Your are blocked from seeing ads.

10 પાસ માટે સરકારી નોકરી । ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની 1499 જગ્યાઓ માટે આવી ભરતી

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની ટોટલ 1499 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે.આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રમાણે તારીખ 8 માર્ચથી ફોર્મ ભરવાના શરુ થાય છે.ગુજરાત હાઈકોર્ટે ગુજરાતની નીચલી અદાલતોમાં પટાવાલા, તવાલા, ચોકીદાર, જેલ વોર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિત વિવિધ વર્ગ 4 ની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. આ લેખ વય મર્યાદા, લાયકાત, પરીક્ષા ફી અને વધુ સહિત આ ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો માટે તમામ જરૂરી માહિતી પ્રદાન કરે છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામ પટાવાળા તથા અન્ય
પગાર ધોરણ14,800 ₹ થી 47,100₹
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gujarathighcourt.nic.in/

કુલ જગ્યાઓ

આ ભરતીમાં કુલ જગ્યા 1499 છે જેમાં પુરુષ માટે જનરલ વર્ગની 704, એસસી વર્ગની 80, એસટી વર્ગની 224, એસઈબીસી વર્ગની 356, ઈડબલ્યુએસ વર્ગની 135 જગ્યા છે તેવી જ રીતે મહિલા માટે જનરલ વર્ગની 223, એસસી વર્ગની 21, એસટી વર્ગની 71, એસઈબીસી વર્ગની 112, ઈડબલ્યુએસ વર્ગની 41 જગ્યા છે. વિકલાંગો માટે 58 તથા પૂર્વ-સૈનિકો માટે 290 જગ્યા આરક્ષિત કરવામાં આવી છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ગ-4 ની તમામ જગ્યા જેવી કે પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત હાઈકોર્ટ પ્યૂન ની ભરતી માટે ૧૦ થી લઈને ઉપરની ડિગ્રી વાળા અરજી કરવા લાયક ગણાશે.

પગાર ધોરણ

પસંદગી પામેલ ઉમેદવારો નો પગાર ધોરણ 14800 થી 47,100 સુધીનો રહેશે.

વયમર્યાદા :

હાઇકોર્ટ પ્યૂન માટે ઓછામાં ઓછી ઉમર ૧૮ વર્ષ
વધુમાં વધુ ઉમર ૩૩ વર્ષ સુધીની હોવી જોઈએ

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું?

  • આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટ ની ભરતી માટેની ઓફિસિયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાઓ
  • ત્યારબાદ ડીટેઇલ ભરતી નોટીફીકેશન નીચે આપેલી લિન્કથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે સતાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી માહિતી ભરો અને તેમાં માગવામા આવેલા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

ઉપયોગી લિન્ક

અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો