GPSC Preparation Guide ( જીપીએસસી તૈયારી માટે નું માર્ગદર્શન )

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.હવે સરકારી ભરતીઓ માં જનરલ અને અનામત કેટેગરી ના પરિણામો માં બઉ લાંબો ફરક હોતો નથી જે યુવાનોમાં સરકારી પરિક્ષાઓ માટે આવેલ જાગૃકતા બતાવે છે. સરકારી પરિક્ષાઓ માં તીવ્ર સ્પર્ધા વધતા હવે હાર્ડવર્ક નહિ પરંતુ સાથે સમાર્ટવર્ક પણ કરવું જરૂરી બની ગયું છે. પરિક્ષા ની તૈયારી કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ આવશ્યક છે તો ચાલો આજે જાણીએ GPSC ની પરિક્ષા વિશે એ તમામ વાતો જે દરેક ઉમેદવાર ને ખબર હોવી જોઈએ.

પ્ર.1 શું GPSC ની પરિક્ષા પાસ કરવા માટે ક્લાસિસ કરવા જરૂરી છે

ના જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટે મોટા શહેરોમાં જઈ ક્લાસિસ કરવા ની કોઈ જરૂર નથી આપ ઘરે પણ તૈયારી કરીને પરિક્ષા પાસ કરી શકો છો.

પ્ર.2 પરિક્ષા પાસ કરવા કેટલાં કલાક દિવસ માં વાંચન કરવું જોઈએ?

કેટલા કલાક વાંચન કરવું જોઈએ એ ઉમેદવાર નું પાયાનું જ્ઞાન અને તેની પાસે કેટલો સમય છે તેના પર આધાર રાખે છે જો 6 માસ નો સમય હોય તો રોજ 6-7 કલાક નું વાંચન પૂરતું છે પરંતુ ધ્યાન રહે વાંચન રોજ નિયમિત કરવું જરૂરી છે.(મારા અંગત મત મુજબ 1 વર્ષ માં તમે gpsc ક્લિયર કરી શકો)

પ્ર.3 પરિક્ષાની તૈયારી કરતા ઓનલાઇન માધ્યમ ઉપયોગી બની શકે?

જ. હાં આપ ઓનલાઈન માધ્યમો માં કરન્ટ અફેરસ થી માહિતીગાર થઈ શકો પરંતુ જો મોબાઈલ આપના અભ્યાસ માં ધ્યાન ભટકાવતો હોય તો તે ટાળવું જોઈએ.

પ્ર.4 પ્રિલીમ અને મેઇન્સ પરિક્ષા ની તૈયારી સાથે જ કરવી જોઈએ કે પહેલા પ્રિલીમ પર ધ્યાન આપવું જોઈએ?

જ. હાલ ના સમયે દાસા સાહેબ ના ચેરમેન બન્યા બાદ gpsc નું કામ કાજ એકદમ નિયમિત બન્યું છે તેથી પ્રિલીમ નું રિઝલ્ટ અને મેઈન પરિક્ષા નિયમિત લેવાય છે જેથી પ્રિલીમ બાદ મુખ્ય પરિક્ષા ની તૈયારી કરવામાં પૂરતો સમય બચતો નથી તો તૈયારી શરૂઆત થી ભેગીજ કરવી જોઈએ.

પ્ર.5 GPSC 1/2 ની પરિક્ષા માં કયાં પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ?

જ. પુસ્તકો ની પહેલા gpsc ની વેબસાઇટ પર જઈ ને એક વાર અભ્યાસક્રમ જોઈ લેવો જોઈએ અને કોઈ પણ સાહિત્ય વાંચો એ અભ્યાસક્રમ ને ધ્યાને રાખીને જ વાંચવું જોઈએ. ચાલો જોઈએ અભ્યાસક્રમ મુજબ પુસ્તકોની યાદી
એક ખાસ નોધ જો gpsc ની તૈયારી કરતાં હોય તો સ્પીપા ના પેપર પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો.

૧) ઇતિહાસ:

11/12 ગુજરાત બોર્ડ ના પુસ્તક
મૃણાલ પટેલ ની યુટયુબ ચેનલ પર ના વીડિયો લેક્ચર
ગુજરાતનો ઇતિહાસ ગ્રંથ નિર્માણ બોર્ડ અને ઈશ્વર પાડવી
આધુનિક ભારતનો ઇતિહાસ ગ્રંથ નિર્માણ બોર્ડ

૨)સાંસ્કૃતિક વારસો :

  1. ભારતનો સાંસ્કૃતિક વારસો યુવા ઉપનિષદ્
    2.ગુજરાતની લોક સંસ્કૃતિ ગ્રંથ નિર્માણ બોર્ડ હસૂતાબેન સેદાણી
    ૩.જુવાનસિહ જાડેજા ની ગુજરાત લોક સંસ્કૃતિનો વારસો

૩)બંધારણ અને રાજ્યવ્યવસ્થા:

બંધારણ યુવા ઉપનિષદ્ (૧st પ્રિઓરિટી)
કે વિકલ્પ કોટવાલ
પંચાયતીરાજ ઈશ્વર પાડવી

૪) ભૂગોળ:

ગુજરાત ના જિલ્લા કિશોર પરમાર ની બૂક જેમાં વારસો સાથે તમામ માહિતી આપેલી છે
ગુજરાત ની ભૂગોળ ગ્રંથ નિર્માણ બોર્ડ
ભારતની ભૌતિક ભૂગોળ ગ્રંથ નિર્માણ બોર્ડ
મૃણાલ પટેલ ની યુટયુબ ચેનલ પર ના લેક્ચર

૫)અર્થશાસ્ત્ર:

અર્થશાસ્ત્ર કાજી પબ્લિકેસન
ગુજરાત ની સામાજિક આર્થિક સમીક્ષા
છેલ્લું રાજ્ય અને કેન્દ્ર સરકારનું બજેટ

૬)વિજ્ઞાન અને ટેકનોલોજી :

વિજ્ઞાન અને ટેકનોલોજી લિબર્ટી
પર્યાવરણ લિબર્ટી
(વિજ્ઞાન અને ટેકનોલોજી માં પ્રિલીમરી પરિક્ષા માં મુખ્યત્વે કરેંટ અફેરસ પર ભાર આપવા માં આવે છે )

૭)ગણિત અને તાર્કિક કસોટી :

6-10 ના પુસ્તકો (પાયો કાચો હોય તો)
ગણિત શેહઝાદ કાઝી
રિઝનિગ નીરજ ભરવાડ
યુટયુબ પર વાઇફાઇ સ્ટડી ચેનલ ના વિડીઓ પણ ઉપયોગી સાબિત થશે.

૮. કરંટ અફેર:

વિઝન આઇએએસ મેગેઝિન
નિયમિત સમાચારપત્ર નું વાંચન
(નોંધ – ઉપરોક્ત પુસ્તકોની યાદી વિવિધ GPSC 1/2/3 ના સફળ ઉમેદવારો અને સિનિયર વાંચકો જોડે ચર્ચા કરી ને ખાસ ગુજરાતી ભાષામાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને ધ્યાને રાખી આપવામાં આવી છે કોઈ પણ સાહિત્યની પસંદગી ઉમેદવારે પોતાની વિવેક બુધ્ધિ થી કરવી જોઈએ.)
આપને આ બ્લોગ ગમ્યો હોય કે ઉપયોગી સાબિત થયો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરવા નું ભૂલાય નહિ મિત્રો. તમામ ને સફળતા મળે તેવી શુભકામનાઓ.

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE