ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર : અતિવૃષ્ટિથી નુકશાની ભોગવી રહેલા ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ એકધાર્યો પડી રહ્યો હતો અને આ વરસાદના પગલે રાજ્યના ઘણા ખેડૂતો તથા અન્ય ધંધા વાળા લોકોએ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને જોતા લાંબી વિચારના બાદ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.

રાજ્ય (Gujarat) માં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. એ માટે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સર્વે પણ શરૂ કરી દેવાયો છે.

  • અતિવૃષ્ટિના કારણે રાજ્યમાં કૃષિ પાકને મોટું નુકસાન
  • 33 ટકાથી વધુ નુકસાનીમાં સરકાર ખેડૂતોને જ સહાય ચૂકવશે
  • સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જ સહાયનું પેકેજ જાહેર કરાશે

સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરશે પેકેજ

જો કે, તમને જણાવી દઇએ કે, સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર સહાયનું પેકેજ જાહેર કરશે. કારણ કે હાલમાં કેટલાંક વિસ્તારોમાં પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી અટકી ગઇ છે. ખેડૂતોને 33%થી વધુ નુકસાની હોવા પર વિશેષ સહાય પેકેજની સરકાર દ્વારા વિચારણા કરાશે.

33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત ચુકવાશે સહાય

રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં તો ભારે વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે. જેને લઈને કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો છે.

વરસાદના કારણે ચીકુ, કેરી, મગફળી જેવાં પાકને મોટું નુકસાન

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પાકની નુકશાનીનો સર્વે કરાશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાનીનો પણ સર્વે કરાશે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે થઈ ગયા બાદ તંત્ર દ્વારા કેટલું પેકેજ જાહેર કરવામાં આવશે તેના પર સૌ ખેડૂતોની નજર મંડરાયેલી રહેશે.

સરકારની યોજનાઓ, ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, જાણવા જેવું, રાશિફળ, હેલ્થ અપડેટ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર ટીપ્સ, તાજા સમાચાર વગેરે જેવી રસપ્રદ માહિતી જોવા તથા જાણવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થાય અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…..

ખાસ સૂચના : જો તમે આ આર્ટીકલ કોપી કરવા જઇ રહ્યા છો, તો એકવાર અમારી લેખિતમાં મંજુરી લેવી જરૂરી છે. નહીતર કોપી કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંજુરી લેવા માટે : [email protected]