેવામાં આવેલ સિમને તરત જ બ્લોક કરી દો. ઉપરાંત, જો તમે કોઈપણ સિમ કાર્ડનો ઉપયોગ કરતા નથી અને તેને તમારા આધાર કાર્ડમાંથી દૂર કરવા માંગો છો, તો તમે તે સરળતાથી કરી શકો છો.

ચેક કેવી રીતે કરવું

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
  • અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTP થી લોગ-ઈન કરો.
  • તમારા આધારકાર્ડ થી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
  • આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
  • એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
  • ઉપરના બોક્સમાં આપેલા આધારકાર્ડ માં લખેલું નામ સબમિટ કરો.
  • હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
  • આ રીતે તમે જાણી શકો છો.

ચેક કરો કેટલા સીમ છે

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન)એ પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો