ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ 2022 : ક્વીઝ રમો અને જીતો 25 કરોડના ઇનામો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 (G3Q) : ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

શું છે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ?

આઝાદીના ૭૫મા વર્ષ નિમિતે આખા દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ” એટલે કે G3Q નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ ક્વિઝ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. માનનિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 7 જુલાઈએ સાયન્સ સીટી અમદાવાદ ખાતેથી આ સ્પર્ધાનો શુભારંભ કરશે. આ સ્પર્ધા ૭૫ દિવસો સુધી ચાલશે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ગુજરાતના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ભણતા નથી તેવા લોકો ભાગ લેશે.

આ સ્પર્ધામાં કોણ ભાગ લઇ શકે છે?

શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કરેલ જાહેરાત મુજબ, આ ક્વિઝ માં ધોરણ 9 થી 12, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. સાથે સાથે રાજ્યના વિધાર્થી ના હોય તેવા સામાન્ય નાગરીકો પણ આ ક્વિઝ માં ભાગ લઈ શકશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું માળખું?

આ ક્વિઝ સ્પર્ધામાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, તેના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નો પૂછવામાં આવશે. આ સ્પર્ધા માટે દરરોજ 250 જેટલી ડિજિટલ પ્રશ્ન પુસ્તિકાઓ PDF સ્વરૂપે આપવામાં આવશે.

  • ક્વિઝ નો સમય : દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર સુધી ક્વિઝ નું આયોજન કરવામાં આવશે, જ્યારે શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે.
  • 7 જુલાઈ 2022 થી 75 દિવસ સુધી આ રીતે ક્વિઝ નું ઓનલાઈન આયોજન થશે.
  • ક્વિઝમાં 20 પ્રશ્નો પૂછવામાં આવશે જેના માટે 20 મિનિટનો સમય હશે.
  • દરેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે 0.33 ગુણ માઈન્સ થશે.
  • ક્વિઝ ના સ્પર્ધકો નું મેરીટ ગુણ અને તેમણે લીધેલ સમય પરથી નક્કી કરવામાં આવશે. સૌથી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ ક્રમે રહેશે.
  • આ ક્વિઝ g3q.co.in વેબસાઈટ પર આયોજિત કરવામાં આવશે, જેથી Android, iphone, કમ્પ્યૂટર, લેપટોપ કે ઇન્ટરનેટ ચલાવી શકાય તેવા બધા જ સાધનો દ્વારા ભાગ લઈ શકાશે.

G3Q ના તબક્કા

  • પ્રથમ તબક્કામાં શાળા અને કોલેજોમાંથી તાલુકા કે વોર્ડ કક્ષાએ ક્વિઝ નું આયોજન કરવામાં આવશે.
  • બીજા તબક્કામાં તાલુકા કે વોર્ડ કક્ષાએ વિજેતાઓ ની જિલ્લા કે મહાનગર પાલિકા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
  • ત્રીજા તબક્કામાં જિલ્લા કે મહાનગર પાલિકા કક્ષાએ વિજેતાઓ ની રાજ્ય કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?

આ ક્વિઝ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન 7 જુલાઈ, 2022 થી શરૂ થઈ, માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે 7 જુલાઈના રોજ મૂકવામાં આવશે.

પ્રેસ નોટ:અહી ક્લિક કરો 
ઓફિસિયલ પરિપત્ર:અહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન:અહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ:https://g3q.co.in/
HomePageClick Here