હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી: 20 થી 22 જૂન માં પડશે ધોધમાર વરસાદ

રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે 21 અને 22 જૂનના દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હાલ કોઈ વરસાદની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. જેમાં વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગાહી કરતા જણાવ્યું છે કે, ત્રણ દિવસમાં ચોમાસું સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે. જે સાથે ચોમાસું સાર્વત્રિક રહશે. સોમવારથી ચોમાસાની ગતિ વધશે. 22 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના પણ જાહેર કરવામાં આવી છે. માછીમારોને 20મી જૂનથી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

20 થી 22 જૂનમાં એલર્ટ

હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.

24 કલાકમાં 40 ઈંચ વરસાદ

દેશના મેઘાલય રાજયમા આવેલા મૌનસિનરામમાં છેલ્લાં 24 કલાકમાં 1003.6 મી.મી એટલે કે 40 ઈંચ વરસાદ,જ્યારે ચેરાપુંજીમાં 24 કલાકમાં 39 ઈંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.આમ વર્તમાન સમયમા ચેરાપુંજીમાં એક દિવસમાં પડેલા વરસાદે 122 વર્ષમાં ત્રીજા ક્રમે સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

જુઓ હવામાન વિભાગે શું કરી છે મોટી આગાહી

અત્રે જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.