Advertisements
સરકારની યોજના માટેના સોગંદનામા માટે નહીં આપવા પડે 300-500 રૂપિયા : પહેલા કોઈપણ સરકારી યોજનાની કામગીરી માટે સોગંદનામાના માટે 300-500 રૂપિયા ચૂકવવા પડતા હતા એ વાતથી દરેક ગુજરાતી જાણીતો છે, કારણ કે બધાને જીવનમાં ડગલે ને પગલે સોગંદનામાની જરૂર પડતી જ રહે છે. પરંતુ હવે ગુજરાત સરકારે એક એવી જાહેરાત કરી છે કે હવે આ પૈસા ચૂકવવાના રહેશે નહીં. સરકારી યોજનાઓ માટે સોગંદનામાના રૂપિયા નહીં ખર્ચવાની નાગરિકોને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સુવિધા નાગરિકો માટે ગણતરીના દિવસમાં જ અમલી બની જશે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય
આ મામલે વિગતો મળી રહી છે કે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરી છે. મંત્રી શ્રીએ વાત કરી કે ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામું જરૂરી નથી, યોજનાને લગતી કોઈપણ કામગીરી સેલ્ફ ડેક્લેરેશનથી જ કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા, કારણ કે એની કોઈ જરૂર જ નથી. આગામી 15 દિવસમાં જ આ બાબતે કાર્યવાહી કરવા માટેની રાજ્યભરના કલેક્ટરોને પણ મંત્રીએ સૂચના આપી દીધી છે.
- ગુજરાતમાં સરકારની યોજનાને લઇને રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન
- સરકારની યોજના માટે હવે સોગંદનામાની જરૂર નથી: રાજેન્દ્ર ત્રિવેદી
- મને કોઇએ કીધું કે સોગંદનામાના બહાને લેવાય છે 300-500 રૂપિયા: રાજેન્દ્ર ત્રિવેદી
ધોરણ 10 – 12 ની માર્કશીટ મેળવો ઘરેબેઠા
નર્મદા ભવન બહાર સોગંદનામાના બહાને આજે પણ લેવાય છે 300-500 રૂપિયા
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એવાં નિર્ણયો લીધા છે કે જેમાં પહેલાં આપણે સોગંદનામા કરવા પડા હતા, મને કોઇએ કીધું હતું કે, હજુ પણ કલેક્ટર ઓફિસની બહાર અથવા તો નર્મદા ભવનમાં ત્યાં કેટલાંક લોકો સોગંદનામું કરવું પડે એમ કહીને 300 રૂપિયા-500 રૂપિયા લે છે. પણ હવેથી સોગંદનામા કરવાના નથી. આ નિર્ણયને માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રીએ અનુમતિ આપી દીધી. જેનાથી લાખો લોકોને ફાયદો. ગુજરાત સરકારની યોજનાની અંદર કરવામાં આવતા સોગંદનામા હવે નાબૂદ થયા છે. કલેક્ટરે પણ હમણાં મને માહિતી આપી કે ત્યાં આગળ જે કંઇ તકલીફો છે તે તકલીફો 15 દિવસ પછી એટલે કે કલેક્ટરે આ અંગે આયોજન કરી દીધું છે પરંતુ તેઓનું આયોજન જાહેર નથી કરવું. કારણ કે એમનો નંબર પછી આ નિર્ણયમાં પહેલો નહીં આવે. કોઇ બીજું તુરંત તેમનું જોઇને આવું કરશે. પરંતુ 15 દિવસ બાદ જ્યારે પાછા મળીએ ત્યારે યાદ કરાવજો કે પેલી વાતનું શું થયું?
આ પ્રકારની વધુ માહિતી માટે મુલાકાત લો Class3exam.com | Click Here |