Your are blocked from seeing ads.

હવે આધારકાર્ડને લગતા કોઈપણ કામ કરો આ એપ દ્વારા

Your are blocked from seeing ads.

FaceRD એપ : આધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન, દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકશે…આ માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેને Aadhaar FaceRD નામ આપ્યું છે. તેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીની મદદથી આ એપ આધાર ઓથેન્ટિકેશન માટે વ્યક્તિના ચહેરાને લાઈવ કેપ્ચર કરે છે.

FaceRD એપ

જન્મના પ્રમાણપત્ર, રાશન વિતરણ (PDS), CoWin રસીકરણ એપ્લિકેશન, શિષ્યવૃત્તિ યોજના, ખેડૂત કલ્યાણ યોજનાઓ માટે આ એપ્લિકેશનો ઉપયોગ કરી શકાય છે. UIDAIએ 12 જુલાઈએ ટવીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ટવીટમાં કહેવામાં આવ્યું હતું કે, UIDAI RD એપ દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ અનેક આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી UIDAI દ્વારા જ વિકસિત કરવામાં આવી છે.

Your are blocked from seeing ads.

Livemint ના એક અહેવાલ મુજબ, આ એપ સાથે, આધારકાર્ડ ધારકોને હવે લોકેટર આધાર એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લઈને ફિઝીકલ ઓળખ માટે આઇરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની જરૂર રહેશે નહીં. આ વેરીફિકેશનથી આધાર હોલ્ડરની રિયલ આઈડેન્ટિટીને વેલિડેટ કરાય છે.

FaceRD એપ નો ઉપયોગ કઈ રીતે કરવો?

આના ઉપયોગ કરવા માટે, તમારે Google Play Store પરથી Aadhaar FaceRD ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તમને એપ પર આપવામાં આવેલ ગાઈડને ફોલો કરો અને પ્રોસિડ ક્લિક કરો. ફેશ ઓથેન્ટિકેશન માટે, તમારો ચહેરો પ્રકાશમાં હોવો જોઈએ અને તમારો બેકગ્રાઉન્ડ ક્લીયર હોવો જોઈએ. મહત્વનું છે કે, હાલ આધારકાર્ડનું મહત્વ કોઈપણ વ્યક્તિથી છુપાયેલું નથી. જો તમે સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોવ તો તેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત છે. ત્યારે UIDAI દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લીકેશન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

મહત્વપૂર્ણ લિંક

એપ ડાઉનલોડ કરવાની લિંક Click Here
HomePageClick Here

સરકારની યોજનાઓ, ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, જાણવા જેવું, રાશિફળ, હેલ્થ અપડેટ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર ટીપ્સ, તાજા સમાચાર વગેરે જેવી રસપ્રદ માહિતી જોવા તથા જાણવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થાય અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…..

ખાસ સૂચના : જો તમે આ આર્ટીકલ કોપી કરવા જઇ રહ્યા છો, તો એકવાર અમારી લેખિતમાં મંજુરી લેવી જરૂરી છે. નહીતર કોપી કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંજુરી લેવા માટે : [email protected]

Leave a Comment

Your are blocked from seeing ads.