Advertisements
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 જુલાઈ થી એટલે કે, આજથી સાત જુલાઈ સુધી ભારતે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારતે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પગલે NDRF સતર્ક બન્યું છે
7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
7 જુલાઈ ના રોજ વાત કરવામાં આવે તો વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આઠ જુલાઈના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે એનડીઆરએફની ટીમ સતર્ક બની છે. અને લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ આપવામાં આવે છે.
આગામી 5 થી 8 જુલાઈમાં ભારે વરસાદની આગાહી
5 તારીખ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6 તારીખ: બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગહી વ્યક્ત કરવામાં આવી છે. અને વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.
7 તારીખ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. અને વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ આગાહી વ્યકત કરવામાં આવી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.
8 તારીખ: બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે. અને ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રીક વરસાદની આગાહીને પગલે વડોદરા NDRFના હેડક્વાટરથી 5 ટીમ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પહોંચી ગઇ છે. તમામ જરુરી સાધનો સાથે NDRF ની 3 ટીમ રાજકોટ જ્યારે એક ટીમ સુરત તૈનાત કરાઈ છે. આ તરફ ગાંધીનગરથી એક ટીમ બનાસકાંઠા પહોંચી ગઇ છે. ભારે વસાદની સ્થિતિને પહોચીં વળવા NDRF ની ટીમ સજ્જ છે. (PIC: IMD Ahmedabad)