શું તમે ગુજરાતમાં એક તેજસ્વી વિદ્યાર્થી છો જે નાણાકીય પડકારોનો સામનો કરી રહ્યા છે જે તમને તમારા શૈક્ષણિક સપનાને સિદ્ધ કરવામાં રોકી રહ્યાં છે? ગુજરાત સરકારે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના નામની નવી યોજનાની જાહેરાત કરી છે જે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સહાયતા સ્કોલરશીપ પૂરી પાડે છે.આ યોજનાનો ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે કે જેઓ તેમના અભ્યાસ ચાલુ રાખવા માટે નાણાકીય અવરોધોનો સામનો કરે છે. આ લેખમાં, અમે યોજના માટે પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા અને સ્કોલરશીપ વિગતોની ચર્ચા કરીશું.
અનુક્રમણિકા
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત 2023
યોજના નું નામ | Gyan Sadhana Scholarship 2023 |
લાભાર્થી | ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ | ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000 ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000 |
ફોર્મ ભરવાની તારીખો | 11-05-2023 થી 26-05-2023 |
ઓફીસીયલ વેબસાઇટ | www.sebexam.org |
મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ
- ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે
આ પણ વાંચો : [NEW YOJANA] મફત સિલાઈ મશીન યોજના । મહિલાઓને સરકાર આપશે Free Silai Machine Yojana 2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા
- સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
- અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે અરજી પ્રક્રિયા
- સૌ પ્રથમ Google Search માં “SEB Exam” સર્ચ કરો.
- ત્યાર બાદ તેની અધિકૃત વેબસાઈટ “https://www.sebexam.org/ “ આવશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ Home Page પર દેખાતા “Apply Online” પર ક્લિક કરો.
- હવે Application Format દેખાશે તેમા Aadhar UDI નાખવાનો રહેશે.
- વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમ? તે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
- જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
- વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, હવે તમારો Confirm Number Generate થશે. આ નંબર સાચવીની રાખવો.
અગત્યની તારીખ
- જાહેરનામું બહાર પાડવાની તારીખ 10/05/2023
- વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ 11/05/2023
- વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 11/05/2023 ( બપોરના 3:00 કલાક( થી 26/05/2023 ( રાત્રીના 12:00 કલાક
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અરજી કરવા માટે ઉપયોગી લિંક
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ-પેજ | અહી ક્લિક કરો |