Advertisements

જુનિયર ક્લાર્ક ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખુશખબર,સરકાર આપશે ભાડા પેટે 254 રૂપિયા

Advertisements

GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા : જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે મોટા સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. જે અનુસાર અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે પ્રકારે પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીને સરકાર દ્વારા ભાડુ ચુકવવામાં આવશે. દરેક વિદ્યાર્થીના ખાતામાં તે નાણા જમા થઇ જશે. દરેક વિદ્યાર્થીને 254 રૂપિયા સરકાર દ્વારા ચુકવવામાં આવશે. તો તેની તમામ માહિતી આ લેખ માં મેળવીશું.

GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023

પરીક્ષા નું નામ GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા
ભાડા પેટે આપવાની રકમ 254
કોણ આપશે ગુજરાત સરકાર
પરીક્ષા તારીખ 9/04/2023
GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા

સરકાર આપશે ભાડું

અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષા ત્યારે રદ્દ કરી દેવામાં આવી હતી જ્યારે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ સેન્ટર પર પહોંચી ચુક્યા હતા. અચાનક પેપર વાયરલ થઇ ગયું હોવાની માહિતી પ્રકાશમાં આવી અને સરકારે તત્કાલ પેપર રદ્દ કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને ધરમક ધક્કો પડ્યો હતો. જો કે સરકાર દ્વારા આ અંગે બીજી પરીક્ષાનું આયોજન થાય ત્યારે વિદ્યાર્થીઓને ભાડુ ચુકવવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જે હવે સાચુ ઠરતું હોય તેવું લાગી રહ્યુ છે. વિદ્યાર્થીઓને 249 રૂપિયા ભાડા પેટે ચુકવવામાં આવશે.

કેટલું અપાશે ભાડું

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ મંડળ દ્વારા વેબસાઈટ પર આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનારા ઉમેદવારોને રૂ.254નું ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ઉમેદવારે કોલલેટર ડાઉનલોડ કરીને બેંકની માહિતી ઓનલાઈન આપવાની રહેશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા પછી 20 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ઉમેરવારોના ખાતામાં જમા કરવામાં આવશે. બેંક ખાતાની આ માહિતી ભરવાની સમયમર્યાદા 31 માર્ચે બપોરે 1 વાગ્યાથી લઈને 9 એપ્રિલે 12.30 વાગ્યા સુધીની છે.ગયા વખતે જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતાં તે જ પરીક્ષાર્થીઓ આ વખતે પરીક્ષા આપી રહ્યાં છે. આ વખતે આયોગ દ્વારા કડક પણે પરીક્ષાનો અમલ કરાશે. છતાં વિદ્યાર્થીઓને એલર્ટ રહેવા વિનંતી કરાઈ છે. ગઇ વખતે પોલીસની જાગૃતતાથી પરીક્ષાની ગેરરિતી બહાર આવી હતી. આ વખતે પરીક્ષાર્થીઓ ખુદ પણ જાગૃત રહે તેવી અપીલ કરાઈ છે. આ પરીક્ષા યોજવા 30 કરોડ જેટલો ખર્ચ થશે. તે ઉપરાંત વીસ કરોડ રૂપિયા ભાડા રૂપે ચૂકવાશે.

જુઓ સરકારનો પરિપત્ર

ભાડું કેવી રીતે મેળવવું

  • ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરના NOTICE BOARD ઉપર કલીક કરતા Reimbursement
  • application નું ઓનલાઇન ફોર્મ ખુલશે
  • આ ઓનલાઇન ફોમમાં તમામ વિગતો અંગ્રેજી કેપીટલમાં ભરવાની રહશે
  • OJAS વેબસાઇટ ઉપર મુકેલ ઓનલાઇન ફોમમાં ભરેલ વિગત જ ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઇ ફિઝીકલ ફોમ સ્વીકારવામાં આવશે નહિ
  • ઉમેદવારે પોતાની બેન્ક દ્વારા આપેલ પાસબુક /ચેકમાં દર્શાવેલ વિગતો મુજબ જ બેન્ક ખાતાની વિગતો ચોકસાઇથી ભરવાની રહશે ઉમેદવારે પોતાની બેન્ક દ્વારા આપેલ પાસબુક/ચેકબુક મુજબ જ એકાઉન્ટ નમ્બર તથા IFCS કોડ ભરવાના રહશે.
  • ઉમેદવારે ઉપરોકત માહિતી પૂરુતી કાળજી અને ચોકસાઇ તથા સમયમર્યાદામાં ભરવાની રહશે, જેમાં ભૂલ થવાના કારણે અથવા ખોટા બેન્ક ખાતા નબંર/ખોટા IFSC કોડ લખવા બદલ ઉમેદવાર પોતેજ જવાબદાર રહશે . પાછળથી આ બાબત અંગેની
  • કોઇપણ રજુઆત મંડળ દ્વારા ગ્રાહ્ય રાખવામાંઆવશે નહિ, જેની નોંધ લેવી.
  • ઉમેદવારો દ્વારા ઉપરોકત ઓનલાઇન વિગતો તા.૩૧-૩-૨૦૨૩ ના રોજ સમય-૧૩-૦૦ કલાકથી તા.૯-૪-૨૦૨૩ ના
  • રોજ સમય-૧૨:૩૦ સુધીમાં ભરેલ ઓનલાઇન ફોર્મ જ ગ્રાહ્ય રાખવામાં આવશે.
  • કોઇ સંજોગોમા કોઇ ઉમેદવાર પોતાનો કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ તરત ઉપરોકત બેન્ક ડિટેઇલ ઓનલાઇન ભરી
  • ન શકે, તો કોલ-લેટર ડાઉનલોડ થઇ ગયા બાદ પણ તા. ૯/૪/૨૦૨૩ના રોજ ૧૨:૩૦ કલાક સુધી પોતાની બેક ડિટેઇલ
  • OJAS વેબસાઈટ ઉપર નિયત ફોમમાં ઓનલાઈન ભરી શકાશે.
  • જે ઉમેદવાર તા. ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી પરીક્ષા આપશે અને નિયત સમયગાળા
  • દરમિયાન OJAS વેબસાઇટ ઉપર Reimbursement application માં પોતાની બેંકની વિગતો ભરેલ હશે, તેવા ઉમેદવારોને જ
  • ઉપરોકત રકમ મળવાપાત્ર થશે.

ઉપયોગી લિન્ક

ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો