હવે સરકારી નોકરીનું સપનું થશે પૂરું : હજુ 10 લાખ સરકારી જગ્યાઓ ખાલી, સરકારે સંસદને આપી જાણકારી

કેન્દ્ર સરકારે સંસદમાં એવી માહિતી આપી છે કે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હાલમાં 10 લાખ જગ્યાઓ ખાલી છે. લોકસભામાં કેન્દ્રીય કાર્મિક મંત્રી જિતેન્દ્ર સિંહે એવું જણાવ્યું કે એક માર્ચ 2021 સુધી દેશના તમામ કેન્દ્રીય વિભાગો અને મંત્રાલયોમાં લગભગ 9.79 લાખ જગ્યાઓ ખાલી છે. આ વિભાગો અને મંત્રાલયો માટે સ્વીકૃત ખાલી જગ્યાઓની સંખ્યા 40.35 લાખ છે. સરકારે 2016ના આંકડા પણ રજૂ કર્યા હતા જ્યારે 1 માર્ચ, 2016ના રોજ 36.3 લાખ જગ્યાઓ મંજૂર હતી જ્યારે 32.2 લાખ સરકારી કર્મચારીઓ આ પદ પર હતા. આ દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારમાં મંજૂર પદોમાં લગભગ 11 ટકાનો વધારો થયો છે. તેના બદલે કર્મચારીઓની સંખ્યામાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

  • સંસદમાં સરકારે આપી જાણકારી
  • વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં 10 લાખ જગ્યા ખાલી
  • વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી છે જગ્યા

સરકારે સંસદમાં શું કહ્યું

  • રેલવે મંત્રાલયમાં 2.94 લાખ જગ્યા ખાલી
  • સંરક્ષણ વિભાગમાં 2.64 લાખ જગ્યાઓ ખાલી
  • ગૃહ મંત્રાલયમાં 1.4 લાખ, ટપાલ વિભાગમાં 90,000 જગ્યાઓ ભરાઈ નથી
  • 1 માર્ચ 2021 સુધી 40.35 લાખ સ્વીકૃત જગ્યાઓની તુલનાએ ફક્ત 30.55 લાખ કર્મચારી

રેલવે મંત્રાલયમાં સૌથી વધારે જગ્યાઓ ખાલી

બુધવારે સંસદને આપવામાં આવેલા તાજેતરના સરકારી આંકડા મુજબ રેલવે મંત્રાલયમાં 2.94 લાખ, સંરક્ષણ (સિવિલ) વિભાગમાં 2.64 લાખ, ગૃહ મંત્રાલયમાં 1.4 લાખ, પોસ્ટ વિભાગમાં લગભગ 90,000 ખાલી જગ્યાઓ અને મહેસૂલ વિભાગમાં લગભગ 80,000 જગ્યાઓ ખાલી છે.

18 મહિનામાં 10 લાખ જગ્યાઓ ભરવા પીએમ મોદીએ આપ્યો હતો આદેશ

પીએમ મોદીએ 14 જૂને જાહેરાત કરી હતી કે આગામી 18 મહિનામાં કેન્દ્ર સરકારમાં 10 લાખ લોકોને નોકરી આપવામાં આવશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિપક્ષ દેશમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. પીએમઓએ ટ્વીટ કર્યું હતું કે, “વડા પ્રધાને તમામ વિભાગો અને મંત્રાલયોમાં એચઆર પરિસ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે સરકાર આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરે.